________________
૨૧૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૪૪૬ - સત્રનીવા ય વરઘર મiતમામ નિષ્ણુડિયો એ સૂત્ર ત્યાં કેવલાક્ષર સમજાય છે નહિ કે કૃતાક્ષર સકલદ્વાદશાંગીના જાણકાર સંપૂર્ણ શ્રુતાક્ષરનો સભાવ હોવાથી સર્વ નવા મક્ષરચનામા નિત્યોદ્ધાદ: એ અર્થ ઘટતો નથી તેનું શું?
ઉત્તર-૪૪૬ - તમારું કથન વિચાર્યા વગરનું છે કેમકે એ રીતે કેવલાક્ષર પણ ત્યાં ઉત્પન્ન નહિ થાય. કેમકે કેવલીને સંપૂર્ણ કેવલાક્ષરનો અભાવ હોય છે. તેથી સર્વગીવાનામ એ અર્થ ત્યાં પણ ઘટતો નથી.
પ્રશ્ન-૪૪૭ – ત્યાં સામાન્યથી સર્વજીવનું ગ્રહણ કરતાં છતાં પ્રકરણથી કે અપિશબ્દથી કેવલીને છોડીને અન્યોનો જ અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો છે એમ સમજો એટલે કેવલાક્ષર ગ્રહણમાં વિરોધ નથી?
ઉત્તર-૪૪૭ – એ તો શ્રુતાક્ષરગ્રહણમાં પણ ન્યાય સમાન છે, કેમકે ત્યાં સામાન્યથી સર્વજીવનું ગ્રહણ છતાં પ્રકરણ કે અપિશબ્દથી સમસ્ત દ્વાદશાંગીના જાણકારને છોડીને જ આપણાં જેવા બીજાનો અક્ષરનો અનંતમો ભાગ નિત્યઉઘાડો છે. એમ અહીં પણ કહી શકાય, તેથી ત્યાં અને અહીં અકારાદિ શ્રુતાક્ષર જ સમજાય છે.
અથવા અહીં કૃતાક્ષર કહ્યું છે અને ત્યાં કેવલાક્ષર પણ હોય, કૃતાક્ષરને કેવલાક્ષર તુલ્ય માનતા વિરોધ થતો નથી. કેમકે સ્વના અકારાદિ પર્યાયોથી શ્રુતાક્ષર કેવલાક્ષરથી તુલ્ય ન થાય, શ્રુતજ્ઞાનસ્વપર્યાયો સર્વપર્યાયોના અનંતભાગે છે. અને કેવલજ્ઞાન સર્વદ્રવ્યપર્યાયરાશિ પ્રમાણ છે. તે બધામાં તેનો વ્યાપાર હોવાથી. તે આ રીતે લોકમાં સમસ્તદ્રવ્યોનો સમુહપર્યાય રાશિ અનંતાનંત સ્વરૂપ છે પણ અસત્કલ્પનાથી ૧,૦૦,૦૦૦ માનીએ એમાંથી શ્રુતજ્ઞાનના સ્વપર્યાયો ૧૦૦ છે અને પરપર્યાયો ૯૯,૯૦૦ કેવલજ્ઞાનમાં તો એ ૧,૦૦,૦૦૦ પર્યાયો પણ પ્રાપ્ત થાય છે. તે સર્વોપલબ્ધિ સ્વભાવ હોવાથી તે ઉપલબ્ધિવિશેષરૂપ તે બધાય કેવલના પર્યાયો છે. કેમ કે, તે સર્વ દ્રવ્યપર્યાયને જાણનાર છે. જ્ઞાન એ શેયોપલબ્ધિ સ્વભાવવાળું હોય છે. એટલે કેવલજ્ઞાનના ૧,૦૦,૦૦૦ પર્યાય શ્રુતજ્ઞાનના ૧૦૦ પર્યાય થાય. એટલે કૃતાક્ષરો કેવલાલરના સ્વપર્યાય જેટલા નથી.
પ્રશ્ન-૪૪૮ - તો પરપર્યાયોથી તે તુલ્ય થશે?
ઉત્તર-૪૪૮ - તે પરપર્યાયોથી કેવલતુલ્ય નહિ થાય. કારણ કે શ્રુતજ્ઞાનનાઘટાદિવ્યાવૃત્તિરૂપ પરપર્યાયો તેના અનંતાનંત છે કલ્પનાથી ૯૯,૯૦૦ છે તો પણ સર્વદ્રવ્યપર્યાય રાશિ જે લાખ છે. તેના તુલ્ય સો પર્યાયો થતા નથી, સર્વપર્યાયાવંત ભાગથી