________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૨૯
ઉત્તર-૪૯૧ – પત્યું. જો એમ હોય તો તે બીજા ક્ષણનો અભાવ પરિકલ્પિત છે એટલે તે અસત્ હોવાથી દ્વિતીયાદિક્ષણોમાં પણ ભાવ પ્રસંગ થાય એટલે ક્ષણસ્થિતિધર્મકત્વ કયાં રહ્યું ? હવે જો પ્રથમક્ષણથી વ્યતિરિક્ત દ્વિતીયાદિક્ષણાભાવ કલ્પો તો તેનાથી અભિન્ન તો તે છે જ તો પ્રથમક્ષણનો ભાવ જ દ્વિતીયાદિક્ષણાભાવ થશે ત્યાં પૂર્વોક્ત જ દોષ છે.
પ્રશ્ન-૪૯૨ – અમે તદુતરકાળ-પ્રથમ ક્ષણના ભાવનો ઉત્તરકાળમાં થનારો પદાર્થાન્તર ભાવ જ દ્વિતીયાદિક્ષણાભાવ માનશું ?
ઉત્તર-૪૯૨
છે, અને ઉ૫૨નો દોષ ત્યાં પણ છે.
—
જો તમે એમ માનતા હોય તો અહીં સુતરાં અન્યા-ડન્યત્વની કલ્પના
પ્રશ્ન-૪૯૩ તો ક્ષણ સ્થિતિધર્મક વસ્તુને જ દ્વિતીયાદિ ક્ષણાભાવ કહીશું ? ઉત્તર-૪૯૩ તે યોગ્ય નથી. તેના જ ઘટવાથી જેમકે-ક્ષણસ્થિતિધર્મક વસ્તુ, ક્ષણભાવસ્વભાવવાળી કહેવાય છે તેથી તે ભાવ અને અભાવ પરસ્પર ભિન્નપણે છે કે અભિન્નપણે છે ? વગેરે તે જ દોષો પાછા આવી જશે.
—
પ્રશ્ન-૪૯૪ = દ્વિતીયાદિક્ષણાભાવે પ્રથમક્ષણભાવનો અભાવ હોવાથી અથવા ત્યાં ભાવ છે એમ માનીએ તો દ્વિતીયાદિક્ષણાભાવ ઘટે નહિ, માટે પ્રતિયોગીના અભાવે જ અન્યા-ડન્યત્વકલ્પનાનો સંભવ નથી કારણ કે, જ્યારે ભાવ છે ત્યારે અભાવ નથી અને જ્યારે અભાવ છે ત્યારે ભાવ નથી.
ઉત્તર-૪૯૪ – જો એમ હોય તો તે ભાવ જ અભાવીભૂત હોવાથી ભાવની જેમ તેનો અભાવ પણ તેનો ધર્મ થાય. એટલે હંમેશ માટે ભાવની આપત્તિ આવે. તેથી પોતાના હેતુઓથી જ તે ભાવ-અભાવ ધર્મક ઉત્પન્ન થાય છે એમ સ્વીકારવું અર્થાત્ દ્વિતીયાદિક્ષણાભાવ એ અભાવીભૂત છે. તેથી, દ્વિતીયાદિક્ષણાભાવાભાવ=દ્વિતાયાદિક્ષણ, જેમકે પ્રથમાદિક્ષણભાવાભાવ-પ્રથમાદિક્ષણાભાવ જે તમે દ્વિતીયાદિક્ષણે માનો છો તેમ તે ક્ષણે દ્વિતીયાદિક્ષણાભાવાભાવરૂપ દ્વિતીયાદિક્ષણભાવ હંમેશ માટે થઈ જશે. આમ જો બીજાના હેતુઓથી ભાવાભાવ ધર્મક તે માનતાં ઉક્ત આપત્તિ આવે છે માટે સ્વહેતુઓથી જ તે તદ્ધર્મક ઉત્પન્ન થાય છે એમ માનવું અક્રમવાળા કારણથી ક્રમવદ્ધર્મયુક્ત કાર્યની ઉત્પત્તિ નથી ઘટતી. નહિતો, અભાવરૂપ કારણથી ભાવરૂપકાર્ય થવાની આપત્તિ આવે જેમકે ગધેડાના શિંગડામાંથી ધનુષ્ય. તેથી જેનો ભાવ છે તેનો જ અભાવ થાય એટલે ક્ષણસ્થિતિધર્મકત્વ ક્યાં રહ્યું ? અથવા તેના ભાવમાં પ્રથમ ક્ષણની જેમ દ્વિતીયાદિ ઉત્તરક્ષણોમાં પણ ભાવ-અભાવનો વિરોધ ન રહેવાથી સર્વદા વસ્તુના ભાવની આપત્તિ આવશે. નિરંશ