________________
૨૪૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૫૧૫ – અવધિ તો રૂપી દ્રવ્યો જ જુએ છે અને ક્ષેત્ર તો અમૂર્ત છે એટલે ક્ષેત્ર તેનો વિષય કઈ રીતે થાય?
ઉત્તર-૫૧૫ - અવધિનું જે ક્ષેત્ર કહેવાય છે તે તેનું સામર્થ્ય માત્ર જ ગણાય છે. જો એટલા ક્ષેત્રમાં જોવાયોગ્ય કાંઈ પણ રૂપી દ્રવ્ય હોય તો અવધિજ્ઞાની દેખે, અલોકમાં જોવા યોગ્ય કાંઈ નથી એટલે ત્યાં કાંઈ જોતા નથી તીર્થકરગણધરોએ આ અવધિ રૂપીદ્રવ્યના કારણરૂપ કહ્યો છે તે રૂપીદ્રવ્ય અલોકમાં નથી જ.
પ્રશ્ન-૫૧૬ - જો એમ હોય તો અવધિજ્ઞાન લોકપ્રમાણ થઈને તેનાથી આગળ વિશુદ્ધિવશથી લોકની બહાર પણ એ વધે છે તેને વૃદ્ધિનું ફળ શું? કારણ કે લોકની બહાર તો જોવા યોગ્ય એવી રૂપી વસ્તુનો અભાવ છે?
ઉત્તર-૫૧૬ – લોકની બહાર વિશુદ્ધિ વશ વધતો અવધિ લોકમાં રહેલા જ અધિક અને અધિકતર દ્રવ્ય દેખે છે તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ યાવત્ પરમાવધિ સર્વસૂક્ષ્મ પરમાણુ પણ દેખે છે એટલે તેની વૃદ્ધિનું તાત્ત્વિકફળ તે છે. અલોકમાં તો લોકપ્રમાણ અસંખ્યટુકડાઓમાં માત્ર દ્રવ્ય જોવાનું સામર્થ્ય જ તેનું છે. વિમધ્યક્ષેત્ર વિષયમાં કાલમાનઃ
અહીં, અંગુલ-ક્ષેત્રના અધિકારથી પ્રમાણાંગુલ કહેવાય છે. કેટલાકના મતે અવધિજ્ઞાનનો અધિકાર હોવાથી ઉત્સધાંગુલ લેવું એમ કહે છે, પણ અહીં એ બંને મતોમાંથી જે બહુશ્રુત કહે તે અંગુલ માનવું. અસંખ્ય સમયોના સમૂહ સ્વરૂપ કાલવિશેષને આવલિકા કહેવાય છે, અંગુલ અને આવલિકાનો અસંખ્ય ભાગ અવધિજ્ઞાની દેખે છે. અર્થાત્ તે અતીત-અનાગત. અંગુલાસંખ્યભાગ માત્ર ક્ષેત્રને જોતો અવધિજ્ઞાની આવલિકાનો અસંખ્ય ભાગ જ દેખે છે ક્ષેત્રકાળનું દર્શન ઉપચારથી કહેવાય છે. નહિ તો ક્ષેત્રમાં રહેલા દર્શન યોગ્ય દ્રવ્યો અને વિવક્ષિત કાળે રહેલા એવા તેના પર્યાયો અવધિજ્ઞાની દેખે છે, પણ ક્ષેત્ર-કાળને જોતા નથી. કેમકે, તે માત્ર મૂર્ત દ્રવ્યોને જ જોઈ શકે છે.
અંગુલના સંખેય ભાગમાત્ર ક્ષેત્ર ને જોતો અવધિજ્ઞાની કાળથી આવલિકાની સંખ્ય ભાગ જ દેખે.
ક્ષેત્રથી અંગુલને જોતો કાળથી એક આવલિકાના અંત સુધી દેખે. કાલથી આવલિકા જોતો ક્ષેત્રથી અંગુલ પૃથક્વ (બે થી નવ આંગળ) દેખે. કાલથી અંતર્મહંત જોતો ક્ષેત્રથી હસ્તપ્રમાણ દેખે.