________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
મિથ્યાત્વાદિ હેતુઓથી કર્મથી બંધાય છે, તપ સંયમાદિના કારણોથી કર્મથી મુકાય છે. વગેરે બોધાત્મક જ સમ્યક્ત્વ કહેવાય છે શ્રુતપણ એવા જ બોધરૂપ છે, તો એ બંનેમાં તફાવત શું ?
૨૨૪
ઉત્તર-૪૮૦ – જેમ વસ્તુ અવબોધત્વ તુલ્ય હોવા છતાં જ્ઞાન-દર્શનમાં કાંઈક ભેદ છે, તેમ તત્ત્વાવગમ સ્વભાવ તુલ્ય છતાં તે બંનેમાં અહીં કાંઈક ભેદ છે.
પ્રશ્ન-૪૮૧ – અન્યત્ર જ્ઞાનદર્શનમાં ભેદ કઈ રીતે બતાવ્યો છે ?
=
ઉત્તર-૪૮૧ – જેમ અપાય અને ધારણા વચનના પર્યાયો ગ્રહણ કરતા હોવાથી વિશેષ અવબોધના સ્વભાવવાળા તરીકે જ્ઞાન અને અવગ્રહ-ઇહા અર્થના પર્યાયના વિષય તરીકે સામાન્ય અવબોધવાળા હોવાથી દર્શન માન્યા છે. તેમ, અહીં પણ જીવાદિ તત્ત્વ વિષયા રૂચિ-શ્રદ્ધા તે સમ્યક્ત્વ કહેવાય છે અને જેનાથી જીવાદિ તત્ત્વોની શ્રદ્ધાકરાય છે તે જ્ઞાન. મતલબ કે દર્શનમોહનીયના ક્ષયોપશમાદિથી જે તત્ત્વ શ્રદ્ધાનરૂપ તત્ત્વરૂચિ થાય છે, તેનાથી તત્ત્વશ્રદ્ઘાત્મક જીવાદિ તત્ત્વરોચક વિશિષ્ટ શ્રુત ઉત્પન્ન થાય છે, તેથી તે શ્રુતઅજ્ઞાન મટીને શ્રુતજ્ઞાન સંજ્ઞાને પ્રાપ્ત કરે છે.
પ્રશ્ન-૪૮૨
જો વિશિષ્ટ તત્ત્વાવગમ રૂપ શ્રુત જ સમ્યક્ત્વ છે તેનાથી અતિરિક્ત કાંઈ શ્રુત જણાતું નથી તો પછી, સમ્યક્ત્વ પરિબ્રહ્માત્ સભ્યશ્રુતમ્ એવું કઈ રીતે કહો છો ?
-
ઉત્તર-૪૮૨ – સિદ્ધાંતવાદી-જેમ જ્ઞાન-દર્શન તત્ત્વ બોધરૂપતયા એક છતા વિશેષસામાન્ય વસ્તુ ગ્રાહક તરીકે ભિન્ન છે. તેમ, અહીં પણ શુદ્ધતત્ત્વાવગમરૂપ શ્રુતમાં તત્ત્વશ્રદ્ધાન અંશ તે સમ્યક્ત્વ કહેવાય છે અને તેનાથી વિશિષ્ટ તત્ત્વરોચક બોધ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. એમ એ બંનેમાં ભેદ છે એ બંનેના એક સાથે લાભમાં પણ કાર્ય-કારણ ભાવથી ભેદ છેकारण-कज्जविभागो दीव - पगासण जुगव जम्मे वि । जुगवुप्पन्नं पि तहा होउ नाणस्स सम्मत्तं ॥१॥ जुगवं पि समुप्पनं सम्मत्तं अहिगमं विसोहेइ । जह कयगमंजणाइजलवुड्डीओ विसोहिति ॥રા દિપક અને પ્રકાશ એક સાથે ઉત્પન્ન થવા છતાં જેમ તેમાં કારણ-કાર્યનો ભેદ છે. તેમ, એક સાથે ઉત્પન્ન થયેલું સમ્યક્ત્વ પણ જ્ઞાનનું કારણ છે, કેમકે, જ્ઞાન તેની સાથે ઉત્પન્ન થયું હોય છતાં કતકચૂર્ણ જેમ પાણીને શુદ્ધ કરે છે. તેમ, સમ્યક્ત્વ પણ જ્ઞાનને શુદ્ધ કરે છે. એથી સમ્યક્ત્વથી ગ્રહણ કરાયેલું હોય તે સભ્યશ્રુત અને વિપર્યયથી મિથ્યાશ્રુત એમ બરાબર કહ્યું છે.
(૭-૮) સાદિ-સપર્યવસિત શ્રુત :- (૯-૧૦) અનાદિ-અપર્યવસિતશ્રુત