________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૪૯
ઉત્તર-પર૩ – એક-એક ઔદારિકાદિની શરૂઆત અને અંતમાં અયોગ્ય દ્રવ્યો હોય છે. ૬૨૭મી ગાથામાં જણાવ્યા અનુસાર - તેયા-નાસત્રિા અંતર તૈજસ અને ભાષા દ્રવ્યની મધ્યના દ્રવ્ય ઉભયને અયોગ્ય છે.” એ વચનથી તૈજસ-ભાષાની વચ્ચે ઉભય અયોગ્ય દ્રવ્યો કહે છે, અર્થાત્ તૈજના અંતે અયોગ્ય દ્રવ્યો કહે છે. એટલે ઔદારિકાદિ સર્વના અંતને પ્રાપ્ત થાય છે. જેથી ભાષાની આદિમાં તેના અયોગ્ય ભણે છે. એથી સર્વ ઔદારિક આદિમાં શરૂઆતમાં તે જણાય છે. બંનેના વચ્ચેના બધાય ઉભય અયોગ્ય સમાન છતા જે જેની પાસે હોય તે તેના જેવી ગણાય છે. એટલે તેના આભાસથી તે તેને અયોગ્ય કહેવાય છે.
પ્રશ્ન-૫૨૪ – કર્મ અગ્રહણ વર્ગણાની ઉપર અન્ય વર્ગણા છે કે નહિ?
ઉત્તર-પર૪ – કર્મ અગ્રહણ વર્ગણાની ઉપર અધિક એક પરમાણુ ઉપચિત અતિસૂક્ષ્મ પરિણામ અનંત સ્કંધસ્વરૂપ પ્રથમ ધ્રુવ વર્ગણા હોય છે. પછી એક-એક વધતા પ્રત્યેક અનંત સ્કંધોથી બનેલી આ ઘુવવર્ગણાઓ પણ અનંત હોય છે. એટલે એ ધ્રુવ કહેવાથી પુર્વોક્ત કર્મવર્ગણાન્ત સુધી બધી જ વર્ગણાઓ ધ્રુવ છે એમ જાણવું. તે પણ આખા લોકમાં સદા સ્થિત છે. અને બીજું આ ધ્રુવવર્ગણાઓ અને કહેવાનારી અધુવાદિ સર્વે અગ્રહણવણાઓ છે, કેમકે અતિપ્રભુત દ્રવ્યોપચિત અને અતિસૂક્ષ્મપરિણામ હોવાથી સર્વજીવો દ્વારા ઔદારિકાદિ ભાવથી ક્યારેય પણ ગ્રહણ કરાતી નથી. એના પછી ઉપર આ રીતે જ ક્રમથી વધતી ધ્રુવ વર્ગણાથી અલગ અનંત અક્ષુવવર્ગણાઓ હોય છે. તથાવિધ મુદ્દગલપરિણામની વિચિત્રતાથી એ લોકમાં ક્યારેક ન પણ હોય. એટલે અપ્રુવ કહેવાય છે. પછી શૂન્ય-અશૂન્ય વર્ગણાઓ હોય છે. શૂન્ય-વ્યવહિત અંતરવર્ગણા એકોત્તર વૃદ્ધિથી સદા નિરંતર અનંત પ્રાપ્ત થાય છે. પરંતુ ક્યારેક એમનામાં એક-એક વૃદ્ધિ વચ્ચે-વચ્ચે તૂટે છે નિરંતર પ્રાપ્ત થતી નથી. એકએક વૃદ્ધિથી સર્વદા અશૂન્યાન્તરવર્ગણાઓ નિરંતર લોકમાં પ્રાપ્ત થાય છે, ક્યારેય વચ્ચેવચ્ચે તૂટતી નથી એના ઉપર ચાર ધ્રુવાન્તરવર્ગણાઓ અનુક્રમે અનંત-૨ હોય છે. જે સર્વકાળ ભાવિની અને નિરંતર એક-એક વૃદ્ધિવાળી વર્ગણાઓ હોય તે ધ્રુવાન્તર વર્ગણાઓ છે. પ્રથમ ધ્રુવાંતર વર્ગણાઓ અનંતી છે એ પ્રમાણે બીજી-ત્રીજી અને ચોથી પણ અનંતી છે. ધ્રુવવર્ગણાઓ જો કે પહેલા પણ કહી છે, પરંતુ આ તેમનાથી ભિન્ન જ છે, તેમાં અંતર્ભત નથી, એ અતિસૂક્ષ્મપરિણામવાળી-બહુદ્રવ્યોપચિત હોવાથી અલગ કહી છે.
પ્રશ્ન-૫૨૫– ભલે એમ જ હોય, ફક્ત જો એ નિરંતર એકોત્તર વૃદ્ધિવાળી છે તો ચાર પ્રકારની કહેવામાં શું કારણ છે?