________________
૨૨૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૪૮૪ – આ ભવમાં રહેલાને ભજના-મિથ્યાત્વગમનાદિ કારણોથી કોઈકને શ્રતનો પ્રતિપાત થાય કોઈને ન થાય. કોઈને ભવાંતરગમનથી નાશ થાય.
કૃતનિપાતના કારણો :- (૧) મિથ્યાત્વગમન (૨) ભવાંતરગમન (૩) કેવલજ્ઞાનની ઉત્પત્તિ ન ૩ છ મહૂિણ નાળે એ વચનથી (૪) ગ્લાન અવસ્થામાં (૫) પ્રમાદથી નાશ. તેથી લાભકાળે તેની સાદિ અને નાશ થાય ત્યારે અંત થાય છે તેથી શ્રુત સાદિ-સાંત છે.
પ્રશ્ન-૪૮૫ - શ્રત પ્રાપ્ત થવા છતાં નાશ શા માટે થાય છે, શું તે જીવથી ભિન્ન છે કારણ કે જીવ છતાં શ્રત ભિન્ન હોય તો નાશ ઘટે અભિન્ન શ્રતનો નાશ ન ઘટે ? તેથી તે જીવથી ભિન્ન જ છે જો એમ માનીએ તો સભાવે પણ એ જીવ નિત્ય અજ્ઞાની જ હોય કેમકે તે શ્રુતસ્વભાવ રહિત છે. શ્રુત જીવથી ભિન્ન ઇષ્ટ છે તેથી જીવ શ્રુતસ્વભાવથી રહિત હોવાથી અજ્ઞાની જ થાય જેમ અંધ વ્યક્તિ હાથમાં રહેલા એવા દીવાથી પોતાનાથી ભિન્ન પ્રકાશ્ય અર્થને જોતો નથી તેમ શ્રુતપ્રકાશ્ય અર્થને તે જોવે નહિ ?
ઉત્તર-૪૮૫ - શ્રુતજ્ઞાન નિયમાં જીવસ્વભાવ જ હોય અજવસ્વભાવ ન હોય અને જીવ ફક્ત શ્રુતજ્ઞાન જ ન હોય. કારણ કે, તે મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન પણ હોય.
પ્રશ્ન-૪૮૬ – તે શ્રુત જો જીવસ્વભાવભૂત છે તો જીવથી અભિન્ન છે એવું સામર્થ્યથી જ તમે માન્યું છે તે ઘટે છે, એટલે જીવને શ્રુતજ્ઞાન દ્વારા કરાયેલી વસ્તુ અવબોધ થાય છે. તેથી જીવનું જ્ઞાનિત્વ પણ છે તે-નાશ થતાં મૃતનો નાશ પણ પ્રક્રમથી પ્રાપ્ત થાય છે એટલે તે જીવનો નાશ પણ ભલેને થાય. કારણ કે જે જેનાથી અવ્યતિરિક્ત છે તેના નાશમાં તે નાશ પામે જ છે જેમકે ઘટસ્વરૂપના વિનાશમાં ઘટવસ્તુનો પણ નાશ થાય, તેથી અહીં પણ શ્રુતનો નાશ થતાં જીવનો પણ નાશ થવો જોઈએ ને?
ઉત્તર-૪૮૬ – હા, શ્રુતના નાશે તત્પર્યાય વિશિષ્ટતામાત્રથી અન્વિત જીવનો નાશ થાય. પરંતુ સંપૂર્ણ પણે પર્યાયાન્તર વિશિષ્ટ એવા તેનો નાશ નથી થતો. કારણ કે જીવ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ધર્મવાળો અને અનંત પર્યાયવાળો છે. તેથી જ્યારે, તે શ્રુતપર્યાયથી નાશ પામે છે ત્યારે જ, શ્રુતજ્ઞાન આદિ પર્યાયથી ઉત્પન્ન થાય છે. સચેતનવ-અમૂર્તત્વસત્ત્વ-પ્રમેયત્વાદિથી અનુગત અને અન્યથી અલગ કરનાર અનંતપર્યાયોથી વિશિષ્ટ એ સર્વ અવસ્થાઓમાં ધ્રુવપણે રહે છે. એટલે શ્રુતપર્યાયમાત્ર નષ્ટ થતાં તેનો સર્વથા નાશ કઈ રીતે થાય? જો તેનો આ જ એક પર્યાય હોય તો તેના નાશે જીવનો સર્વનાશ થાય, એવું તો નથી શ્રુતપર્યાયમાત્રથી નાશ થયા છતાં તેનો શ્રુતજ્ઞાનાદિપર્યાયથી ઉત્પાદ છે ઉપર કહ્યા પ્રમાણે અનન્ત પર્યાયોથી વિશિષ્ટ હોવાથી તેનું સર્વદા અવસ્થાન રહે છે.