________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૨૭
વિશેષ :- સ્તંભ-કુંભ-ભવનાદિ સર્વવસ્તુ પ્રતિસમય પુરાણાદિ પર્યાયથી ઉત્પન્ન થાય છે નવાદિ પર્યાયથી નષ્ટ થાય છે અને દ્રવ્યતરીકે નિત્ય સર્વદા રહે છે. એ રીતે જ સુખ-દુઃખબંધ-મોક્ષ આદિનો સદ્ભાવ ઘટે છે, કારણ કે સુખાદિ સદ્ભાવ માળા-ચંદન-સ્ત્રી-સર્પવિષાદિ સહકારી કારણના સદ્ભાવે ઘટે છે. અન્યથા સર્વદા તેના ભાવ-અભાવની આપત્તિ આવે. અને જો વસ્તુને એકાન્તે નિત્ય સ્વરૂપ માનવામાં આવે તો એકાન્તનિત્યને સહકારી અપેક્ષા ઘટતી નથી, જેમકે અપેક્ષ્યમાણ સહકારીથી તેનો કોઈ અતિશય કરાય છે કે નહિ ? જો કરાય તો તે અર્થાંતરભૂત છે કે અનર્થાન્તરભૂત છે ? જો પ્રથમ પક્ષ તો તેનો નિત્ય વસ્તુને શું લાભ થયો ?
—
એ તેનો વિશેષકારક છે ? એમ કહીશું.
પ્રશ્ન-૪૮૭
-
ઉત્તર-૪૮૭ ના એમ કહેવામાં પણ અનવસ્થા આવે જેમકે-તે વિશેષ પણ તેનાથી ભિન્ન છે કે અભિન્ન ? વગેરે એવું જ આવી પડે છે તેથી અનવસ્થા દોષ રોકી નહિ શકાય.
પ્રશ્ન-૪૮૮ – તો અનર્થાન્તરભૂત એવો બીજો પક્ષ લો ને ?
ઉત્તર-૪૮૮ – ત્યાં અમે પુછશું તે વિદ્યમાન કરાય છે કે અવિદ્યમાન ? જો વિદ્યમાન કરાય છે તો શા માટે કરાય ? કેમકે તેમાં વિશેષતા છે છતાં પણ કરાય છે તો તેમાં શું કરાયું ? છતાં જો કે કરે તો અનવસ્થા દોષ આવે જો અવિદ્યમાન છે તો તે વ્યાહત જ છે તેથી અનર્થાન્તરભૂત અને અવિદ્યમાન છે અને અવિદ્યમાનની ગધેડાના શિંગડાની જેમ કરણોત્પત્તિ કઈ રીતે ? જો કરે તો વસ્તુ અનિત્ય થવાથી તમને આપત્તિ આવે. તેથી અભિન્ન અવ્યતિરિક્ત તરીકે તેના કરણમાં વસ્તુનું પણ કરણ થાય. એટલે એવો અનવસ્થા દોષ ન આવે માટે ન કરાય એવું જો માનીએ તો તે તેનો સહકારી નથી કેમકે, કાંઈ વિશેષ ફેરફાર કરતો નથી, એ રીતે પણ સહકા૨પણે માનવામાં અતિવ્યાપ્તિ થાય છે. જેમકે જો કોઈપણ વિશેષને ન કરતો પણ સહકારી તરીકે માનો તો વિશ્વના બધા ભાવો તેના સહકારી થઈ જશે, કારણ કે, જેમ એક વસ્તુ તે કાર્યમાં વિશેષ ન કરતી હોવા છતાં સહકારી મનાય તેમ સર્વ વસ્તુમાં પણ સમાન છે તો તમે પ્રતિનિયત સહકારીની કલ્પના કઈ રીતે કરો છો ?
પ્રશ્ન-૪૮૯
એ વસ્તુનો એવો સ્વભાવ છે કે જેથી વિશેષ ન કરતું હોવા છતાં પ્રતિનિયત સહકારીની અપેક્ષારાખીને કાર્ય ઉત્પન્ન કરે છે એમ માનો ને ?
-
ઉત્તર-૪૮૯ એ બધા તમારા મનોરથો છે કારણ કે તે જ્યારે અભીષ્ટસહકારીની સમીપમાં કાર્ય ઉત્પન્ન કરે છે ત્યારે, તેનો સહકારી અપેક્ષારૂપ સ્વભાવ હટી જાય છે કે નથી
-