________________
૨૪૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અવધિગોચર કાળ વધતા છતાં નિયમા ક્ષેત્રાદિ ૪ની અવશ્ય વૃદ્ધિ થાય છે. કાળથી સૂક્ષ્મ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ અનુક્રમે ક્ષેત્ર-દ્રવ્ય અને પર્યાયો છે. જેમકે-કાળ સમયપણ વધતાં ઘણા ક્ષેત્ર પર્યાયોની વૃદ્ધિ થાય જ. કેમકે પ્રતિદ્રવ્ય ઘણા પર્યાયો છે. અને ક્ષેત્રવૃદ્ધિથી દ્રવ્ય વૃદ્ધિ અવશ્ય થાય જ. કેમકે, દરેક આકાશ પ્રદેશ દ્રવ્યની પ્રચુરતા હોય છે, અને દ્રવ્ય જો વધે તો પર્યાયો તો વધવાના જ. કેમકે, દ્રવ્ય કરતાં પર્યાયો તો હંમેશા વધુ જ રહેવાના.
પ્રશ્ન-૫૧૯- જો એમ હોય તો કાળ વધતા શેષ ક્ષેત્રાદિ ૩ ની વૃદ્ધિ થાય છે એમ જ કહેવું ઉચિત છે, ૪ ની વૃદ્ધિ શા માટે કહો છો?
ઉત્તર-૫૧૯ – સાચી વાત છે, પરંતુ આ સામાન્યવચન છે જેમકે દેવદત્ત જમતે છતે આખું કુટુંબ જમ્મુ. નહિ તો અહી પણ દેવદત્તથી શેષ પણ કુટુંબ જમે છે એવું કહેવાય, એટલે દોષ નથી.
અવધિ ગોચર ક્ષેત્રની વૃદ્ધિમાં કાળની ભજના છે વધે કે ન વધે, ઘણુ ક્ષેત્ર વધતાં કાળ વધે છે. થોડામાં નહિ. નહિતો, જો ક્ષેત્રની પ્રદેશાદિવૃદ્ધિમાં કાળની નિયમા સમયાદિવૃદ્ધિ થાય ત્યારે અંગુલમાત્રાદિક ક્ષેત્ર વધતાં કાળની અસંખ્ય ઉત્સર્પિણી –અવસર્પિણીઓ વધે કહે છે-અંગુત્તસેઢીમિત્તે મોસMળી અસંવેન્ગા (ગા.૬૨૧) અંગુલ પ્રમાણ શ્રેણીના પ્રદેશોનો અપહાર કરતાં અસંખ્યાત ઉત્સર્પિણી થાય, તો આવલિયા અંગુલપુહુર્ત (ગા.૮૦૮) સાથે વિરોધ થાય તેથી ક્ષેત્રવૃદ્ધિમાં કાળવૃદ્ધિની ભજના કરવી, દ્રવ્ય-પર્યાયો તો તેની વૃદ્ધિમાં નિયમા વધે જ છે. અને દ્રવ્ય-પર્યાયોની વૃદ્ધિમાં ક્ષેત્ર-કાળની ભજના કરવી. વધે કે ન વધે જેમકે ક્ષેત્ર-કાળ અવસ્થિત છતાં તેવા પ્રકારના શુભ અધ્યવસાયથી લોયપશમ વધતાં દ્રવ્ય વધે જ છે. એટલે પર્યાયો પણ વધે જ જઘન્યથી પણ અવધિના એક-એક દ્રવ્યથી ૪ પર્યાયો મળે છે, પર્યાયવૃદ્ધિમાં દ્રવ્યવૃદ્ધિની ભજના છે થાય કે ન થાય. કારણ કે દ્રવ્ય અવસ્થિત હોય તો પણ તેવા પ્રકારના ક્ષયોપશમની વૃદ્ધિમાં પર્યાયો વધે જ છે.
પ્રશ્ન-૫૨૦ – સંમવિનિયા ગાથા ૬૦૮ થી પરસ્પરસંબદ્ધ હોવાથી અવધિના વિષયતરીકે કહેલા જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ક્ષેત્ર-કાળના પ્રદેશો અને સમયોની સંખ્યાને આશ્રયીને જે માને છે તે પરસ્પર તુલ્ય છે હીન છે, કે અધિક છે?
ઉત્તર-પ૨૦ – કાળ સૂક્ષ્મ છે. એટલે કમળની સો પાંદડીના ભેદમાં પ્રતિપાંદડીના ભેદમાં અસંખ્ય સમય લાગે છે એમ બતાવાય છે. અતિસૂક્ષ્મ હોવાથી તે અલગ કરી શકાતા નથી, તો પણ તે કાળથી ક્ષેત્ર સૂક્ષ્મતર હોય છે. કારણ કે અંગુલ માત્ર ક્ષેત્રમાં જે પ્રદેશો છે તેમાં પ્રતિપ્રદેશ સમય એક એક પ્રદેશના અપહારની ગણનાથી પ્રદેશપરિમાણ