________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૨૫ નયોની વિચારણા નિત્યવાદી દ્રવ્યથાસ્તિકનય :- દશાશ્રુતમનાદ્રિ મપર્યત , નિત્યસ્વાત, પજ્ઞાતિવત, જે જીવદ્રવ્યોએ શ્રત ભર્યું, જે ભણે છે, જે ભણશે, તેમનો ક્યારેય-નાશ થતો નથી એટલે તે અનાદિ છે અને અપર્યન્ત છે તેથી, તેના પર્યાયભૂત શ્રત પણ અનાદિ-અપર્યન્ત તેના અવ્યતિરેકથી તેવારૂપનું જ છે. સર્વથા અસત્ કાંઈ ઉત્પન્ન થતું નથી નહિ તો રેતીમાંથી ય તેલ નીકળવા માંડશે અને સત્ વસ્તુનો અત્યંતાભાવ થતો નથી નહિતો સર્વશૂન્ય થઈ જાય. જ્યારે જે દેવ-નારકાદિક અને ઘટ-પટાદિ નાશ પામે છે તે ત્યારે જો સર્વથા નિરન્વય થાય તો કાલ અપર્યવસિત હોવાથી ક્રમે સર્વજીવરાશિના નાશથી આખું વિશ્વ શૂન્ય થઈ જાય, તેથી શ્રુતના આધારભૂત દ્રવ્યો સર્વદા હોવાથી તેનાથી અવ્યતિરેક એવા શ્રતની પણ તરૂપતા જ છે. અર્થાત્ અનાદિ-અનંત છે.
અનિત્યવાદિ પર્યાયાસ્તિકાય:- સતિ, પર્યક્ત ૨ શ્રુતમ્, નીવનિત્યત્વા, નારવિતિ પર્યાયવ, શ્રુતજ્ઞાનિઓનાં નિરંતર અપરાપર દ્રવ્યાદિ ઉપયોગો ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. તેનાથી અલગ કોઈ શ્રત નથી, તેના કાર્યભૂત જીવાદિતત્ત્વાવબોધ અન્યત્ર ન દેખાવાની તેની અપ્રાપ્તિ છતાં તેની કલ્પના કરવામાં અતિવ્યાપ્તિ આવે છે. માટે, દ્રવ્યાદિમાં હૃતોપયોગ સાદિ સપર્યવસિત જ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવોને આશ્રયીને શ્રુતના સાદિ-અનાદિ સ્વરૂપની વિચારણા
એ ચારેથી શ્રુત સાદિ-અનાદિ, સાંત-અનંત છે. દ્રવ્યથી શ્રુત એક-અનેક પુરુષ દ્રવ્યાશ્રયીને વિચારવું એક પુરુષાશ્રયી શ્રુત સાદિ-સાંત હોય છે.
પ્રશ્ન-૪૮૩ – તે કઈ રીતે?
ઉત્તર-૪૮૩ – કોઈ ચૌદપૂર્વી સાધુ મરીને દેવલોકમાં ગયો. ત્યાં તે પૂર્વાધીત શ્રુત સર્વ સ્મરતો નથી, તે પુનરેવદ્રાન્નક્ષને કલ્પચૂર્ણિ તથા કોટ્યાચાર્ય વ્યાખ્યાન અનુસાર- રેશે સૂત્રાર્થે સૂત્રમાત્રાતીતિ અર્થાત્ કલ્પચૂર્ણિના મતે અગિયાર અંગરૂપ અને કોટ્યાચાર્યના મતે સૂત્ર માત્રની આદિ અથવા અડધું સૂત્ર સાંભરે છે. આ પૂર્વગત સૂત્રાપેક્ષા સંભવે છે નહિતો કલ્પ સાથે વિરોધ આવે. મનુષ્ય જન્મમાં ભજના થાય છે. યથોક્ત દેશ સ્મરે છે કે નથી પણ સ્મરતો.
પ્રશ્ન-૪૮૪ – શું દેવત્વ પ્રાપ્તને જ આ રીતે સૂત્રનો પ્રતિપાત થાય કે આ ભવમાં ય થાય ?
ભાગ-૧/૧૬