________________
ગુજરાતી પ્રશ્નોત્તર
કાલથી દિવાસન્ન જોતો ક્ષેત્રથી ગાઉ પ્રમાણ દેખે. કાળથી દિવસપૃથક્ત્વ જોતા ક્ષેત્રથી યોજન પૃથક્ક્સ દેખે. કાળથી પક્ષાન્ત જોતો ક્ષેત્રથી ૨૫ યોજન દેખે. કાળથી પક્ષને જોતો ક્ષેત્રથી સંપૂર્ણ ભરતક્ષેત્રને દેખે. કાળથી દોઢમાસ જોતો ક્ષેત્રથી જંબુદ્વીપને દેખે.
કાળથી વર્ષ જોતો ક્ષેત્રથી મનુષ્યલોકને દેખે.
કાળથી વર્ષ પૃથક્ક્સ જોતો ક્ષેત્રથી રુચકીપ સુધી દેખે. અથવા કાળથીં ૧૦૦૦ વર્ષ જોતા રૂચક દ્વીપ સુધી જોવે એવો મત પણ છે.
પ્રશ્ન-૫૧૭ – અમૂર્ત ક્ષેત્ર-કાળને અવિધ કઈ રીતે દેખે કારણ કે તે તો મૂર્તપદાર્થાવલમ્બી
છે ?
૨૪૫
ઉત્તર-૫૧૭ અંગુલના અસંખ્ય ભાગાદિ ક્ષેત્ર દેખે છે અર્થાત્ તેટલા ક્ષેત્રમાં જે પ્રસ્તુત અવધિજ્ઞાન જોવા યોગ્ય જે પુદ્ગલ દ્રવ્યો છે તેને જ એ દેખે છે. આવલિકાના અસંખ્ય ભાગાદિ ભૂત-ભવિષ્ય કાળને દેખે છે. અર્થાત્ તે પુદ્ગલદ્રવ્યોના જે પ્રસ્તુત અધિના જોવા યોગ્ય પદાર્થો છે તેને ભૂત અને અનાગત એટલા કાળનાં એ જોવે છે. આ રીતે સર્વત્ર ક્ષેત્ર-કાળમાં જોડવું. અર્થાત્ ક્ષેત્રમાં કાળ અને કાળમાં ક્ષેત્રની યોજના કરવી.
-
પ્રશ્ન-૫૧૮ – સંધ્યેયકાળ તો સંવત્સર-માસાદિરૂપ પણ હોય છે, તો પછી વિશેષણ માટે કરાયેલો તુ શબ્દ શું વિશેષ કરે છે ?
ઉત્તર-૫૧૮ સંધ્યેયકાળ અહીં ૧૦૦૦ વર્ષ પછીનો ગ્રહણ કરાય છે. એટલે જ પૂર્વગાથામાં વાસસહસ્સું ન યમ્મિ એવો પાઠાંતર છે. તે હજા૨વર્ષથી ઉપર રહેલો સંખ્યાત કાળ અવધિવિષય પ્રાપ્ત થતે છતે ક્ષેત્રથી તે જ અવધિના વિષયક દ્વિપ-સમુદ્રો પણ સંધ્યેય થાય છે. તથા પલ્યોપમ આદિ રૂપ અવધિવિષય અસંખ્યકાળ હોતે છતે જ ક્ષેત્રથી ભજના હોય છે. એટલે કે કોઈક મનુષ્યને અસંખ્યાતકાળ સુધીનું અવધિજ્ઞાન પ્રાપ્ત થતાં ક્ષેત્રથી પણ અસંખ્યેય દ્વીપ-સમુદ્ર વિષય-અવધિ ઉત્પન્ન થાય છે. ક્યારેક મોટા સંખ્યાતા દ્વીપસમુદ્ર સુધીનું જ્ઞાન થાય છે, ક્યારેક તો અતિમહાન એક દ્વીપ-સમુદ્ર સુધીનું જ્ઞાન થાય છે, ક્યારેક તેનો એક દેશ પણ અવધિજ્ઞાનનો વિષય બને છે. સ્વયંભૂરમણના તિર્યંચનો અવધિ વિષય જાણવો. અથવા સ્વયંભૂરમણ વિષયક મનુષ્યનું બાહ્યાવધિ અથવા તે વિષયવાળું મનુષ્યનું અસંબંદ્ધ અવિષે જાણવું પરંતુ યોજનાપેક્ષા તો સર્વ પક્ષોમાં અસંખ્યેય ક્ષેત્ર દ્રવ્ય જ છે.