________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૦૩
નથી. જો અક્ષર પરોપદેશજન્ય કહો તો પણ સંજ્ઞા-વ્યંજન અક્ષરોનું જ જાણવું-લબ્ધિ અક્ષર તો ક્ષયોપશમ-ઇન્દ્રિયાદિનિમિત્ત અસંજ્ઞિઓનું ઘટે છે. એ અહીં મુખ્યતયા પ્રસ્તુત છે સંજ્ઞાવ્યંજનાઅક્ષરમાં નહિ કારણ અહીં વ્યાપક એવા શ્રુતજ્ઞાનનો અધિકાર છે.
અથવા દૃષ્ટાંત (૨)
જેમ પરોપદેશાભાવે અનક્ષર એવા કેટલાક સંજ્ઞી અત્યંત મુગ્ધબુદ્ધિવાળા પુલીન્દ્રબાળગોપાળ-ગાય વગેરેને નરાદિવર્ણ વિશેષ વિષય વિજ્ઞાન ન હોવા છતાં કાંઈક લબ્ધિઅક્ષર મનાય છે. નરાદિ વર્ણઉચ્ચારણમાં તેના સાંભળવાથી પોતાનું નામ જાણે છે અને પ્રવૃત્તિનિવૃત્તિ આદિ કરતા દેખાય છે. એમ એ ગાય આદિઓને પણ તેવા પ્રકારનો પરોપદેશ નથી. છતાં પણ કોઈક વિશેષ ગંગાદિ શબ્દથી બોલાવી હોય તો પોતાનું નામ જાણે છે અને પ્રવૃત્તિ આદિ કરે છે એટલે ત્યાં પણ લધ્યક્ષર છે. અથવા અતિ નધ્યક્ષર, નવિવિજ્ઞાનસદ્ધીવાત, એમ અસંજ્ઞીઓને પણ તે કોઈક લધ્યક્ષર માનવો, આ રીતે, એકેન્દ્રિયાદિનો પણ છે અને જેટલો છે તેટલો લબ્ધિઅક્ષર સાધ્યો. હવે એકૈક અકારાદિ અક્ષરના જેટલા પર્યાયો છે તે વિશેષથી બતાવે છે.
અલગ-અલગ અકારાદિ એકેક અક્ષર સ્વ-પર પર્યાય ભેદથી સર્વ ધર્માસ્તિકાયાદિદ્રવ્યોની પર્યાયરાશિ જેટલા જાણવા. આખા લોકમાં રહેલા જે પરમાણુ-દ્રયણુકાદિ અને એકાકાશ પ્રદેશાદિ દ્રવ્યો, સર્વે વર્ણો, તેના અભિધેય અર્થોનો મેળવીને જે પયયરાશિ થાય છે તે એકેક અકારાદિ અક્ષરનો થાય છે. તેમાંથી અકારના કેટલાક થોડા સ્વપર્યાયો છે તે પણ અનંતા છે, બીજા અનંતાનંતગુણા પરપર્યાયો છે. એમ સર્વસંગ્રહ છે આ બધોય સર્વદ્રવ્યપર્યાયરાશિ સભાવથી અનંતાનંતસ્વરૂપ છે. પણ, અસત્કલ્પનાથી લાખ પદાર્થો છે. એમ, માનો અને-અકાકારાદિ-ધર્માસ્તિકાયાદિ સર્વ આકાશપ્રદેશસહિત બધાય પદાર્થો હજાર છે, ત્યાં એક અકારપદાર્થના સર્વદ્રવ્યમાં રહેલ લાખ પર્યાયરાશિમાંથી અસ્તિત્વથી સંબદ્ધ ૧૦૦ સ્વપર્યાયો છે, શેષ નાસ્તિત્વથી સંબંદ્ધ બધા પરપર્યાયો છે. એમ, ઈકારાદિના પરમાણુયણુકાદિ એકૈક દ્રવ્યના પર્યાયો જાણવા. પ્રશ્ન-૪૩૧ – ક્યા સ્વપર્યાયો છે અને ક્યા પરપર્યાયો છે?
ઉત્તર-૪૩૧ – જે ઉદાત્ત-અનુદાત્ત-સાનુનાસિક-નિરનુનાસિક આદિ આત્મગત પર્યાયોને અન્યવર્ણથી અસંયુક્ત અથવા સંયુક્ત અકાર અનુભવે તે તેના સ્વપર્યાયો કહેવાય છે. કારણ કે તે પર્યાયો અસ્તિત્વથી સંબદ્ધ છે, અનંત છે, વિષ્ણુ-પરમાણુ આદિદ્રવ્યો અનંત હોવાથી અને તેને તદ્દદ્રવ્ય પ્રતિપાદન શક્તિ ભિન્ન હોવાથી, નહિ તો એકરૂપ વર્ણથી વાચ્ય