________________
૨૪૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સમયે-ઉપલક્ષણથી અવસર્પિણીમાં બીજા તીર્થકરકાળ હોય છે, કારણ કે ત્યારે તે બાદરાગ્નિ જીવોના પ્રજવલન-જલાવવા આદિ આરંભવાળા સર્વ બહુ ગર્ભજ મનુષ્યો સ્વભાવિક જ હોય છે.
પ્રશ્ન-૫૧૨ – શું આટલા જ બદારાગ્નિ જીવો દ્વારા સર્વબહુ અગ્નિજીવોનું પરિમાણ પૂરાય છે કે સૂમાગ્નિ જીવો સાથે મળીને આટલું પ્રમાણ થાય છે? જો તેમની સાથે હોય તો તે અગ્નિકાય સામાન્ય પણ ગ્રહણ કરાય કે કોઈ વિશિષ્ટ જ ગ્રહણ કરાય?
ઉત્તર-૫૧૨ – ઉત્કૃષ્ટ સૂક્ષ્માગ્નિજીવો સ્વભાવથી જ કોઈ રીતે જ્યારે સંભવે ત્યારે જ તે બાદરાગ્નિજીવો સાથે સર્વબહુ અગ્નિજીવોનું પરિમાણ થાય છે. ભાવાર્થ-અનંતાનંતા અવસર્પિણીઓમાંથી બીજાતીર્થંકરનો તે જ કોઈ કાળ ગ્રહણ કરાય છે જ્યાં સૂક્ષ્માગ્નિ જીવો ઉત્કૃષ્ટ પદે પ્રાપ્ત થાય છે. તેથી તે સૂક્ષ્મઅગ્નિજીવો અને બાદર અગ્નિજીવો ઉત્કૃષ્ટ પદે મળેલા સર્વબહુ અગ્નિજીવોનું પરિમાણ થાય છે. તે સંભવતઃ બુદ્ધિથી ૬ પ્રકારની રચનાથી વ્યવસ્થાપાય છે તેથી બહુ ક્ષેત્રનું પુરણ કરે છે. ત્યાં ૫ પ્રકારો અનાદેશ છે અને છઠ્ઠો પ્રકાર શ્રુતાદેશરૂપ છે.
તે બધાય અગ્નિજીવો દ્વારા સમચતુરગ્ન ધન બે ભેદવાળો સ્થાપાય છે. અકાકાશપ્રદેશમાં એકૈકાગ્નિજીવરચનાથી અને સ્વઅવગાહમાં દેહના અસંખ્યાકાશપ્રદેશરૂપ એકૈક અગ્નિજીવ રચનાથી એમ બે ભેદવાળો સ્થપાય છે. સ્થાપના 8 8 8 આ નવે અગ્નિજીવો પ્રત્યેક એકએક આકાશ પ્રદેશોથી વ્યવસ્થાપિત થયેલા ઉપર-નીચે બીજા પણ ૯-૯ જીવો આ રીતે જ સ્થપાય છે. એટલે કલ્પનાથી ૨૭ છે વાસ્તવિક રીતે તો એક-એક આકાશ પ્રદેશમાં વ્યવસ્થાપિત થયેલા અસંખ્ય અગ્નિજીવો દ્વારા ધન થાય છે આ રીતે બીજો ધન જાણવો ફક્ત અહીં અસંખેય આકાશ પ્રદેશોમાં એક-એક જીવ સ્થપાય છે. એમ એક-એક આકાશ પ્રદેશમાં એક-એક જીવની સ્થાપનાની અસંખ્ય પ્રદેશાત્મક સ્વ અવગાહનાની સ્થાપનાથી પ્રતર પણ બે ભેદવાળો, સૂચિપણ બે ભેદવાળી થાય છે. આમ, ત્યાં ધનપ્રતરપક્ષ ચારભેદવાળો થાય છે. અને પાંચમો એક-એક આકાશ પ્રદેશમાં સ્થાપિત એક એક જીવ લક્ષણ સૂચિ થાય છે તે સૂચિપક્ષ પણ ન લેવો, ત્યાં બે દોષ આવે છે. જેમકે પાંચ પ્રકારે પણ આ સ્થાપનાથી સ્થાપેલા અગ્નિજીવો છએ દિશાઓમાં અવધિજ્ઞાનીના અસત્ કલ્પનાથી ભમતા થોડા જ ક્ષેત્રને સ્પર્શે છે (૧) દોષ છે, એક-એક આકાશ પ્રદેશમાં એક-એક જીવની સ્થાપનામાં આગમવિરોધ છે એ (૨) દોષ છે, કારણ કે અસંખ્ય આકાશ પ્રદેશો વિના આગમમાં જીવની અવગાહનાનો નિષેધ છે.
પ્રશ્ન-૫૧૩ – તો અસત્કલ્પનાથી પ્રદેશાવગાહ પણ ભલે થાય શું વાંધો છે?