________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૩૩ (૩) કાળ - તે જ વિદેહોમાં અનવસર્પિણી-અનુત્સર્પિણી કાળને આશ્રયીને શ્રુત અનાદિ-અનંત છે. કેમકે, ત્યાં ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ કાળચક્ર ન હોવાથી શ્રુત ક્યારેય પણ નાશ પામતું નથી.
(૪) ભાવ :- ક્ષાયોપથમિક ભાવમાં શ્રુતજ્ઞાન સતત સર્વદા હોય જ છે. એટલે અનાદિ-અપર્યવસિત. કારણ કે સામાન્યથી મહાવિદેહોમાં ઉત્સર્પિણી-અવસર્પિણી ભાવનિજકાલવિશિષ્ટમાં દ્વાદશાંગ શ્રુતનો ક્યારેય વિચ્છેદ થતો નથી, કેમકે ત્યાં હંમેશા તીર્થંકર-ગણધરાદિ હોય છે.
(૧૧-૧૨) ગમિક-અગમિક શ્રુત :
ગમા ગણિતાદિવિશેષો અને ભંગકા, તેનાથી સંકુલ ગમિક અથવા ગમા-સમાનપણે કારણવશ જ્યાં ઘણા હોય તે ગમિક શ્રુત કહેવાય છે. એવું પ્રાયઃ દૃષ્ટિવાદ આદિમાં છે. જયાં પ્રાયઃ ગાથા શ્લોક-વેષ્ટકાદિ અસમાન પાઠરૂપ છે તે અગમિકશ્રુત કહેવાય છે એવા પ્રાયઃ કાલિક શ્રત હોય છે.
(૧૩-૧૪) અંગપ્રવિષ્ટ-અનંગપ્રવિષ્ટ કૃત:પ્રશ્ન-૪૯૮ – અંગ-અનંગ પ્રવિષ્ટદ્યુતમાં ભેદ શું છે?
ઉત્તર-૪૯૮ – ગૌતમસ્વામી આદિ ગણધરોએ રચેલું દ્વાદશાંગરૂપ શ્રત અંગપ્રવિષ્ટ કહેવાય છે. અને સ્થવિરો-ભદ્રબાહુ સ્વામી આદિ એ રચેલું આવશ્યક નિર્યુક્તિ વગેરે શ્રુત અનંગપ્રવિષ્ટ અથવા અંગબાહ્ય કહેવાય છે. અથવા ત્રણવાર ગણધરોએ પૂછેલાનો તીર્થંકર સંબંધિ જે આદેશ-જવાબ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાચક તેનાથી બનેલું તે અંગપ્રવિષ્ટ દ્વાદશાંગી યુક્ત પ્રશ્નપૂર્વક જે અર્થપ્રતિપાદન થયું હોય તેનાથી બનેલું અંગબાહ્ય આવશ્યકાદિ કહેવાય છે અથવા ત્રીજોભેદ –ધ્રુવશ્રુત સર્વતીર્થકરોના તીર્થોમા નિયમાભાવિ શ્રત અંગપ્રવિષ્ટ કહેવાય છે. અને જે અનિયત ભાવિ તંદુલવૈકાલિક પ્રકીર્ણાદિ શ્રત છે તે અંગબાહ્ય કહેવાય છે.
પ્રશ્ન-૪૯૯ – પૂર્વ પૂર્વાવોપનિબંનતિ પથર: એવું આગમમાં સંભળાય છે. પૂર્વકરણથી જ એ પૂર્વો કહેવાય છે અને એમાં નિઃશેષ વાણી અવતરે છે, એથી ૧૪ પૂર્વાત્મક ૧૨ અંગ જ હોય શેષ અંગ રચવાથી શું? અથવા અંગબાહ્યશ્રુત રચવાનું શું કામ છે?
ઉત્તર-૪૯૯ – સંપૂર્ણ વિશેષથી યુક્ત સમસ્તવસ્તુનો સંગ્રહ જેમાં કરેલો છે એવા ભૂત-સભૂતોનો વાદ તે ભૂતવાદ અથવા સામાન્ય-વિશેષાદિ સર્વ ધર્મસમૂહ યુક્ત સભેદ