________________
૨૫૭
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-પ૩૩ – જે સૂક્ષ્મ પરમાણુ આદિ દેખે છે તેથી બાદર કાર્મણ શરીરાદિ અવશ્ય દેખે જ છે. અથવા જે બાદર જોવે છે તેનાથી સૂક્ષ્મને અવશ્ય જાણવું જોઈએ એવો કોઈ નિયમ નથી કારણ કે, “ઉત્પન્ન થતું અવધિજ્ઞાન” એ વચનથી “તેયમાલાવ્યાણ મંતરા' અગુરુલઘુ દ્રવ્યને જોવે છે. પણ, અવધિ ગુરુલઘુને જોઈ શકતું નથી. અથવા અતિશૂળ પણ ઘટાદિકને મન:પર્યવજ્ઞાની મનોદ્રવ્યો સૂક્ષ્મ પણ પ્રત્યક્ષ જોવે છે, પણ ચિન્તનીય ઘટાદિને તો ધૂળપણ જોતો નથી. એ રીતે વિજ્ઞાન વિષયની વિચિત્રતાનો સંભવ છતા સંશયવ્યવચ્છેદ માટે એક પ્રદેશ અવગાઢનું ગ્રહણ છતાં શેષ વિશેષનું ઉપાદાન કરેલું દોષ કર્તા નથી જ. અથવા એકપ્રદેશ અવગાઢના ગ્રહણથી પરમાણુઆદિ દ્રવ્ય ગ્રહણ કર્યું છે. અને કાશ્મણશરીર ગ્રહણથી શેષ કર્મવર્ગણા સુધીના દ્રવ્યો કહ્યાં છે. કર્મવર્ગણાના ઉપરનું દ્રવ્ય તો સર્વ પણ અગુરુલઘુના ગ્રહણથી ગ્રહણ કરાયેલું છે. અને ગુરુલઘુના ગ્રહણથી ઘટ-પટ-ભૂભૂધરાદિકનું ગ્રહણ કર્યું છે, એ રીતે સમસ્ત પુદ્ગલાસ્તિકાય પરમાવધિ જ્ઞાનનો વિષય છે. એ રીતે રુપતિં નમતે સર્વમ્ એમ જે કહેલું એનો ઉત્તર જાણવો. એટલે સમસ્ત પુદ્ગલાસ્તિકાય રૂપગત જ છે અન્ય નહિ.
એક વિવલિતભવમાં ઉત્પન્ન અવધિ અતીત અને અનાગત પૃથગુ ભવપૃથક્ત સુધી જોવે છે. જો તે અતીત ભવપૃથક્વમાંથી અનેકભવોમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલું હોય ત્યારે તે પૂર્વાવધિથી જોયેલા ભવપૃથક્વથી પણ બહુતર અતીત-અનાગત ભવોને સ્મૃતિજ્ઞાનથી જાણે પણ પૃથક્વાન્તવર્તી ભવોની જેમ તે સર્વે સાક્ષાત્ અવધિજ્ઞાનથી જોતો નથી ભવપૃથક્વ માત્ર જ સાક્ષાત્ જોવે છે.
પ્રશ્ન-પ૩૪ - એક પ્રદેશાવગાઢ કહેતા છતા કાર્મણશરીરને ફરીથી અવધિવિષય તરીકે શા માટે કહ્યું? અને ક્યા કારણે ન કહેવું?
ઉત્તર-પ૩૪ – ઉત્તર આગળના પ્રશ્નમાં આપી દીધો છે. પરમાવધિનો ક્ષેત્ર-કાળથી વિષય:
પરમાવધિ ક્ષેત્રથી લોકપ્રમાણ અસંખ્ય ખંડો જોવે છે. કાળથી-અસંખ્ય ઉત્સર્પિણીઅવસર્પિણી જ જોવે, દ્રવ્યથી સર્વ પગત-મૂર્તદ્રવ્યજાત પરમાણુ આદિ ભેદથી ભિન્ન પુદ્ગલાસ્તિકાયને જોવે છે અને ભાવથી તેના અસંખ્ય પર્યાયોને જોવે છે. અર્થાતુ-પરમાવધિ લોકપ્રમાણ અસંખ્ય ખંડો જોવે છે, તે અસંખ્ય ન્યૂનાધિક પણ સંભવે છે, એટલે નિયતમાન કહે છે.-ઉત્કૃષ્ટ અવધિના વિષયતરીકે ક્ષેત્રથી જે અસંખ્ય લોકો કહેલા છે, તે પૂર્વકથિત સ્વાવગાહનામાં રહેલા ઉત્કૃષ્ટ સંખ્યાવાળા સૂક્ષ્મબાદર અગ્નિજીવની સૂચિને સર્વદિશામાં ભમાવતાં જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરાય છે. તેટલા પ્રમાણ પરમાવધિવાળા જીવનું ક્ષેત્ર જાણવું.
ભાગ-૧/૧૮