________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
તત્ત્વભાવવાળા સ્વહેતુઓથી જ તે ક્ષણસ્થિતિ ધર્મક વસ્તુ ઉત્પન્ન થાય નહિ એમ તેના હેતુઓ દ્વારા જ આગળ કહેવું એમ બોલતાં પંડિતો આનંદિત થાય છે. કારણ કે એવું અન્યસ્વભાવની કલ્પનાથી પણ કરી શકાય છે.
૨૩૦
પ્રશ્ન-૪૯૫ એ બની શકે, અક્ષણિક પદાર્થમાં અર્થક્રિયાનો અસંભવ હોવાથી સ્વભાવાન્તરકલ્પના કઇ રીતે કરવી શક્ય છે ?
ઉત્તર-૪૯૫ – તે બરાબર નથી. કારણ કે ક્ષણિકમાં અર્થક્રિયા જ ઘટતી નથી. જેમકેક્ષણિકપદાર્થ (૧) ઉત્પન્ન ન થયેલો અર્થક્રિયા કરે છે કે (૨) ઉત્પન્ન થતો અર્થ ક્રિયા કરે છે, (૩) ઉત્પન્ન થયેલો કરે છે, (૪) નાશ પામતો કરે છે કે (૫) નાશ થયેલો કરે છે એ ૫ વિકલ્પો છે. ૧. અનુત્પન્ન કરતો નથી કારણ કે તે પોતે જ વિદ્યમાન નથી. ૨. ઉત્પદ્યમાન પણ નહિ કરે, કેમકે તે અવસ્થામાં ક્ષણભંગ ભાવવાદિઓ અર્થક્રિયા માનતા નથી જો માને તો કેટલોક અંશ ઉત્પન્ન થયો કેટલોક નથી થયો એમ સાંશત્વનો સ્વીકાર થાય, તો દ્રવ્યપર્યાય ઉભયરૂપ વસ્તુ સિદ્ધિથી અમારા પક્ષની સિદ્ધિ થઈ જાય. કારણ કે અંશ માનવામાં અંશવાન્ અવયવી સિદ્ધ થાય અને તે અવયવી અહીં દ્રવ્ય છે. અંશો-પર્યાયો છે. એમ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ વસ્તુ સિદ્ધ થઇ જાય. ૩. ઉત્પન્ન થયેલો પદાર્થ પણ અર્થક્રિયા કરતો નથી. તે સંપૂર્ણ ઉત્પન્ન હોવાથી સહકારિઓ દ્વારા કાંઈ વિશેષ ફેરફાર કરતો નથી અથવા વિશેષતા કરી હોય તો પણ ભિન્નકારણથી ઉત્પન્ન થયેલી વિશેષતાનો તેનાથી ભેદ હોવાની આપત્તિ આવે.
પ્રશ્ન-૪૯૬ તો એ જ સહકારીઓનું અવિશેષપણું છે કે તે સહકારીઓ સાથે મળીને આ ઉત્પન્ન થયેલો ક્ષણિક પદાર્થ વિશિષ્ટ અર્થક્રિયા કરે છે એમ માનો ?
ઉત્તર-૪૯૬ આ તો તમારા માટે મન મનાવવા જેવી વાત થઈ, કારણ કે જો વસ્તુ વિશિષ્ટ અર્થક્રિયા કરે અને એમ કરવામાં એ સહકારીઓના સંયોગમાત્રની અપેક્ષા રાખે છે, બીજા અતિશયની નહિ તો અસહકારિત્વાભિમત એવા અનેકો સાથે તેનો સંયોગમાત્ર છે તો અમુક સહકારિ સંયોગ માત્રની તે અપેક્ષા શા માટે રાખે ? તેથી તેમનાથી તેનું વિશેષ કહેવું તે ક્ષણિકત્વમાં ઘટતું નથી. હવે નિવર્તમાન ક્ષણિક પદાર્થ કરે છે એમ કહો તો તે પણ ઘટે નહિ, કેમકે નિવર્તમાન અવસ્થા તમે ક્ષણિકવાદીઓએ માની નથી તે માનવામાં વસ્તુઓની સાંશતાની આપત્તિ આવે છે. જો નિવૃત્ત ક્ષણિક પદાર્થ અને ક્રિયા કરે છે એમ માનો તો નિવૃત્ત પણ ન કરે અસત્ હોવાથી તે અર્થક્રિયા કઈ રીતે કરે ? તેથી ક્ષણસ્થિતિધર્મક વસ્તુ પણ કોઈપણ રીતે સંગત થતી નથી. એ પ્રમાણે દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ નિત્યા-ડનિત્ય જ વસ્તુ સ્વીકારવી તે જ પ્રત્યક્ષાદિપ્રમાણોથી સિદ્ધ છે. જેમકે મૃŃિડ-શિવક-સ્થાસ-ઘટ