________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૧૫ भंते ! कइविहा सण्णा पन्नत्ता ? । गोयमा ! दसविहा, तं जहा आहारसण्णा, भयसण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा, कोहसण्णा, माणसण्णा, मायासण्णा, लोहसण्णा, મોદUST, નો સUST એમ બેઈન્દ્રિયાદિની પણ જાણવી. તો એ અસંશી કઈ રીતે? અને તેઓ અનેકસ્થાને તે તે પ્રદેશોમાં આગમમાં કહ્યા છે, તો આ કઈ રીતે?
ઉત્તર-૪૫૭ – તે દશવિધ સંજ્ઞા કોઈક ઓધસંજ્ઞારૂપ થોડી છે. એટલે અહીં અધિકાર નથી તેનાથી સંજ્ઞી કહી શકાય. જેમ કોઈ પાસે કોડીમાત્ર દ્રવ્ય હોય તો લોકમાં પણ તે ધનવાન કહેવાતો નથી, આહારાદિ ૪ સંજ્ઞા ઘણી હોય તો પણ તે સંજ્ઞાઓથી સંજ્ઞી કહેવાતો નથી, કારણ કે, મોહાદિજન્ય હોવાથી તે વિશિષ્ટ નથી અવિશિષ્ટ સંજ્ઞાથી સંજ્ઞી ન કહી શકાય. લોકમાં પણ સામાન્ય મૂર્તિ માત્રથી રૂપવાન કહેવાતો નથી.
પ્રશ્ન-૪૫૮ – તો કેવી સંજ્ઞાથી સંશી કહેવાય?
ઉત્તર-૪૫૮– જેમ લોકમાં ઘણાદ્રવ્યવાળો જ ધનવાન કહેવાય છે અને પ્રશસ્તરૂપવાળો રૂપવાન કહેવાય છે તેમ અહીં પણ મોટી અને સુંદર જ્ઞાનાવરણ ક્ષયોપશમજન્ય મનોજ્ઞાન સંજ્ઞાથી જ સંજ્ઞી કહેવાય છે. સંજ્ઞા એટલે મનોવિજ્ઞાન એવી મોટી અને સારી સંજ્ઞાથી જ સંજ્ઞી કહેવાય છે. બીજી સંજ્ઞાઓથી નહિ માટે મનોવિજ્ઞાનરૂપ સંજ્ઞા જેમને હોય તે સંજ્ઞી કહેવાય છે, તે સિવાયના નહિ.
(૧) દીર્ઘકાલિકી સંજ્ઞા :- જેના દ્વારા લાંબા અતિતકાળને સ્મરે છે અને ભવિષ્યકાળને વિચારે છે કેવી રીતે કરવું ? એમ એ ચિંતાને આશ્રયીને અતીત-અનાગત વસ્તુવિષય દીર્ઘકાળ જેમાં છે તે દીર્ઘકાલિકી સંજ્ઞા અથવા કાલિકસંજ્ઞા કહેવાય છે. જેને આ સંજ્ઞા હોય છે તે કાલિકસંજ્ઞી કહેવાય છે કે જે કોઈ મનોજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી મનોલબ્ધિસંપન્ન મન યોગ્ય અનંત સ્કંધોને મનોવર્ગણાઓથી ગ્રહણ કરીને મન તરીકે પરીણમાવી ચિતનીય વસ્તુનું મનન કરે છે તે કાલિકસંજ્ઞી ગર્ભજ તિર્યંચ-મનુષ્ય, દેવ, નારક હોય છે. પ્રશ્ન-૪૫૯ – એવા સંશીનું શું થાય છે?
ઉત્તર-૪૫૯- જેમ પ્રદિપાદિથી પ્રકાશન દ્વારા દેખાયેલા ઘટ-પટ વગેરે રૂપમાં ચક્ષુવાળા જીવને પણ લબ્ધિ ઉત્પન્ન થાય છે તેમ મનોવિજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમવાળા જીવને ચિન્તાના પ્રવર્તક મનતરીકે પરિણત મનોદ્રવ્યથી પ્રકાશિત શબ્દ-રૂપાદિ અર્થમાં મન-પાંચ ઇન્દ્રિય ભેદથી ત્રિકાળ વિષય છ પ્રકારનો ઉપયોગ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન-૪૬૦ - શું અસંશિને સર્વથા ઇન્દ્રિયોપલબ્ધિ ન હોય?