________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૧૯
ઉત્તર-૪૭૧ – બધા આગમમાં આ સંજ્ઞી છે એવો વ્યવહાર બધો ય પ્રાયઃ બહુલતાથી કાલિકકોપદેશથી જ કરાય છે, એટલે પહેલા તે કાલિકોપદેશ જ કરાયો છે. અર્થાત્ સ્મરણચિંતાદિ દીર્ઘકાલિકજ્ઞાન સહિત મનવાળો પંચેન્દ્રિય સંજ્ઞી કહેવાય છે એવો આગમમાં વ્યવહાર છે, અસંજ્ઞી તો અસહ્ય પ્રતિષેધ આશ્રયીને જો કે એકેન્દ્રિયાદિ પણ હોય છે તો પણ સમનસ્કસંજ્ઞી તો પંચેન્દ્રિય જ હોય છે તેથી પર્યદાસના આશ્રયથી પણ અમનસ્ક સમુચ્છિમ પંચેન્દ્રિયનો અસંજ્ઞી તરીકે જ વ્યવહાર કરાય છે. આવો સંજ્ઞી-અસંગ્નિવ્યવહાર દીર્ઘકાલોપદેશમાં જ ઘટે છે, એટલે સૂત્રમાં પ્રથમ દીર્ઘકાલિકી સંજ્ઞા જ કહી છે અને તેના અનુસાર અહીં પણ નિર્દેશ છે. . (પ-૬) સમ્યકશ્રુત-મિથ્યાશ્રુત :- અંગપ્રવિષ્ટ-આચારાંગાદિ ઋત, અનંગપ્રવિષ્ટ (અંગબાહ્ય) આવશ્યકાદિ શ્રત. એ બંનેય સ્વામિચિંતાથી નિરપેક્ષ સ્વભાવથી જ સમ્યદ્ભુત છે. લૌકિક ભારતાદિ સ્વભાવથી મિથ્યાશ્રુત છે. સ્વામિત્વચિંતામાં લૌકિક ભરતાદિમાં અને લોકોત્તર આચારાદિમાં ભજના જાણવી. સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ ભરતાદિ પણ સમ્યદ્ભુત કહેવાય છે. કેમકે, તે તેના સાવદ્યભાષિત-ભવહેતુત્વાદિ યથાવસ્થિત વસ્તુસ્વરૂપના બોધથી વિષયવિભાગથી તેની યોજના કરે છે, અને મિથ્યાષ્ટિ એ ગ્રહણ કરેલ આચારાંગાદિ શ્રુત પણ મિથ્યાશ્રુત થાય છે. કારણ કે, તે મિથ્યાદૃષ્ટિ તે આચારાંગાદિ શાસ્ત્રને યથાવસ્થિત તત્ત્વબોધના અભાવે વિપરિતપણે યોજના કરે છે.
સમ્યક્તના પાંચ પ્રકારો
સમ્યક્ત પાંચ પ્રકારે હોય છે – (૧) ઔપશમિક (૨) સાસ્વાદન (૩) લાયોપથમિક (૪) વેદક (૫) ક્ષાયિક
(૧) પથમિક સમ્યક્ત :- ઉદય પામેલા મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય અને બાકીના કર્મને અનુદય અવસ્થામાં લાવવા, તે કર્મનો ઉપશમ તે ઉપશમથી નિવૃત ઔપશમિક. ઉપશમશ્રેણીમાં રહેલાને દર્શન-સપ્તક (ચાર અનંતાનુબંધી, સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય)નો ઉપશમ થતા ઔપશમિક સમ્યક્ત થાય છે.
પ્રશ્ન-૪૭૨ – શું તે ઉપશમશ્રેણીમાં રહેલાને જ થાય છે?
ઉત્તર-૪૭૨ – એમ નથી, કોઈ જીવ અનાદિમિથ્યાદષ્ટિ છતો ન કરેલા ત્રણપુંજવાળોમિથ્યાત્વમોહનીયના ન કરેલા શુદ્ધ-અશુદ્ધ મિશ્ર ત્રણ પુંજ વિભાગવાળો હોય, અને જેણે મિથ્યાત્વનો પણ ક્ષય નથી કર્યો તે ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરે છે. અંતરકરણમાં પ્રવેશ કરતાં તેને ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત થાય છે. ખપાવેલા મિથ્યાત્વવાળો પણ ત્રણjજવગરનો