________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૨૩
ઉત્તર-૪૭૮ સાચું, પરંતુ ક્ષાયોપશમિકમાં સમસ્ત શુદ્ધપુંજને અનુભવે છે. જ્યારે, વેદકમાં તો તેનો છેલ્લો અંશ અનુભવાય છે એટલો ફરક છે. વાસ્તવિક રીતે તો વેદક પણ ક્ષાયોપશમિક જ છે. ચરમગ્રાસશેષ પુદ્ગલોના ક્ષયથી અને ચરમગ્રાસવર્તી પુદ્ગલોનો મિથ્યાત્વ સ્વભાવાપગમરૂપ ઉપશમનો સદ્ભાવ એમ ક્ષય અને ઉપશમ બંને સ્વભાવથી થતું હોવાથી તે ક્ષાયોપશમિક જ છે, એ અવશ્ય સ્વીકારવું અન્ય સ્થાનોમાં ઘણીવાર ક્ષાયિક-ઔપશમિક અને ક્ષાયોપશમિક લક્ષણ ત્રિવિધ સમ્યક્ત્વના કહેવાથી વેદક ક્ષાયોપશમિક અંતર્ભૂત જ છે. કેટલામાત્ર ભેદથી જ જો ભેદ માનવામાં આવે તો ઔયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાથી અતિવ્યાપ્તિ થાય. અનંતાનુબંધી ૪ કષાયના ક્ષય પછી મિથ્યાત્વમિશ્ર-સમ્યક્ત્વરૂપ ત્રણે દર્શન મોહનીય સર્વથા ક્ષીણ થતાં (૫) ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે. આ રીતે પાંચ સમ્યક્ત્વના ગ્રહણથી સમ્યકશ્રુત અને મિથ્યાગ્રહણથી મિથ્યા શ્રુત થાય છે એમ જાણવું.
-
પ્રશ્ન-૪૭૯ સર્વ સામાન્ય શ્રુતમાંથી કેટલું સમ્યક્ત્વશ્રુત જ થાય અને કેટલું મિથ્યાશ્રુત ? શેષ મતિ આદિ ચાર જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય થવાથી કોનો વિપર્યાસ થાય છે ? અને કોનો નથી થતો ?
ઉત્તર-૪૭૯ ૧૪ પૂર્વથી માંડીને સંપૂર્ણ ૧૦ પૂર્વ સુધી નિયમા સમ્યક્ શ્રુત જ હોય છે, મિથ્યાશ્રુત નહિ. એટલા શ્રુતવાળો સમ્યગ્દષ્ટિ જ હોય છે. મિથ્યાદૃષ્ટિ નહિ. શેષ દશપૂર્વાદિકથી સામાયિક સુધીના શ્રુતમાં ભજના હોય છે. એ શ્રુતથી કોઈ સમ્યગ્દષ્ટિ અને કોઈ મિથ્યાત્વના ઉદયથી વિપરિત મિથ્યાર્દષ્ટિ પણ થાય છે. તેથી આ શ્રુત સમ્યક્ત્વવાળાને સભ્યશ્રુત મિથ્યાત્વના ઉદયથી મિથ્યાશ્રુત પણ થાય. મતિ-અવધિના વિપર્યાસમાં પણ મિથ્યાત્વોદય થાય છે. મનઃપર્યાય અને કેવલજ્ઞાન બેમાં વિપર્યાસ થતો નથી. અર્થાત્ મિથ્યાત્વના ઉદયથી મતિજ્ઞાન વિપરિત થતું મતિઅજ્ઞાન, અવધિજ્ઞાન-વિભંગજ્ઞાન થાય છે. છેલ્લા બેમાં ક્યારેય મિથ્યાત્વોદયથી વિપર્યાસ થતો નથી, તે બંનેમાં મિથ્યાત્વોદય જ અસંભવ છે. કારણ કે મનપર્યાયજ્ઞાન ચારિત્રિને જ થાય છે અને કેવલજ્ઞાન ક્ષીણઘાતિ ચતુષ્કને જ થાય છે એટલે મિથ્યાત્વના ઉદય સંભવ-અસંભવાનુસંગત જ સમ્યગ્મિથ્યાશ્રુત છે.
—
પ્રશ્ન-૪૮૦ બંને સ્થાને તત્ત્વાવગમરૂપ સ્વભાવ તુલ્ય છતાં સમ્યક્ત્વ અને શ્રુતમાં તફાવત શું છે ? કે જેથી સમ્યક્ત્વના પરિગ્રહથી સભ્યશ્રુત એમ કહો છો, અર્થાત્ રાગાદિદોષ રહિત હોય તે જ દેવતા, તેની આજ્ઞામાં પરતંત્ર વૃત્તિવાળા જે હોય તે જ ગુરૂઓ, જીવાદિક જ તત્ત્વ, જીવપણ નિત્યા-નિત્યાદિ અનેક સ્વભાવવાળો, કર્તા, ભોક્તા,