________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૬૩
(૬) ચલ દ્વાર
અવધિદ્રવ્યાદિ વિષયને આશ્રયીને ચલ અવધિજ્ઞાન ૨ પ્રકારે વર્ધમાન કે હીયમાન હોય છે. વૃદ્ધિ હાનિ પ્રત્યેક ૬ પ્રકારે આગમમાં કહી છે. (૧) અનંતભાગવૃદ્ધિ (૨) અસંખ્યાત ભાગવૃદ્ધિ (૩) સંખ્યાત ભાગવૃદ્ધિ (૪) સંખ્યાત ગુણવૃદ્ધિ (૫) અસંખ્યાત ગુણવૃદ્ધિ (૬) અનંતગુણ વૃદ્ધિ (૭) અનંતભાગ હાનિ (૮) અસંખ્યભાગ હાનિ (૯) સંખ્યાતભાગ હાનિ (૧૦) સંખ્યાતગુણ હાનિ (૧૧) અસંખ્યાત ગુણ હાનિ (૧૨) અનંતગુણ હાનિ. એમાંથી અવધિના વિષયભૂત ક્ષેત્ર-કાળના આદ્ય-અંત એ બે ભેદ છોડીને ૪-૪ પ્રકા૨ની વૃદ્ધિ/હાનિ થાય છે. અનંતનો ભાંગો ક્ષેત્ર-કાળનો ન સંભવે. કારણ કે, અવધિવિષય ભૂતક્ષેત્રમાં આનંત્ય અભાવ છે. તેમ કાળનું પણ છે. ભાવાર્થ-જેટલું ક્ષેત્ર પ્રથમ અધિજ્ઞાનીએ જોયું તેનાથી કોઈ પ્રતિસમય અંસખ્ય ભાગવૃદ્ધિ, કોઈ સંખ્ય ભાગવૃદ્ધિ, કોઈ સંખ્ય ગુણ વૃદ્ધિ, કોઈ અસંખ્ય ગુણવૃદ્ધ ક્ષેત્ર જોવે છે. એમ હીયમાન પણ જાણવું.
દ્રવ્યોમાં બે પ્રકારની વૃદ્ધિ/હાનિ થાય છે. અર્થાત્ અવધિજ્ઞાનીએ પ્રથમ જેટલા દ્રવ્યો ઉપલબ્ધ કર્યા, તેના પછી તેમનાથી અનંતભાગ અધિક કોઈ જોવે છે. પણ વસ્તુ સ્વભાવથી અસંખ્યાતાદિ ભાગે અધિક ન જુએ. કોઈ તેમનાથી અનંતગુણ વૃદ્ધ જોવે છે. કોઈ અનંતભાગ હાનિ, કોઈ અનંતગુણહીન જોવે છે. પણ વસ્તુ સ્વભાવે અસંખ્યાતાદિ ભાગે હીન ન જુએ પર્યાયોમાં પૂર્વોક્ત ૬ પ્રકારની વૃદ્ધિ/હાનિ થાય છે.
આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવોનો પરસ્પર સંયોગ વિચારતાં એકની વૃદ્ધિમાં જ બીજાની વૃદ્ધિ હોય, એકની હાનિમાં બીજાની વૃદ્ધિ ન હોય, એકની હાનિમાં બીજાની હાનિ હોય, નહિ કે એકની વૃદ્ધિમાં બીજાની હાનિ થાય. એક દ્રવ્યાદિની ભાગથી વૃદ્ધિ/હાનિમાં બીજાની પણ ભાગથી જ પ્રાયઃ વૃદ્ધિ/હાનિ થાય છે નહિ કે ગુણાકારથી, ગુણાકારથી પણ એકની વૃદ્ધિ/હાનિમાં બીજાની પણ પ્રાયઃ વૃદ્ધિ-હાનિ થાય છે.
પ્રશ્ન-૫૩૮
ક્ષેત્રની અસંખ્ય ભાગાદિવૃદ્ધિમાં તેના આદેય દ્રવ્યોની પણ અસંખ્ય ભાગાદિ વૃદ્ધિનો સંભવ કેમ ન હોય અથવા દ્રવ્યાનન્યે દ્રવ્યની અનંતભાગ વૃદ્ધિ થતા પર્યાયોની અસંખ્ય ભાગાદિ વૃદ્ધિ અથવા દ્રવ્યની અનંત ગુણવૃદ્ધિ થતાં પર્યાયોની અસંખ્યગુણ વૃદ્ધિ કઈ રીતે પ્રતિપાદન કરાય છે ? અર્થાત્-ક્ષેત્રના આધાર દ્રવ્યો છે, તેના આધાર પર્યાયો છે. તેથી જેવી આધારની વૃદ્ધિ/હાનિ, તેવી જ આધેયની પણ યુક્ત છે. તો અહીં વિચિત્રતા કઈ રીતે-ક્ષેત્રની ચાર પ્રકારની વૃદ્ધિ-હાનિ, દ્રવ્યની બે પ્રકારની અને પર્યાયોની ષડવિધ વૃદ્ધિ હાનિ થાય છે ?
-