________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૩૯ ઉપર કાયોત્સર્ગાદિમાં રહેલા સાધુઆદિને અવધિ ઉત્પન્ન થાય છે. અથવા ભૂ-ભૂધરાદિ રૂપિદ્રવ્યને તે સાધુઆદિ અવધિથી જોવે છે તે દ્રવ્યાવધિ કહેવાય છે. અથવા તે અવધિની ઉત્પત્તિમાં સહકારી તરીકે ઉપકારક દેહાદિદ્રવ્ય તે બધું દ્રવ્યાવધિ કહેવાય છે. આધારભૂત જે શિલાદિદ્રવ્યો તે ઉત્પન્ન થતા અવધિના સહકારી કારણો થાય છે-અને કારણ-મૂતરા ભાવિનો वा भावस्य हि कारणं तु लोके । तद् द्रव्यं तत्त्वज्ञैः सचेतना-ऽचेतनं गदितम् ।।९।। भूत अथवा ભાવિ પદાર્થનું જે કારણ હોય, તેને લોકમાં તત્ત્વજ્ઞોએ સચેતન અથવા અચેતન દ્રવ્ય કહ્યું છે. એ વચનથી ઉપરોક્ત શિલાદિ સર્વ વસ્તુ દ્રવ્ય-અવધિ કહેવાય છે. એટલે અન્ય તપ સંયમાદિ પણ અવધિની ઉત્પત્તિના કારણો પણ દ્રવ્યાવધિ તરીકે જાણવા.
ક્ષેત્ર-કાલાવધિ :- જે નગર-ઉદ્યાનાદિ ક્ષેત્રમાં રહેલાને અવધિ ઉત્પન્ન થાય છે તે અધિકરણભૂત ક્ષેત્રમાં અવધિ ક્ષેત્રાવધિ કહેવાય છે. અથવા જે ક્ષેત્રમાં પ્રજ્ઞાપક સ્વરૂપથી અવધિની પ્રરૂપણા કરે છે અથવા જે ક્ષેત્રમાં વ્યવસ્થિત દ્રવ્યો અવધિજ્ઞાની દેખે છે તેની પ્રાધાન્ય વિવેક્ષાથી ક્ષેત્રાવધિ કહેવાય છે.
એમ જે પ્રથમપૌરુષી આદિ કાળમાં અવધિ ઉત્પન્ન થાય છે. અથવા જ્યાં પ્રજ્ઞાપક પ્રરૂપણા કરે છે અથવા જે કાલવિશિષ્ટ દ્રવ્યોને અવધિજ્ઞાની દેખે છે તેની પ્રધાન વિવક્ષાથી તે કાલાવધિ કહેવાય છે.
પ્રશ્ન-૫૦૮ – અવધિજ્ઞાની ક્ષેત્રકાળમાં રહેલા દ્રવ્યોને દેખે છે એવું કેમ કહેવાય છે? ક્ષેત્રકાળને સાક્ષાત કેમ જોતા નથી?
ઉત્તર-૫૦૮ - ક્ષેત્ર-કાળ અમૂર્ત હોવાથી અને અવધિ મૂર્તનો વિષય હોવાથી તેને જોતો નથી. પરંતુ, આધારભૂત ઉદ્યાનાદિ જુએ છે, વર્તના રૂપ કાળને તો જુવે છે. કારણ કે તે દ્રવ્યનો પર્યાય છે.
ભવ-ભાવાવધિ :- જે નરકાદિ ભવમાં અવશ્ય અવધિ ઉત્પન્ન થાય છે. અથવા જે ભવમાં એ અવધિ ઉત્પન્ન થયેલો હોય છે તે નારકાદિ ભવ અથવા જે સ્વકીય-પરકીયઅતીત-અનાગત એકાદિક અસંખ્યાતતમ અનંત ભવને તે ભવાવધિ દેખે છે અથવા આધારભૂત કે વિષયભૂત ભવમાં જ અવધિ તે ભવાવધિ કહેવાય છે.
જે ક્ષાયોપથમિક ભાવમાં અવધિ ઉત્પન્ન થાય છે અથવા જે ક્ષાયોપથમિક ભાવમાં જ ઉત્પન્ન થયેલો હોય. અથવા જે ઔદાયિકભાવ પંચકમાંથી કોઈપણ એકને કે બધાને દેખે તે ભાવાવધિ.
પ્રશ્ન-૫૦૯ – તે અવધિ ક્યા ભાવમાં વર્તે છે?