________________
૨૨૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૪૭૫– સાચું છે, પરંતુ મિથ્યાત્વ સ્વભાવ રહિત શુદ્ધપુજના સ્વરૂપથી અનુદયથી તેનો પણ અનુદીર્ણતા તરીકે ઉપચાર કરાય છે. અથવા અવિશુદ્ધ અને મિશ્રપુંજરૂપ એ બે મિથ્યાત્વનું જ અનુદીર્ણત્વ સમજવું. સમ્યક્તનું ઘટતું નથી તે તો મિથ્યાત્વ સ્વભાવ રહિત હોવાથી ઉપશાંત જ છે.
પ્રશ્ન-૪૭૬ - તે કઈ રીતે?
ઉત્તર-૪૭૬ – જે મિથ્યાત્વ ઉદયમાં આવેલું છે તેનો ક્ષય અને શેષ અવિશુદ્ધ મિશ્ર એ બે પુંજરૂપ મિથ્યાત્વનો અનુદય મજુર્વ 3 એમ ચ શબ્દનો વ્યવહિત પ્રયોગ હોવાથી શુદ્ધપુંજલક્ષણ, ઉપશાંત દૂર કરેલા મિથ્યાસ્વભાવવાળું મિથ્યાત્વ એમ સુંદર રીતે થાય છે.
એ રીતે ઉદીર્ણમિથ્યાત્વનો ક્ષય અને અનુદીર્ણનો ઉપશમ, આ બે સ્વભાવનો જે મિશ્રીભાવ એકત્વમિથ્યાત્વ લક્ષણ ધર્મિમાં જે મિશ્રીભાવપણે પરિણત થયેલો વેદ્યમાન ત્રુટિતરસ શુદ્ધપુંજ લક્ષણ મિથ્યાત્વ પણ ક્ષય-ઉપશમ દ્વારા નિવૃત્ત હોવાથી ક્ષાયોપથમિક સમ્યક્ત કહેવાય છે. કારણ કે શોધેલા મિથ્યાત્વપુગલો અતિસ્વચ્છવસ્ત્રની જેમ યથાવસ્થિત તત્ત્વરૂચિ અધ્યવસાય રૂપ સમ્યક્તના આવારક થતા નથી. એટલે ઉપચારથી તેઓ પણ સમ્યક્ત કહેવાય છે.
પ્રશ્ન-૪૭૭ – ઉદીર્ણ મિથ્યાત્વના ક્ષયે અને અનુદીર્ણના ઉપશમને અહીં ક્ષાયોપથમિક સમ્યકત્વ કહ્યું છે, પૂર્વે કહેલું પથમિક પણ તેવું જ છે એ બંનેમાં વિશેષ શું છે?
ઉત્તર-૪૭૭ – તમે વિચાર્યાવગર બોલો છો. કારણ કે મીસીમાવરિયં વેડુંન્નત નવમોસમ એ વચનથી અહીં શુદ્ધપુંજની ઉદ્દેલના કહી છે, ત્યાં તો તે સર્વથા છે જ નહિ. એટલો મોટો વિશેષ છે અને બીજું ઔપથમિક સમ્યક્તમાં મિથ્યાત્વ પ્રદેશોદયથી પણ વેદાતું નથી, અહીં તો પ્રદેશોદયથી તે પણ વેદાય છે.
(૪) વેદક સમ્યક્ત - સમ્યક્તના પુદ્ગલોનો ચરમ અંશને વેદનારનું સમ્યક્ત તે વેદક સમ્યકત્વ. તે ક્ષપકશ્રેણી શરૂ કરેલ જીવને અનંતાનુબંધી ૪ તથા મિથ્યાત્વ-મિશ્ર પંજો ખપતાં છતાં સમ્યક્ત પુંજ પણ ઉદરી-ઉદીરીને અનુભવીને ક્ષય કરે છે, ત્યારે ઉદીરણા યોગ્ય કર્મની ચરમપુદ્ગલાવસ્થા થાય છે. અર્થાત્ પ્રાય કરીને ક્ષય કરેલા દર્શન સપ્તકવાળાને સમ્યક્તપુંજના ચરમ અંશ માત્રને અનુભવતા વેદક સમ્યક્ત થાય છે.
પ્રશ્ન-૪૭૮ - તો ક્ષાયોપથમિક સમ્યકત્વમાંને એનામાં ફરક શું છે? સમ્યક્તપુંજના પુદ્ગલનું અનુભવન તો બંનમાં સમાન છે?