________________
૨૬૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-પ૩૮ – ક્ષેત્રાનુવર્તી પુદ્ગલો-પરમાણુ-સ્કન્ધાદિ છે, ગુણો-પુદ્ગલાનુવર્તી છે. એટલે એ સામાન્ય છે એ કોને માન્ય નથી? અનભિમતનો પ્રતિષેધ કરે છે-એ અવધિજ્ઞાન વિષય તરીકે અભિપ્રેત નથી. ભાવાર્થ-એ સામાન્યથી છે જ કોણ ન માને કે સામાન્યથી સમસ્તલોકાકાશના અસંખ્યતમાદિક ભાગમાં સમસ્તપુદ્ગલાસ્તિકાયનો પણ અસંખ્યતમાદિક ભાગ જ સ્વરૂપથી છે. સમગ્ર પગલાસ્તિકાયના અનંતતમાદિક ભાગમાં સમસ્ત પર્યાયરાશિનો. પણ અનંતતમાદિક ભાગ છે. એટલે ક્ષેત્રના અસંખ્યાત આદિ ભાગની વૃદ્ધિ/હાનિમાં દ્રવ્યની પણ તેની અનુવૃત્તિથી વૃદ્ધિ/હાનિ થાય, દ્રવ્યની અનંતતમાદિ વૃદ્ધિ/હાનિમાં તેના પર્યાયોની પણ તેની અનુવૃત્તિથી વૃદ્ધિ હાનિ થાય. પરંતુ અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રાદિની વૃદ્ધિ/હાનિ વિચારવી માન્ય છે. સમાન્યથી સ્વરૂપમાં રહેલાની નહિ. એમ વિશેષિત જે વૃદ્ધિાહાનિ છે તે અવધિજ્ઞાનવરણીય ક્ષયોપશમને આધીન હોવાથી વિચિત્ર છે. એટલે યથોક્ત પ્રકારે જ તે બરાબર છે અન્ય પ્રકારે નહિ.
અહીં સ્વરૂપથી સમસ્ત પુદગલાસ્તિકાયરૂપ દ્રવ્યો આધારભૂત સ્વક્ષેત્રથી અનંત ગુણા છે એવું લિંગવ્યત્યયથી અહીં પણ જોડાય છે. કારણ કે એકેકાકાશપ્રદેશમાં અનંત પરમાણુદ્વયણુકાદિદ્રવ્યની અવગાહના રહેલી છે. એક એક પરમાણુના અનંત પર્યાયો હોવાથી તે સ્વાશ્રયભૂત દ્રવ્યથી અનંત ગુણા છે. દ્રવ્યનું નિજકાધાર ક્ષેત્ર છે, પર્યાયોનો નિકાધાર દ્રવ્યો છે. તેથી તેને અધીન તે દ્રવ્ય-પર્યાયોની સામાન્યથી વૃદ્ધિ હાનિ થાય છે. ક્ષેત્રની ચતુર્વિધ વૃદ્ધિ/હાનિમાં દ્રવ્યોની પણ તેટલી જ થાય. દ્રવ્યોની દ્વિવિધ વૃદ્ધિ/હાનિમાં પર્યાયોની પણ તેટલી જ થાય, એવું જેમ પર પ્રતિપાદન કરે છે તેમ અમે પણ સ્વરૂપસ્થિતિ સામાન્યથી વિચારણામાં માનીએ છીએ અહીં વિવાદ નથી. પરંતુ નિજકાધાર દ્રવ્યવશાત અવધિ નિબંધન અવધિવિષય વધતો/ઘટતો નથી. કારણ કે પરીતઃ પ્રતિનિયત એ યથાક્તરૂપથી વિચિત્ર ક્ષયોપશમથી નિયમિત છે. ક્ષયોપશમ વિચિત્ર હોવાથી એ ચિત્રરૂપ જેમ યુક્તિથી ઘટે તેમ પ્રવર્તે છે અને તેને ઉલ્લંઘીને અન્ય રીતે પણ પ્રવર્તે છે એમાં એકાંત નથી. એ પ્રાયઃ કરીને આજ્ઞા ગ્રાહ્ય છે. એટલે આજ્ઞા જ પ્રમાણ છે. સ્વેચ્છાપૂર્વક સુકા તર્કને ઉભા કરવાથી શું વળે ? વળી પ્રાયઃ શબ્દથી ઉપરની યુક્તિથી પણ જણાવેલ વિષય ઘટે છે.
(૭) તીવ્ર-મંદદ્વારા
રૂમ વગેરેની જાળીમાં રહેલા પ્રદીપની પ્રજાના નીકળવાના સ્થાનોની જેમ અવધિજ્ઞાનાવરણ ક્ષયોપશમ જન્ય અવધિજ્ઞાનના નીકળવાના સ્થાનોને ફક કહેવાય છે. તે એક જીવના સંખે કે અસંખ્ય પણ હોય છે, ત્યાં એક ફકના ઉપયોગમાં જીવ નિયમો સર્વફડકોથી ઉપયુક્ત થાય છે કેમકે જીવ એક ઉપયોગવાળો હોય છે. જેમકે એક આંખનો