________________
૨૫૩
ગુજરાતી પ્રશ્નોત્તર વર્ગણા અગુરુલઘુપર્યાયોની તો સૂક્ષ્મપરિણામથી પરિણત વસ્તુઓની એક વર્ગણા એમ બે જ વર્ગણા હોય છે. આ રીતે આ વર્ગણાઓ દ્વારા સર્વ પુદગલાસ્તિકાય ગ્રહણ કરાય છે. આ વર્ણાદિભાવો સિવાય કોઈ પણ પુગલો નથી. પ્રશ્ન-૫૦૫ નો વિસ્તૃત ઉત્તર અહીં પુરો થયો.
ગુરુલઘુ-અગુરુલઘુ વિશે અવધિનું માપ.
ગુરૂલઘુદ્રવ્યથી આરંભ થયેલું (તેજસના નજીકના દ્રવ્યથી આરંભાયેલું) અવધિજ્ઞાન વધતું વધતું તેજ ગુરુલઘુ ઔદારિક દ્રવ્યોને જોઈને પાછળથી વિશુદ્ધ થતું કોઈક ક્રમથી જ ગુરુલઘુ ભાષાદ્રવ્યોને દેખે છે, જે વિશુદ્ધિને પ્રાપ્ત કરતું નથી, તે તે જ ગુરુલઘુદ્રવ્યોમાં કેટલોક કાળ રહીને પડે છે. જે અગુરુલઘુદ્રવ્યારંભવાળું અવધિ છે, તે ભાષા નજીકના દ્રવ્યથી આરંભ થયેલું છે. કેમકે, તે ઉપર જ ક્રમથી વધે છે. નીચે નથી વધતું ઉપર રહેલાં જ અગુરુલઘુ ભાષાદ્રવ્યો તે દેખે છે કોઈ તો તથાવિધ અવધિજ્ઞાન વિશુદ્ધિવાળું થઈને વધતું જ એકસાથે આગળ પણ ઔદારિકાદિ ગુરુલઘુ દ્રવ્યોને દેખે છે.
પ્રશ્ન-૫૨૭ – ગુરુપુ મનદુવં તે પિ ય તેવ નિફ એ વચન ગા.૬૨૭થી તેજસુ-ભાષાના વચ્ચે ગુરુલઘુ અને અગુરુલઘુ દ્રવ્ય છે એવો આપે નિર્દેશ કર્યો છે પણ
દારિકાદિ દ્રવ્યોમાં તો શું ગુરુલઘુ અને શું અગુરુલઘુ એ જણાતું નથી, કેમકે તેનું સ્વરૂપ બતાવ્યું નથી તે કહો?
ઉત્તર-૫૨૭– એમાં બે મત છે. વ્યવહારનય અને નિશ્ચયનય. વ્યવહારનયનો મતઃજે ઉપર અથવા તીઠુ નાખેલું પણ સ્વભાવથી નીચે પડે છે તે ગુરુદ્રવ્ય. જેમકે, પથ્થરાદિ જે સ્વભાવથી જ ઉર્ધ્વગતિ સ્વભાવવાળું છે, તે લઘુદ્રવ્ય જેમકે દિપકલિકાદિ. અને જે ઉર્ધ્વ કે અધોગતિ સ્વભાવવાળું નથી પણ સ્વભાવથી જ તિર્યમ્ ગતિવાળું દ્રવ્ય છે, તે ગુરુલઘુ દ્રવ્ય જેમકે વાયુ આદિ. અને જે ઉપરમાંથી એકેય સ્વભાવવાળું ન હોય તો સર્વત્ર જાય છે તે અગુરુલઘુ, જેમકે આકાશ-પરમાણુ આદિ અગુરુલઘુ દ્રવ્ય છે. એમ વ્યવહારનય માને છે.
નિશ્ચય નય - એકાન્ત સર્વગુરુ કોઈપણ વસ્તુ નથી ગુરુ એવા પથ્થરાદિનું પણ પ્રરમયોગથી ઉધ્વદિગમન દેખાય છે. એકાન્ત લઘુ પણ નથી, લઘુ બાષ્પાદિનું પણ ઠરતાં અનાદિથી અધોગમનાદિ દેખાય છે. તેથી એકાંતે ગુરૂ-લઘુ કોઈ વસ્તુ નથી એટલે નિશ્ચયનયની આ પરિભાષા છે કે આ લોકમાં જે કાંઈપણ ઔદારિકવર્ગણાદિક અથવા પૃથ્વી-પર્વતાદિક બાદરવસ્તુ છે તે સર્વ ગુરુલઘુ દ્રવ્ય છે, શેષ ભાષા-શ્વાસોચ્છવાસમનોવર્ગણાદિક પરમાણુ-યણુક-આકાશાદિ સર્વ વસ્તુ અગુરુલઘુ દ્રવ્ય છે.