________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
થાય છે. એક ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનીથી બચેલા કેટલાક શ્રુતાશ્રયીને તુલ્ય પણ હોય છે. એટલે પ્રાયઃ કહ્યું છે. અર્થાત્ વિક્ષિત એક ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની પછી બચેલા કેટલાક ઉત્કૃષ્ટજ્ઞાનીઓને તેના સમાન જ અક્ષરનો અનંતભાગ હોય, નહિ કે મધ્યમ ઉત્કૃષ્ટ. તેથી અહીં પ્રાયઃ કહ્યું છે.
૨૧૪
અક્ષરશ્રુત સમાપ્ત
(૨) અનક્ષરશ્રુત :- ઉચ્છવાસ, નિઃશ્વાસ, થુંકવું, ખાંસી, છીંક, નાક સાફ કરવું, અનુસ્વાર વગેરે અનક્ષરશ્રુત છે. ઉચ્છવસિતાદિ અનક્ષર શ્રુત દ્રવ્યશ્રુતમાત્ર જ જાણવું. શબ્દ માત્ર હોવાથી શબ્દ એ ભાવશ્રુતનું કારણ જ છે. જે કારણ હોય તે દ્રવ્ય જ હોય અને તેવા ઉચ્છવાસ-નિઃશ્વાસાદિના શ્રવણમાં સોજોડ્યું એવું જ્ઞાન થાય છે. એમ, ઇશારાપૂર્વક થુંકવું, ખાંસવું, છીંકવું વગેરે શ્રવણમાં પણ આત્મજ્ઞાપનાદિ જ્ઞાન વ્યક્તિને થાય છે. માટે એ ઉચ્છવાસાદિ ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત છે. અથવા શ્રુતજ્ઞાનોપયુક્ત આત્માનો સર્વાત્મના-સંપૂર્ણ ઉપયોગ હોવાથી ઉચ્છ્વાસાદિ સર્વ વ્યાપાર શ્રુત જ માનવો એટલે ઉચ્છ્વાસાદિ શ્રુત જ હોય છે.
પ્રશ્ન-૪૫૬ જો એમ હોય તો ગમન-આગમન-ચલન-સ્પંદનાદિ ચેષ્ટા પણ વ્યાપાર જ છે તો શ્રુતોપયુક્તસંબંધિ એ પણ શ્રુત કેમ ન થાય ?
-
ઉત્તર-૪૫૬ આ ન્યાયથી એ પણ શ્રુત છે. પરંતુ, તેમ છતાં તે શ્રુત નથી. કેમકે, આ શાસ્રજ્ઞલોક પ્રસિદ્ધરૂઢિ છે. અન્યર્થવશાત્ ‘સંભળાય તે શ્રુત' એ ન્યાયથી તે ઉચ્છવસિતાદિ સંભળાય છે માટે શ્રુત છે, ચેષ્ટા નહિ. કેમકે, તે તો દેખાય છે, ક્યારેય સંભળાતી નથી. એટલે એ શ્રુત કઈ રીતે થાય ? અનુસ્વારાદિ તો અકારાદિ વર્ણોની જેમ અર્થ જણાવનાર જ છે એટલે નિર્વિવાદ શ્રુત જ છે.
-
(૩) સંજ્ઞીશ્રુત :- સંજ્ઞા ત્રણ પ્રકારે (૧) દીર્ઘકાલિકી (૨) હેતુવાદોપદેશિકી (૩)
દૃષ્ટિવાદોપદેશિકી
(૪) અસંજ્ઞીશ્રુત :
પ્રશ્ન-૪૫૭ —
• જેને સંજ્ઞા છે તે સંજ્ઞી જો એમ માનો તો તે સંજ્ઞા સંબંધથી બધા એકેન્દ્રિયાદિ જીવો સંજ્ઞી થાય, કોઈ અસંશી ન થાય એટલે તમારે અતિવ્યાપ્તિ આવશે. કેમકે પ્રજ્ઞાપનાદિમાં એકેન્દ્રિયાદિ સર્વજીવોની પણ ૧૦ પ્રકારની સંજ્ઞા કહી છે ાિવિાળ