________________
૨૦૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૪૨૧ – પહેલા મતિ-શ્રુતભેદવિચારમાં જે ગા.૧૧૭ સોવિયોવનતી હો; ઇત્યાદિ એમાં શું આ ત્રણે પ્રકારના અક્ષરનો સંગ્રહ છે કે નથી? કારણ કે શ્રુતવિચાર ત્યાં પણ પ્રસ્તુત છે. જો છે તો બતાવો કઈ રીતે છે? જો નથી તો એ અપ્રસ્તુત ભેદ શા માટે કહો છો ?
ઉત્તર-૪૨૧ – દ્રવ્યશ્રુત એ ભાવનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત રૂપ સંજ્ઞાક્ષર કહ્યું છે, મઉરસ્તંભો ય સેમેસુ-ગા.૧૧૭ એ લધ્યક્ષર કહ્યું છે. તે ગાથાથી વિજ્ઞાનાત્મક હોવાથી ભાવશ્રુતરૂપ છે. અને શ્રોતેન્દ્રિયથી ઉપલબ્ધિ છે. જે શબ્દની એવા બહુવ્રીહી સમાસને આશ્રયીને વ્યંજનાક્ષર કહ્યું છે, અને શ્રોત્રેન્દ્રિયની ઉપલબ્ધિ-વિજ્ઞાન એ ષષ્ટિસમાસથી ફરી ભાવશ્રુતરૂપ લબ્ધિઅક્ષર કહ્યું છે, એટલે પૂર્વાપર વિસંવાદ નથી. કારણ કે, પૂર્વે પણ ત્રિવિધ અક્ષરનો ભેદ જણાવીને દ્રવ્યશ્રુત અને ભાવૠતનું સ્વરૂપ કહ્યું છે.
પ્રશ્ન-૪૨૨ – પ્રમાતા લધ્યક્ષર કઈ રીતે પ્રાપ્ત કરે ?
ઉત્તર-૪૨૨ – તે કોઈક ઇન્દ્રિય અને મન વડે પ્રત્યક્ષ પ્રાપ્ત કરે છે. ઇન્દ્રિય-મન નિમિત્ત જે વ્યવહાર પ્રત્યક્ષ છે ત્યાં કોઈકને લધ્યક્ષ શ્રુતજ્ઞાનરૂપ ઉત્પન્ન થાય છે. અન્યને ધૂમાદિ લિંગ જોઈને અગ્નિ આદિરૂપ ઉત્પન્ન થાય છે લિંગ એટલે અનુમાન સમજવું.
પ્રશ્ન-૪૨૩ – લિંગગ્રહણ અને સંબંધ સ્મરણ પછી લિંગથી થયેલું જ્ઞાન અનુમાન કહેવાય તો લિંગ એજ અનુમાન કઈ રીતે કહો છો?
ઉત્તર-૪૨૩ – સાચી વાત છે. પરંતુ કારણમાં કાર્યના ઉપચારથી લિંગ એ અનુમાન જ્ઞાનનું કારણ હોવાથી લિંગ જ અનુમાન છે. જેમકે, પ્રત્યક્ષજ્ઞાનનો જનક ઘટ પણ પ્રત્યક્ષ કહેવાય છે, તેમ લિંગજ્ઞાનનું જનક અનુમાન પણ લિંગ કહેવાય છે. તાત્પર્ય કે-લધ્યક્ષર શ્રુતજ્ઞાન કહેવાય છે તે ઇન્દ્રિયમનો નિમત્તથી પ્રત્યક્ષ થાય છે અથવા અનુમાનથી થાય, તે સિવાય ન થાય. કારણ કે, શેષ આત્મપ્રત્યક્ષ જ્ઞાન તો અવધિ આદિ રૂપ છે.
સાદગ્યાદિથી થતું હોવાથી કેટલાક અનુમાનને પાંચ પ્રકારનું પણ કહે છે.
સાદેશ્યથી અન્ય પ્રત્યક્ષ અર્થમાં પણ સ્મૃતિજ્ઞાન થાય છે. જેમકે સમાન એક ભાઈ ક્યાંક દેખાતા અને તેના સદશ “આ ભાઈ પૂર્વ જોયેલા સમાન હોવાથી તે પૂર્વે જોયેલો એનો ભાઈ હતો.” એવું સ્મૃતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિપક્ષથી સપદિથી તેના વિપક્ષ નોળિયાદિનું સ્મૃતિજ્ઞાન થાય છે. ખચ્ચર જોઈને ઉભય ઘોડા અને ગધેડાનું જ્ઞાન થાય
સ્મૃતિજ્ઞાન થાય છે, ઉપમાનથી-ગાય વગેરેને જોઈને ગવયાદિનું, આગમથી-સ્વગદિ વિષયનું જ્ઞાન થાય છે. આ રીતે અનુમાન ૫ પ્રકારનું છે.