________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૫૨૮ - • વ્યવહારવાદી :- હે નિશ્ચયમતવાદિ ! જો એકાન્તગુરુ-એકાન્તલઘુ દ્રવ્ય સર્વથા નથી તો પછી ઉપર-નીચે જીવોનું-પુદ્ગલોનું ગમન કરી રીતે થાય ? જો ઉપર સૌધર્મદેવલોકાદિમાં લઘુકર્મી જીવોનું ગમન આગમમાં કહ્યું છે અને ગુરુકર્મીઓનું સાતમીનારકાદિમાં ગમન કહ્યું છે અથવા એમ શા માટે કહેવું ? સર્વ શાસ્ત્રવેત્તાઓનું આ પ્રસિદ્ધ જ છે કે જીવો અને પુદ્ગલો પણ ઉપર-નીચે જનારા પ્રાયઃ ઉર્ધ્વલોકાન્તથી અઘોલાકાન્ત સુધી જાય છે. અને અધોલોકથી ઉર્ધ્વ લોકાન્ત સુધી જાય છે. પ્રાયઃ ગ્રહણથી અનુશ્રેણી તિર્યક્ પણ જાય છે. તેથી ગુરુતાના અભાવે એ નીચે કઈ રીતે જાય અને લઘુતાના અભાવે ઉપર કઈ રીતે જાય ? તેથી વ્યવહારની જેમ તમારે પણ ગુરુ આદિ ચારે પ્રકારની વસ્તુ માનવી જોઈએ.
૨૫૪
ઉત્તર-૫૨૮ – નિશ્ચયનયવાદિ-અહીં દ્રવ્યોની ગુરુતા-લઘુતા કોઈ અન્ય જ છે. અને વીર્યપરિણામ અન્ય છે. અને તેમનો ગતિપરિણામ પણ અન્ય છે. અવશ્ય ગુરુત્વ-લઘુત્વ નિમિત્ત નથી. કેમકે, ૫૨મલઘુ અણુઓનું પણ અધોગમન થાય છે. ત્યાં અધોગમનના પરિણામની ઉત્કટતા છોડીને અન્ય ક્યો હેતુ છે ? તેમ, સ્થૂળતર, બાદરનું પણ બાદરપણાથી ગુરુનું પણ છે. ધૂમાદિ જે ઉપર જાય છે ત્યાં પણ ઉર્ધ્વગતિ પરિણામની ઉત્કટતા છોડીને કોઈ પ્રયોજન નથી. એનાથી અન્નો રિળામો નાવલ્લું ગુરુતદ્ઘનિમિત્તો એ વાત સમર્થિત થાય છે. અને ગતિપરિણામથી ગુરુ-લઘુતાનું અતિક્રમણ ઉપલક્ષણ છે. એટલે ઉત્કટ સ્થિતિ પરિણામથી પણ ગુરુતા ના અતિક્રમ બતાવે છે. જો ગુરુતા અધોગતિનું કારણ મનાય તો મહાગુરુ એવા આનત દેવલોક-ઇષત્ પ્રાક્ભારપૃથ્વી આદિ નીચે કેમ જતા નથી ? તેથી ત્યાં પણ ઉત્કટ સ્થિતિપરિણામ જ ગુરુતાને અતિક્રમીને તેમાં અવસ્થિતિ કરે છે.
અત્યંત નાના શરીરવાળો મહાવીર્યવાળો દેવ કોઈ મહાશૈલને કઈ રીતે ઉપાડે છે. અને ઉપાડીને ઉપર કઈ રીતે નાખે છે ? અર્થાત્ ગુરુતાદિ અધોગતિ આદિનાં કારણો થાય તો એ મહાશૈલ પોતાની ગુરુતાથી મહાવીર્યવાળા દેવને પણ દબાવીને નીચે જ જાય. હવે જો તું માને કે આ તો દેવ સંબંધી મહાવીર્ય છે, એટલે ગુરુપર્વત પણ ઉપર ઉછાળાય છે. તો પછી એકાન્તે અધોગતિમાં કારણ ગુરુતા જ છે કે એકાન્તે ઉર્ધ્વગતિમાં કારણ લઘુતા જ છે. એ વાત ક્યાં રહી ? તો પછી શું છે ? દેવાદિગત વીર્ય એ જ વાત આવી, તેથી ઉક્તન્યાયે દેવાદિગત અધિક વીર્ય વસ્તુ-ગુરુલઘુનું ગતિ વિપર્યય કરે છે. તે રીતે ગતિ-સ્થિતિ પરિણામ પણ અધિક એવો વસ્તુઓની ગુરુલઘુતાનો ગતિવપર્યય કરે જ છે. જેમ ભારી પર્વતમાં દેવના વીર્યથી વિપર્યય બતાવ્યો એમ લઘુ બાષ્પાદિમાં પણ કરતાડિત દેવદત્તાદિના વીર્યથી ગતિ વિપર્યય જોવો. તેથી ગુરુતાદિ એકાન્તેઽધોગતિ આદિનું કારણ નથી. દેવાદિગત વીર્ય