________________
૨૨૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ હટતો? જો હટી જાય તો અનિત્ય થવાનો પ્રસંગ આવે. કેમકે, સ્વભાવની નિવૃત્તિમાં તેનાથી અભિન્ન તરીકે સ્વભાવવાળાની પણ નિવૃત્તિ થઈ જાય. હવે જો ન હટે તો કાર્યને ઉત્પન્ન જ નહિ કરે, સહકારી અપેક્ષા સ્વરૂપ સ્વભાવ હટતો નથી એટલે સ્વભાવવાળો પણ નહિ હટે. કારણ કે જે તેની કાર્ય અજનન અવસ્થામાં સ્વભાવ છે તે જ જનન અવસ્થામાં છે. અર્થાત જેમ કાર્યની ઉત્પત્તિ પહેલાં અપેક્ષા સ્વરૂપ સ્વભાવ હોવાથી કાર્યોત્પત્તિ ન થઈ. તેમ, તે વખતે પણ અપેક્ષા સ્વરૂપ સ્વભાવ હોવાથી કાર્યોત્પત્તિ ન થાય એટલે સ્વભાવ સમાન થઈ જવાથી-અજનનરૂપ થવાથી કેવી રીતે ઉત્પન્ન કરે? કદાચ ઉત્પન્ન કરે તો હંમેશા માટે ઉત્પન્ન કરવાની આપત્તિ આવે કેમકે તેનો સ્વભાવ સર્વદા અવસ્થિત છે. વળી, સહકારી કારણો પણ નિત્ય હોવાથી હંમેશા ભેગા મળીને ઉપકાર કરે છે કે ઉપકાર ન જ કરે કારણ કે નિત્ય એક સ્વભાવવાળું હોય છે તેથી તે કાર્યનો સર્વદા કાંતો ભાવ થશે કાં બિલકુલ અભાવ જ થાય.... પ્રશ્ન-૪૯૦ – તો એકાન્તનિત્ય ક્ષણસ્થિતિ ધર્મક વસ્તુ માનો શું વાંધો છે?
ઉત્તર-૪૯૦ – એ પણ બરાબર નથી કેમકે ક્ષણસ્થિતિધર્મ ક્ષણિક કહેવાય છેક્ષણભાવસ્વભાવ અર્થાત્ એનો દ્વિતીયાદિ ક્ષણોમાં અભાવ અનિચ્છાએ પણ માનવો પડશે. તે બંને ભાવ-અભાવ પરસ્પર અન્ય છે કે અનન્ય? જો અન્ય છે તો સર્વથા છે કે ક્યારેક ? જો સર્વથા-તો દ્વિતીયાદિક્ષણોમાં પણ ભાવપ્રસંગ થશે કારણ કે, પ્રથમક્ષણભાવનું દ્વિતીયાદિક્ષણોના અભાવે જુદાપણું ન ઘટે. એકાન્તભિન્ન અભાવથી ભાવની નિવૃત્તિ ઘટતી નથી. કેમકે, પટાભાવથી ઘટભાવ પણ નાશ થવાની આપત્તિ આવશે. જો ક્યારેક પક્ષને માનો તો તે બરાબર નથી, તમારે અનેકાંતવાદ માનવો પડશે. જો ભાવ-અભાવને અનન્ય માનો તો તે પણ સર્વથા માનો કે ક્યારેક, જો સર્વથા માનો તો પ્રથમક્ષણ ભાવ જ દ્વિીતીયાદિક્ષણ ભાવ થઈ જાય તેથી તે ક્ષણોમાં પણ વસ્તુના ભાવનો પ્રસંગ આવે અથવા દ્વિતીયક્ષણાભાવ નિરુપાખ્યા હોવાથી અને તે જ પ્રથમણભાવરૂપ હોવાથી પ્રથમક્ષણ ભાવ જ અભાવ થાય અને ક્યારેક પક્ષમાં તો ઉપરનો જ દોષ છે એટલે ઉપર કહ્યા પ્રમાણે અનેકાંતમત માનવો પડશે.
પ્રશ્ન-૪૯૧ – દ્વિતીયક્ષણાભાવાભાવરૂપથી જ પ્રથમક્ષણભાવથી અન્યાખ્યત્વની કલ્પના યુક્તિ યુક્ત ત્યારે જ થાય જ્યારે ભાવ-અભાવથી ભેદ-ભેદને છોડીને રહે. તેમ નથી ગત્યન્તરાભાવે અર્થાતુ ભેદ-અભેદ સિવાય ત્રીજો વિકલ્પ નથી. દ્વિતીયક્ષણાભાવ અમે કલ્પેલો હોવાથી અમારે વિકલ્પ કલ્પનાનો વિષય જ નથી?