________________
૨૧ ૨.
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ કેવલજ્ઞાનના સ્વપર્યાયો અને સર્વદ્રવ્યપર્યાયો પરપર્યાયો, એમ કેવલના એ બંને પર્યાયો તુલ્ય છે. એ રીતે નંદિસૂત્રમાં અવિશિષ્ટ-સામાન્ય પણે જે સર્વાકાશપ્રદેશાગ્ર અનંતગણું અક્ષરપ્રમાણે કહેલું છે તે શ્રતનું હોય કે કેવલનું હોય વિરુદ્ધ નથી. કેમકે ઉક્તન્યાયથી બંને અક્ષરો સમાનપર્યાયવાળા છે. તે આમ, શ્રુત અને કેવલના પરપર્યાયો નિર્વિવાદ તુલ્ય જ છે. જોકે સ્વપર્યાયો કેટલાક કહે છે એનાથી કેવલના ઘણા કહ્યા છે તો પણ તેમનાથી વ્યાવૃત હોવાથી તેટલા શ્રુતના પરપર્યાયો વધે છે. આમ, પણ સામાન્યથી બંનેના પર્યાયો સમાન છે, એટલે સૂત્રમાં બંનેનું ગ્રહણ કરવામાં પણ કાંઈ વાંધો નથી.
પ્રશ્ન-૪૫૧ – આ સર્વપરિમાણ અક્ષર શું આખું ય જ્ઞાનાવરણ કર્મથી આવરાય છે કે નહિ?
ઉત્તર-૪૫૧ – સામાન્યથી જ તે સર્વપર્યાયપરિણામ અક્ષરનો અનંતભાગ ચૈતન્યમાત્ર હોવાથી નિત્ય ઉઘાડો છે, કેવલી વિનાના સર્વજીવોનો જઘન્ય-મધ્ય-ઉત્કૃષ્ટ ત્રિવિધભેદ શ્રુતમાં કહેલો છે.
(૧) સર્વજઘન્ય અક્ષરનો અનંતભાગ:
તે આત્માનું જીવનિબંધન ચૈતન્યમાત્ર છે. અને તે તેટલામાત્ર ઉત્કૃષ્ટઆવરણ હોવા છતાં પણ જીવનું ક્યારેય આવરાતું નથી, નહીતો તે જીવ અજીવ થઈ જાય. જેમ સારી રીતે પણ વાદળથી ઢંકાયેલા સૂર્યનો પ્રકાશ દિન-રાત્રિ વિભાગના કારણરૂપ કાંઈક પ્રભામાત્ર પ્રકાશ ક્યારેય આવરાતો નથી. એમ, જીવનું જીવત્વ જણાવનાર પણ ચૈત્યન્યમાત્ર આવરાતું નથી.
પ્રશ્ન-૪૫ર – એ સર્વજઘન્ય અક્ષરનો અનંતભાગ કોને હોય છે?
ઉત્તર-૪૫ર – સ્વાનદ્ધિ મહાનિદ્રાના ઉદયસહિત ઉત્કૃષ્ટજ્ઞાનાવરણના ઉદયથી એ સર્વજઘન્ય અક્ષરાનંતભાગ પૃથ્વી આદિ એકેન્દ્રિયોને હોય છે. પછી ક્રમવિશુદ્ધિથી બેઈન્દ્રિયાદિનો અનુક્રમે વધારે વધારે હોય છે.
પ્રશ્ન-૪૫૩ – તો ઉત્કૃષ્ટ અને મધ્યમ કોનો માનવો?
ઉત્તર-૪૫૩ – સંપૂર્ણ શ્રુતજ્ઞાનનો ઉત્કૃષ્ટ માનવો બાકીના ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની અને એકેન્દ્રિય વચ્ચેના છ સ્થાનમાં રહેલા જીવોનો મધ્યમ અનંતભાગ હોય છે.
પ્રશ્ન-૪૫૪ – સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને અક્ષરનો અનંતભાગ કઈ રીતે હોય કેમકે એને તો શ્રુતજ્ઞાનાક્ષર સંપૂર્ણ જ પ્રાપ્ત થાય છે?