________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૫૫
પણ છે. તથા ઉત્કટ ગતિ-સ્થિતિ પરિણામ પણ તેનું કારણ છે. પરમાણુ-ધૂમ-વિમાનાદિમાં તેમ બતાવેલું છે, એટલે અધોગતિ આદિની સિદ્ધિમાં ગુરુઆદિ માનવાનો શું ફાયદો ? એટલે આ પરિભાષા જ યોગ્ય છે, બાદર વસ્તુ ગુરુલઘુ છે. શેષ સૂક્ષ્મ અને અમૂર્ત સર્વવસ્તુ અગુરુલઘુ છે એવો નિશ્ચયનય છે.
દ્રવ્યસાથે ક્ષેત્ર-કાળનો પરસ્પર નિબંધ:- જે મનોદ્રવ્ય જાણે છે તે અવધિજ્ઞાની લોકપલ્યોપમનો પ્રત્યેક સંખ્યયતમ ભાગ જાણે છે, (૧) જે કર્મ યોગ્ય દ્રવ્ય જોવે છે તે લોકપલ્યોપમનો પ્રત્યેક સંખ્યય ભાગને જોવે છે. સકલ લોકને જોતો તે પ્રસ્તુત અવધિજ્ઞાની પલ્યોપમમાં કાંઈક ન્યૂન કાળને જુએ છે.
પ્રશ્ન-પ૨૯- દ્રવ્યની સાથે ક્ષેત્ર અને કાળનો સંબંધ પ્રસ્તુત છતાં અહીં અસ્થાને શુદ્ધ ક્ષેત્ર કાળનું ગ્રહણ શા માટે?
ઉત્તર-પ૨૯ – સામર્થ્યની દ્રવ્ય પ્રાપ્ત થાય છે. કર્મદ્રવ્યને અતિક્રાંત તેના ઉપર અન્ય કોઈક દ્રવ્યને જોતો એટલા પ્રમાણ લોક-દેશોન પલ્યોપમમાન એવા ક્ષેત્ર-કાળરૂપ બંનેને જોવે છે. અન્યથા જોતો નથી. અર્થાત્ #ાને વડબ્દ વુડ્ડી એ વચનથી અહીં સામાÁપ્રાપ્ત અર્થ પ્રાપ્ત થાય છે. તેથી સામર્થ્યથી જ કર્મદ્રવ્યને અતિક્રમ કરીને તેના ઉપર પણ ધ્રુવવર્ગણાદિદ્રવ્યને જોતો તેના અનુમાનથી ક્રમશઃ પરમાવધિ સુધી સાધે.
(૨) તૈજસ વર્ગણા દ્રવ્યવિષયવાળા અવધિ અને ભાષાવર્ગખાદ્રવ્ય વિષયવાળા અવધિમાં ક્ષેત્રથી પ્રત્યેક, અસંખ્યાતા દીપ-સમુદ્રો અને કાળ-અસંખ્ય-પલ્યોપમના અસંખ્યાતમાં ભાગરૂપ વિષયત્વેન જાણવો. અહીં સામાન્યથી કહેવા છતાં તૈજસ્થી કામણ શરીર સૂક્ષ્મ હોવાથી તેને જોનાર અવધિજ્ઞાનીનો આ જ લીપ-સમુદ્ર-કાળ જોવાનો વિષય તૈજસ્ શરીર જોનાર અવધિજ્ઞાની કરતાં વિશેષ સમજવો. કાર્પણ શરીરથી પણ અબદ્ધ તૈજસ્ વર્ગણા દ્રવ્યો સૂક્ષ્મ હોવાથી તૈજસ્ વર્ગણા દ્રવ્ય જોનાર અવધિજ્ઞાનનો વિષય કામણ શરીર જોનાર અવધિજ્ઞાનના વિષય કરતાં અધિક જાણવો. તેમનાથી ભાષાદ્રવ્યો સૂક્ષ્મ હોવાથી તેને જોનાર અવધિનો વિષય મોટો જાણવો.
પ્રશ્ન-પ૩૦ – પૂર્વે કર્મદ્રિવ્ય જોનારનાં પ્રત્યેક લોક-પલ્યોપમ ભાગો સંખ્યય વિષયત્વેન કહ્યા છે, અહીં તો કાર્મણ શરીર જોનારનો ક્ષેત્ર-કાળ વિષય ઓછો શા માટે કહ્યો છે?
ઉત્તર-પ૩૦ – પૂર્વે કર્મવર્ગણાગત કર્યદ્રવ્યો જીવથી શરીરતયા અબદ્ધ કહ્યા છે, અને અહીં તો શરીરૂપે નહિ બાંધેલા ગ્રહણ કર્યા છે. ન બંધાયેલાથી બંધાયેલા બાદર હોય છે, અશ્રુત તંતુથી શ્રુતતંતુમાં તેવું દેખાય છે કારણકે એટલે અહીં કામણ શરીર જોનારનો