________________
૨૧૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અપેક્ષાએ અશુભ હોવાથી હેતુસંબંધિ સંજ્ઞા એ સંજ્ઞા નથી. કહેવાતી, દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ દીર્ઘકાલિક સંજ્ઞા પણ અશુભ હોવાથી સંજ્ઞા નથી કહેવાતી એટલે મિથ્યાદષ્ટિ દેવાદિ પણ આની અપેક્ષાએ સંજ્ઞી નથી.
પ્રશ્ન-૪૬૮ – આ ત્રણે સંજ્ઞામાંથી ક્યા જીવને કઈ સંજ્ઞા હોય?
ઉત્તર-૪૬૮ – પૃથ્વી આદિ પાંચમાં ઓઘસંજ્ઞા-વેલડી આરોહણાદિ અભિપ્રાય રૂપ ઓઘસંજ્ઞા હોય છે. બેઈન્દ્રિયાદિને હેતુવાદોપદેશ સંજ્ઞા, દેવ-નારકી અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યને દીર્ઘકાલિકી સંજ્ઞા, છબસ્થ સમ્યગ્દષ્ટિને દષ્ટિવાદોપદેશ સંજ્ઞા છે, અને મતિજ્ઞાનના વ્યાપાર વિનાના હોવાથી કેવલજ્ઞાની સંજ્ઞારહિત છે.
પ્રશ્ન-૪૬૯- ત્રિવિધ સંજ્ઞામાં આ ઓઘસંજ્ઞા કહી જ નથી, એટલે અહીં બધા એકેન્દ્રિયો તુચ્છહોવાથી અને તેની સંજ્ઞા અશુભ હોવાથી સર્વથા અસંલિ જ છે એવું તમે કહેલું જ છે, તો અહીં સ્વામિત્વની પ્રરૂપણામાં તેમની આ ઓઘસંજ્ઞા કઈ રીતે કહી?
ઉત્તર-૪૬૯- સાચું છે, પરંતુ એકેન્દ્રિયોને ઓળસંજ્ઞા જ હોય છે, હેતુવાદાદિ સંજ્ઞા હોતી નથી. એટલે આ ત્રણે સંજ્ઞાનો નિષેધપ્રધાન આ નિર્દેશ જાણવો વિધિપ્રધાન નહિ. આ ઓઘસંજ્ઞા જે રીતે સંજ્ઞા છે તેમ પહેલા જણાવેલું જ છે.
પ્રશ્ન-૪૭૦ – ભલે એમ હોય તો પણ એકેન્દ્રિયોની આહાર-ક્રોધાદિ સંજ્ઞા શાસ્ત્રમાં કહેલી છે તો અહીં એક ઓઘ સંજ્ઞા જ કેમ કહી?
ઉત્તર-૫૭૦ – સાચું છે, વેલડી વગેરેમાં એ પ્રગટ જ પ્રાપ્ત થાય છે, એટલે શેષ ઉપલક્ષણ માટે એ જ બતાવી છે વિકલેન્દ્રિય-સંમુ.પંચે.ને તો હેતુવાદસંજ્ઞા પ્રાપ્ત થાય છે. દેવ-નરક-ગર્ભજ તિર્યંચ-મનુષ્યોને કાલિકીસંજ્ઞા, દૃષ્ટિવાદોપદેશથી છદ્મસ્થ સમ્યગ્દષ્ટિઓને જ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તેથી તેમનું શ્રુતજ્ઞાન તે સંજ્ઞીશ્રુત થાય છે, એટલે સ્મરણ-ચિંતનાદિ મતિશ્રત વ્યાપાર રહિત સંસારી કેવલીઓ અને સિદ્ધિમાં ગયેલા જ સંજ્ઞાતીત સંજ્ઞાવિનાના છે. બીજા કેટલાક જીવોને કોઈ સંજ્ઞા કહેલી છે.
પ્રશ્ન-૪૭૧ – પણ અવિશુદ્ધ હોવાથી હેતુવાદસંજ્ઞા, પછી વિશુદ્ધ હોવાથી કાલિકસંજ્ઞા, તે પછી વિશુદ્ધતર હોવાથી દષ્ટિવાદ સંજ્ઞા એમ ઉત્તરોત્તર એ વિશુદ્ધ ક્રમને મૂકીને કાલિકસંજ્ઞાનો ઉપદેશ નંદિ સૂત્રમાં પ્રથમ શા માટે કરાય છે? તમે પણ તેના અનુસારે કહ્યું छ सा सण्णा होइ तिहा कालिय-हेउ-द्दिट्ठिवाअविषेसेणं ?