________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૩૫ અચક્ષુદર્શનથી શ્રુતજ્ઞાનને જોવે છે. તેમનો આ મત અયોગ્ય કથનવાળો હોવાથી સ્વચ્છંદતા માત્ર છે.
નમ્ પાઠ માનવાવાળાને મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનની ઇન્દ્રિય-મનો નિમિત્તતાસામ્યથી અચક્ષુદર્શન સમાન છતાં તે અચદર્શનથી મતિજ્ઞાની કેમ જોતા નથી ? અથવા શ્રુતજ્ઞાની તેનાથી કઈ રીતે દેખે છે. જો શ્રુતજ્ઞાનની તેનાથી દેખે તો મતિજ્ઞાની પણ જોવે એ જો ન જોવે તો મતિજ્ઞાની પણ ન જોવે. ન્યાય તો બંને સ્થળે સમાન જ છે તો આ ભેદ શા માટે કર્યો કે અચક્ષુદર્શન સમાન છતાં તેનાથી એક દેખે બીજે ન દેખે ? તેથી ના ન પાડું એ પાઠ જ બરાબર છે.
અથવા પ્રજ્ઞાપનામાં કહેલી પશ્યતાને આશ્રયીને શ્રુતજ્ઞાનમાં પણ પશ્યતા કહેલી છે તેથી શ્રુતજ્ઞાનમાં પણ પશ્યતા ઘટે છે ગાડું પાસડુ પાઠ ઘટે છે. પ્રજ્ઞાપના પદ-૩૦ નું સૂત્ર - कइविहा णं भंते ! पासणया पण्णत्ता ? गोयमा ! दुविहा तं जहा-सागार पासणया य अणागारपासणया य । सागारपासणया णं भंते ! कइविहा पण्णत्ता ? । गोयमा ! छव्विहा पण्णात्ता, तं जहा-सुयनाण सागारपासणया, ओहि-मणपञ्जव-केवलनाणसागारपासणया, सुयअन्नाणविभंगनाण सागारपासणया य । अणागारपासणया णं भंते ! कइविहा पण्णात्ता ? गोयमा ! तिविहा पण्णात्ता, तं जहा-चक्खुदसण-ओहिइंसण-केवलइंसणअणागारपासणया ।
પ્રશ્ન-૫૦૨ – પાસUTયા શબ્દનો અર્થ શું છે?
ઉત્તર-૫૦૨ – પશ્યતા–ઉપયોગ. જેમ ઉપયોગશબ્દથી સાકાર-અનાકાર ભેદથી ભિન્ન ઉપયોગ કહેવાય છે તેમ પશ્યતા શબ્દથી પણ કહેવાય છે.
પ્રશ્ન-૫૦૩– જો એમ હોય તો એ બંને પર્યાયવાચી છે તો ઉપયોગથી પશ્યતા અલગ કેમ કહી?
ઉત્તર-૫૦૩- સાચીવાત છે, પરંતુ સાકરોપયોગ ૮ પ્રકારનો કહ્યો છે અને સાકારપશ્યતા મતિજ્ઞાન-મતિઅજ્ઞાન વિના ૬ પ્રકારની કહી છે. અનાકારોપયોગ પણ ૪ પ્રકારે કહ્યો છે
જ્યારે અનાકાર પશ્યતા ૩ પ્રકારની કહી છે એમાં અચક્ષુદર્શન કહ્યું નથી. પશ્યતા શબ્દ દશ-પેક્ષણ આ ધાતુથી બને છે પ્રકૃઈ વેક્ષ' આવું ઉત્કૃષ્ટ જોવાપણું ત્રિકાળવિષયમાં શીધ્ર જ અર્થ જાણવામાં પટુતર અવબોધ હોય ત્યારે થાય છે, મતિજ્ઞાન-અજ્ઞાન પ્રાયઃ સાંપ્રતકાલ વિષયમાં જ થાય છે. એટલે એ બંનેમાં પશ્યતા નથી. જેમ ચક્ષુનો શીધ્ર અર્થપરિચ્છેદ છે તેમ શેષેન્દ્રિયોનો નથી થતો. મનની તો શીધ્રપરિચ્છેદમાં પણ અનાકારતા પશ્યતા વિવક્ષિત નથી. ત્યાં માત્ર ઉપયોગની જ વિવક્ષા છે એટલે અચક્ષુદર્શનમાં પણ પશ્યતા નથી. આ