________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૦૧ આચાર્ય - આ બધું પાંચ પ્રકારનું અનુમાન અનુમાનથી ભિન્ન નથી. આ પાંચભેદમાત્રથી તેના બધા ભેદોનો સંગ્રહ થતો નથી. ધૂમથી-અગ્નિજ્ઞાન અને વાદળથી વરસાદનું જ્ઞાન જે સકલલોકમાં પ્રસિદ્ધ છે એવા અનુમાનોનો આ પાંચ પ્રકારના અનુમાનોમાં સમાવેશ કરેલો નથી. હવે, ઇન્દ્રિય-મનોનિમિત્તજ્ઞાન પણ તત્ત્વથી અનુમાન જ છે. જે ઇન્દ્રિય-મનનિમિત્ત સાક્ષાત્ આગળ રહેલા ઘટાદિ અર્થને જોઈને જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પણ અનુમાન જ છે. ધૂમથી અગ્નિજ્ઞાન જેમ અન્યથી ઉત્પત્તિ હોવાથી ઇન્દ્રિય મનથી ઉત્પન્ન હોવાથી એ આત્માનું પરોક્ષ છે એટલે વાસ્તવિક રીતે અનુમાનથી વિશેષ થતું નથી. જે ઇન્દ્રિયોના પણ સાક્ષાતુ ન થયેલા છતાં-સાદડ્યાદિ લિંગથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન તો અનુમાનરૂપ જ છે એમાં શું શંકા છે?
પ્રશ્ન-૪૨૪ – ઈન્દ્રિયમનોનિમિત્ત જે સાક્ષાત અર્થને જોઈને જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને તમે અનુમાન કહો છો તો તે લોકમાં પ્રત્યક્ષ તરીકે કઈ રીતે પ્રસિદ્ધ છે?
ઉત્તર-૪૨૪ – પરંતુ ઇન્દ્રિય-મનમાત્રના નિમિત્તથી જ એ ઉત્પન્ન થાય છે, તે ધૂમાદિ અન્યલિંગની અપેક્ષા રાખતું નથી એટલે અહીં પ્રત્યક્ષનો ઉપચાર કરાય છે. વાસ્તવમાં તો તે અનુમાન જ છે.
જે આ પંચવિધ અનુમાન ઉપલબ્ધિ કોઈ માને છે તે પુનરુક્તદોષવાળી છે. કારણ કે સાદેશ્ય ઉપમાનાદિમાં સર્વત્ર સાદેશ્ય સમાન છે અને અત્યંત પરોક્ષ સ્વગદિથી ઉપમાન કરવા જતા આગમપણું સમાન હોવાથી પુનરુક્તિ છે. વળી, એ સમસ્તલિંગસંગ્રાવિકા નથી. કેમકે, એમાં સકલલોક પ્રતીત-કાર્ય-સ્વભાવાદિરૂપ ધૂમ-કર્તુત્વાદિલિંગોનો પણ સમાવેશ થતો નથી.
પ્રશ્ન-૪૨૫ – અહીં પણ કોઈક અંશથી સાદેશ્ય છે તો એક જ એ ભલે હોય, ઘણા ભેદનિર્દેશ કરવાનો શું ફાયદો? સર્વલિંગોમાં પણ કોઈપણ અંશથી સાદૃશ્ય જ ગમક
ઉત્તર-૪૨૫ – આ પંચવિધ ઉપલબ્ધિ ગુણકારી નથી ઉક્ત ન્યાયથી એમાં દૂષણ જ દેખાય છે કોઈ ગુણ દેખાતો નથી, એટલે આ નિયમિત પરિણામવાળી પંચવિધ વિશેષોપલબ્ધિથી શું લાભ? અનુમાન તરીકે જ સર્વ સંગ્રહ થઈ જાય છે. એટલે કોઈ દૂષણ નહિ રહે.
પ્રશ્ન-૪૨૬ - ભલે એમ હોય, તો પણ અનુમાનથી અલગ જે ત્રણ પ્રકારની ઉપલબ્ધિ અન્યત્ર પ્રસિદ્ધ છે એનું શું માનશો?