________________
૨૦૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
હોવાથી તત્કૃતિપાદ્ય સર્વ એક થવાની આપત્તિ આવે, તેમની સાથે નસ્તિત્વથી સંબંધ હોવાથી. શેષ ઈંકારાદિ સંબંધિ અને ઘટાદિ ગત તેના પર પર્યાયો છે,
એકેક અક્ષર સંબંધિ સર્વદ્રવ્ય-પર્યાયરાશિનું માપ કહેવું નહિ તો તેમનું પણ પરમાણુ દ્વયણુક-ઘટાદિદ્રવ્યોનું આજ માપ જાણવું એમ કહેતાં પર કહે છે.
પ્રશ્ન-૪૩૨ – સ્વપર્યાયોની જ તે પર્યાયતા ઘટે છે, જે પરપર્યાયો છે તે ઘટાદિના હોય તો અક્ષરના નથી, જો અક્ષરના હોય તો ઘટાદિના નથી. તેથી, જો પરના પર્યાયો હોય તો તેના કઈ રીતે? જો તેના હોય તો પરના કઈ રીતે? આમ વિરોધ આવે છે.
ઉત્તર-૪૩૨ – તમારી વાત બરાબર નથી, કહેવાનો મતલબ તમને ખબર નથી, કારણ કે પ્રકાર રૂકાર આદિ અક્ષરમાં ઘટાદિપર્યાયો અસ્તિત્વથી સંબદ્ધ નથી. એટલે તે પરપર્યાય કહેવાય છે. નહિ તો વ્યાવૃત રૂપથી તે પણ સંબદ્ધ જ છે. એટલે તેમનો પણ વ્યાવૃત્તરૂપે પારમાર્થિક સ્વપર્યાય તરીકે વિરોધ નથી. વિદ્યમાનતાથી તો ઘટાદિપર્યાયો ઘટાદિમાં જ સંબદ્ધ છે. એટલે તે અક્ષરના પરપર્યાયો કહેવાય છે. વસ્તુનું સ્વરૂપ બે પ્રકારનું હોય છે. (૧) અસ્તિત્વ (૨) નાસ્તિત્વ. એટલે જ્યાં જે અસ્તિત્વથી સંબદ્ધ છે, તે સ્વપર્યાયો અને જે નાસ્તિત્વથી સંબદ્ધ છે, તે તેના પરપર્યાયો કહેવાય છે. આમ સ્વ-પર શબ્દો નિમિત્તનો ભેદ જણાવનારા જ છે. પરંતુ તે પર્યાયો તેમાં સર્વથા સંબંધ કે અસંબંધી જણાવનારા નથી. આ રીતે, અક્ષરમાં ઘટાદિપર્યાયો અસ્તિત્વથી અસંબદ્ધ હોવાથી પરપર્યાયો કહેવાય છે. તે ત્યાં સર્વત્ર સંબદ્ધ નથી એવું નથી. કેમકે, નાસ્તિત્વથી ત્યાં સંબદ્ધ છે. એકનો ઉભયત્ર સંબંધ નથી ઘટતો એવું નથી કેમકે એક હિમવતુ આદિનો બે અંશથી પૂર્વાપર સમુદ્રાદિ સાથે સંબંધ છે. જો એક રૂપથી ઉભયત્ર સંબંધ માનીએ તો વિરોધ થાય, અહીં એવું નથી બેરૂપથી ઘટાદિ પર્યાયોનો ત્યાં અને અન્યત્ર બંને સ્થળે સંબંધ છે, સર્વેને ત્યાં ઘટાદિમાં અને અસત્ત્વન અક્ષરાદિમાં સંબંધ છે.
પ્રશ્ન-૪૩૩ – ગધેડાના શિંગડાની જેમ અવિદ્યમાનતા અભાવસ્વરૂપ હોવાથી વસ્તુનું સ્વરૂપ જ નથી તો અવિદ્યમાનરૂપે તેનો તેમાં સંબંધ કેવી રીતે મનાય?
ઉત્તર-૪૩૩ – તે શંકા યોગ્ય નથી, ખરવિષાણકલ્પના વસ્તુનો અભાવ સિદ્ધ કરતી નથી. કારણ કે પ્રાગભાવ-પ્રધ્વસાભાવ-ઘટાભાવ-પટાભાવાદિ વસ્તુ અભાવના વિશેષણની જેમ ખરવિષણાદિમાં વિશેષણ સંભવતું નથી, તેઓ સર્વોપાખ્ય અવિરહ લક્ષણ નિરભિલપ્ય ષષ્ટભૂતની જેમ નીરૂપ છે તથા ખરવિષાણનો અત્યંતભાવ માત્ર જ વ્યવહારિઓ દ્વારા સંકેતિત હોવાથી ષષ્ટભૂતવત્ વસ્તુઅભાવ પણ અમે નિરૂપ માનીએ છીએ, એમ નથી