________________
૨૦૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમુ ઉત્તર-૪૨૬ – જેમકે (૧) અત્યન્તાનુપલબ્ધિ-ખરવિષાણ અશ્વશૃંગ, વંધ્યાપુત્ર આદિ વસ્તુઓનો અત્યંત અભાવ હોવાથી તે જણાતી નથી તેથી તેની અત્યંત અનુપલબ્ધિ કહેવાય. (૨) સામાન્યાનુપલબ્ધિ-જેમકે રૂપથી જોવાતા અડદના દાણા મોટી અડદના દાણાની રાશિમાં નાખેલા હોય તો દેખાતા નથી તેથી તેની અનુપલબ્ધિ સામાન્ય અનુપલબ્ધિ કહેવાય છે. (૩) વિસ્મૃતિ અનુપલબ્ધિ-વિસ્મૃતિથી “આ તે છે” એવું અનુસંધાન ન કરી શકનારની જાણવી.
પ્રશ્ન-૪ર૭ – અક્ષરોપલબ્ધિના અધિકારમાં અનુપલબ્ધિ અપ્રસ્તુત છે માટે, આ ત્રણે અનુઉપલબ્ધિનો અહીં અધિકાર જ નથી, તો શા માટે કહો છો?
ઉત્તર-૪૨૭ – ઉપલબ્ધિનો વિપક્ષ અનુપલબ્ધિ એટલે વિપક્ષ તરીકે તે ત્રિવિધા અનુપલબ્ધિ પણ અહીં અધિકૃત છે.
પ્રશ્ન-૪૨૮ – તો પણ અનુપલબ્ધિ ત્રણ છે એવો જે નિયમ છે એ ઘટતો નથી અતિસંનિકષ્ટ-અતિવિપ્રકૃષ્ટ રહેલી વસ્તુ જણાતી નથી તેથી તે પણ અનુપલબ્ધિથી પ્રસિદ્ધ છે તેથી તે બધી સાક્ષાત્ અથવા આદિ ગ્રહણથી કહેવી. પણ તેનો નૈવિધ્યનિયમ બરાબર નથી. માટે બધી અનુપલબ્ધિ કહોને?
ઉત્તર-૪૨૮ – ના, ગ્રંથવિસ્તાર થઈ જાય અને અન્યત્ર કહેલી છે તથા બધી જ અનુપલબ્ધિઓ પ્રત્યક્ષ-અનુમાનાન્તર્ગત છે.
અત્યારે અક્ષરશ્નતાધિકારથી જ સૂત્રમાં જે કવરવરદ્ધિમસ દ્ધિઅવqાં સમુપ્પન્ન કહ્યું છે એમાં પ્રતિપક્ષ પ્રશ્ન ઉઠાવે છે....
પ્રશ્ન-૪૨૯ – પુરુષ-સ્ત્રી-નપુંસક-ઘટ-પટાદિ વર્ણવિજ્ઞાનરૂપ અક્ષરલાભ સંજ્ઞીઓને થાય. એ એમ માનીએ છીએ પણ અસંશીઓને તો આ વર્ણવિજ્ઞાન ક્યાંય પણ સંભવતું નથી કારણ અક્ષરલાભ પરોપદેશજન્ય છે, એટલે મન વગરનાને તે નો અસંભવ છે ને?
ઉત્તર-૪૨૯ - શ્રુતમાં તે એકેન્દ્રિયાદિ અસંજ્ઞીઓને પણ કહ્યું છે. રિયા ને મન્નાઈ સુમન્નાળી ય એ વચનથી અને શ્રુતજ્ઞાન વિના અક્ષરે સંભવતું નથી.
પ્રશ્ન-૪૩૦ – તો એ વાતની શ્રદ્ધા કઈ રીતે કરવી?
ઉત્તર-૪૩૦ – દાંત-(૧) જેમ ચૈતન્ય-જીવત-અકૃત્રિમસ્વભાવ આહારદિસંજ્ઞાદ્વારથી અસંજ્ઞીનું જ્ઞાન માનીએ છીએ તેમ લધ્યક્ષરાત્મક સમૂહજ્ઞાન પણ તેમનું જાણવું, પૃથ્વી આદિ એકેન્દ્રિયોનો જીવ જેમ દેખાતો નથી તેમ થોડું હોવાથી સ્થૂલદષ્ટિ તેને જોઈ શકતા