________________
૨૩૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અનંત પ્રદેશી અને અનંત પર્યાયવાળા સમસ્ત પુદ્ગલાસ્તિકાયને જોવે છે. આમ, અનંત દ્રવ્ય અને પર્યાયોની અપેક્ષાએ અવધિજ્ઞાન અનંતા ભેદો પણ છે. પક્ષીઓને જેમ આકાશગમન ભવહેતુક છે તેમ દેવ-નારકીને અવધિ જ્ઞાન ભવહેતુક છે, બાકીનાને ક્ષયોપશમથી થાય છે.
પ્રશ્ન-૫૦૬ – અવધિજ્ઞાન લાયોપથમિક ભાવમાં કહેવાય છે અને નારકાદિભાવ ઔદાયિક છે આ રીતે પરસ્પર વિરૂદ્ધ હોવાથી નારકાદિ જન્મ તે પ્રકૃતિઓનો પ્રત્યય કઈ રીતે થાય?
ઉત્તર-૫૦૬ – મુખ્યતયા તેમાં પણ ક્ષયોપશમ જ કારણ છે, ફક્ત તે ક્ષયોપશમ નારક-દેવ ભવમાં અવશ્ય થાય છે એટલે તેને ભવપ્રત્યયિક કહેવાય છે.
પ્રશ્ન-૫૦૭ – શું કર્મના ક્ષયોપશમાદિ ભવાદિનિમિત્તથી થાય છે?
ઉત્તર-૫૦૭ – માળા-ચંદન-અહિ-વિષાદિ દ્રવ્યોને પ્રાપ્ત કરી પ્રાણીઓને સુખ-દુઃખ ઉદયાદિ તીર્થંકર-ગણધરોએ આગમમાં કહ્યા છે, અને પ્રત્યક્ષ દેખાય છે. એથી દેવનારકોને તે ભવની અપેક્ષાએ ભવના નિમિત્તને પામીને અવધિજ્ઞાનનો ક્ષયોપશમ વગેરે અવશ્ય થાય છે.
( ૧૪ પ્રકારના નિક્ષેપ) (૧) અવધિના નિક્ષેપાઓ
નામ અવધિ - જે જીવાદિ પદાર્થનું અવધિ નામ કરાય છે તે નામમાત્રથી અવધિ નામાવધિ કહેવાય છે. અથવા તે અવધિજ્ઞાનનું જે અવધિ એવી વર્ણાવલીમાત્રરૂપ નામ.
સ્થાપના અવધિ:- સ્થાપના માત્રથી અવધિ સ્થાપના અવધિ જેમકે અક્ષાદિમાં અવધિનો વિન્યાસ અથવા આકારવિશેષ તે સ્થાપનાવધિ તેના જે વિષયભૂત દ્રવ્યો. પૃથ્વી-પર્વતાદિ, ક્ષેત્ર-ભરતાદિ સ્વામિત્વાધારભૂત સાધુ આદિ એમનો આકારવિશેષ તે પણ સ્થાપના અવધિ કહેવાય છે. કેમકે, વિષય અને વિષયભાવના સંબંધથી એમના આકારમાં અવધિ સ્થપાય છે.
દ્રવ્યાવધિઃ- દ્રવ્યાવધિ બે પ્રકારનો છે-આગમથી, નોઆગમથી. આગમથી અવધિપદાર્થને જાણનારો ત્યાં અનુપયુક્ત, “અનુપયોગો દ્રવ્ય એ વચનથી દ્રવ્યાવધિ નોઆગમથી જ્ઞશરીરદ્રવ્યાવધિ, ભવ્યશરીરદ્રવ્યાવધિ, તદ્વયતિરિક્ત દ્રવ્યાવધિ, જ્યાં વિપુલાચલશિલાદિ