________________
૨૩૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રભેદવાળા ભૂત-પ્રાણીઓનો વાદ જેમાં છે તે ભૂતવાદ-દષ્ટિવાદ, જો કે દૃષ્ટિવાદમાં સર્વ વામનો અવતાર છે. તો પણ તેને ધારણ કરવા માટે અયોગ્ય એવા મંદમતિવાળાઓને તથા શ્રાવકાદિ અને સ્ત્રીઓના ઉપકાર માટે શેષશ્રુતની રચના કરી છે.
પ્રશ્ન-૫00 – સ્ત્રીઓને દૃષ્ટિવાદ કેમ અપાતો નથી? -
ઉત્તર-૫૦૦ – જો સ્ત્રીઓને કોઈપણ રીતે દૃષ્ટિવાદ અપાય તો તુચ્છાદિસ્વભાવથી અહો ! હું દષ્ટિવાદ પણ ભણું છું એવા ગર્વથી ફૂલેલી એ પુરુષ પરિભવાદિમાં પણ પ્રવૃત્તિ કરીને દુર્ગતિમાં જાય એટલે નિસીમકૃપાવારિધિ પરોપકાર કરવામાં જ પ્રવૃત્તિવાળા ભગવાન તીર્થકરો દ્વારા ઉત્થાન-સમુત્થાનાદિ અતિશયવાળો શ્રુતાધ્યયનો અને દૃષ્ટિવાદ સ્ત્રીઓને આપવાની ના કહી છે. ઉપકાર માટે તેમને પણ કાંઈક શ્રત આપવું એટલે ૧૧ અંગની રચના આદિ કરી છે તે સફળ છે . ૧૪ પ્રકારનાં શ્રતનું અર્થથી નિરૂપણ થયું //
(શ્રુતજ્ઞાનનો વિષય ) પ્રશ્ન-૫૦૧ – શ્રુતજ્ઞાનનો વિષય કેટલો છે?
ઉત્તર-૫૦૧ – મુકેલા ઉપયોગવાળો શ્રુતજ્ઞાની સર્વદ્રવ્યોને યથાર્થ જેમ સર્વજ્ઞએ કહ્યું છે તેમ જાણે છે તે દ્રવ્યથી-પંચાસ્તિકાય દ્રવ્યોને ક્ષેત્ર-લોક-અલોક આકાર, કાળ-અતીતાદિરૂપ, ભાવ-ઔદાયિકાદિ સ્પષ્ટાવભાસી શ્રુતજ્ઞાનથી જાણે છે નહિ કે સામાન્યગ્રાહી દર્શનથી. દર્શન ને તે અસંભવ છે. જેમ, મન:પર્યવક્ષાની સ્પષ્ટાર્થગ્રાહક છે એટલે ત્યાં દર્શન નથી એમ શ્રુતજ્ઞાનમાં પણ તે પણ અર્થ વિકલ્પાવસ્થામાં અંતર્જલ્પાકાર હોવાથી વિશેષણ સહિત અર્થને જ ગ્રહણ કરે છે સામાન્ય પ્રકારથી નહિ નંદિસૂત્રમાં તે સમસમો વિવ્યિ€ પન્નત, તે जहा-दव्वओ, खेत्तओ, कालओ, भावओ । दव्वओ णं सुयनाणी उवउत्तो सव्वदव्वाइं जाणइ न पासइ, एवं सव्वखेत्तं, सव्वकालं, सव्वभावे जाणइ न पासइ ते श्रुतान संक्षेपथी या२ પ્રકારનું છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, દ્રવ્યથી શ્રુતજ્ઞાની ઉપયોગવાળો સર્વદ્રવ્યોને જાણે છે પણ જુએ નહિ, એમ ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જાણે પણ જોતો નથી. કેટલાક નમ્ પાઠ માનતા નથી એટલે મારું પાડું કહે છે. એટલે શ્રુતજ્ઞાની પણ દર્શનથી જોવે છે એમ માને છે. અને જે એ દર્શનથી જોવે છે એ અચક્ષુદર્શનથી જોવે છે એમ માને છે. અર્થાત્ જેને શ્રુતજ્ઞાન છે તેને મતિજ્ઞાન અવશ્ય હોય જ છે. મતિ-શ્રુતજ્ઞાનેનું ચક્ષુઅચક્ષુદર્શન ભેદથી બે પ્રકારનું દર્શન કર્યું છે. એટલે ચક્ષુદર્શનથી મતિજ્ઞાનને દેખે છે અને