________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૩૭
વ્યાખ્યાન વિધિ :- સૂત્રાર્થપ્રતિપાદન પર ગુરુ પ્રથમવારમાં-અનુયોગ કરે, બીજીવારમાં સૂત્રસ્પર્શક નિયુક્તિ મિશ્ર તીર્થંકર-ગણધરોએ કર્તવ્યતરીકે કહી છે. ત્રીજીવારમાં પ્રસક્ત અનુપ્રસક્ત સંપૂર્ણ અનુયોગ કહેવાય. આવો વિધિ અનુયોગમાં કહ્યો છે.
इति श्रुतज्ञानम्
((૩) અવધિજ્ઞાન) અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રકાળને આશ્રયીને સર્વે અસંખ્ય ભેદો થાય છે. જેમકે, અવધિજ્ઞાનનો ક્ષેત્રથી વિષય જઘન્યથી આગળના અસંખ્યાતભાગ જેટલો છે. ત્યાર બાદ પ્રદેશવૃદ્ધિથી ઉત્કૃષ્ટથી અલોકમાં પણ લોકપ્રમાણ અસંખ્યાત ખંડોમાં જોવાલાયક પદાર્થો હોય તો જોઈ શકે, કાળથી અવધિજ્ઞાનનો વિષય જઘન્યથી આવલીના અસંખ્યાતમા ભાગનો છે. ત્યાંથી સમયવૃદ્ધિથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ જેટલો અમે આગળ જણાવીશું એ રીતે, ક્ષેત્ર-કાળને આશ્રયીને અવધિજ્ઞાનના અસંખ્યાત ભેદ છે. અને દ્રવ્ય-ભાવને આશ્રયીને તે અનંત પણ થાય છે. તેયા-પાષાવ્વિાણમંતરા પત્થ નખડુ પવનો એ વચનથી તૈજસ-ભાષા દ્રવ્યના વચ્ચે રહેલા અનંત પ્રદેશિક દ્રવ્યોથી માંડીને વિચિત્ર વૃદ્ધિથી સર્વ મૂર્તદ્રવ્યો અવધિનું ઉત્કૃષ્ટ વિષયપરિમાણ કહેવાય છે. અને ભાવથી દરેક વસ્તુનો અસંખ્યય પર્યાયરૂપ વિષય કહેવાશે. એટલે સિદ્ધ થયું કે સર્વ પુદ્ગલાસ્તિકાય અને તેના અવધિગ્રાહ્ય પર્યાયો, એ ઉભયની અપેક્ષાએ અવધિજ્ઞાનનો વિષય અનંત છે.
પ્રશ્ન-૫૦૫– જો અવધિના અનંતા ભેદ છે તો પછી મૂળમાં અવધિ સંખ્યાતીત પ્રકારે છે” એમ કેમ કહ્યું છે?
ઉત્તર-૫૦૫ – એમ નથી, અનંત પણ સંખ્યાતીત જ કહેવાય છે, તેથી કોઈ વિરોધ નથી માટે “સંખ્યાતીત” શબ્દથી અસંખ્યાતા અને અનંત ભેદો અવધિજ્ઞાનના છે. એટલે કોઈ વિરોધ જેવું રહેતું નથી.
આ પ્રવૃતિઓમાંથી કેટલીક ભવપ્રત્યયી નારક-દેવો અને કેટલાકને ક્ષાયોપથમિકી પ્રકૃતિઓ તિર્યચ-મનુષ્યોને હોય છે. સામાન્યથી અવધિજ્ઞાનના સંખ્યાતીત ભેદો છે, અને વાણી તો ક્રમ વર્તિ છે, તથા આયુષ્ય થોડું છે એટલે જેટલા ભેદો છે તેટલા ભેદો કહેવાની અસમર્થતા હોવા છતાં શિષ્યાનુગ્રહ માટે નિક્ષેપ તથા ઋદ્ધિઓનું વર્ણન કરે છે.
અવધિજ્ઞાનનાં શેયપણાનાં નિયમ જેટલું તેના વિષયભૂત ઉત્કૃષ્ટ ક્ષેત્ર અને કાળના સમયનું અને અવધિના ભેદોનું પરિમાણ છે. વળી તેના અનંતભેદ છે. કેમકે, અવધિજ્ઞાની