________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૧૯૮
છે. તેમ અહીં પણ અક્ષર શબ્દ વર્ણરૂપે છે, વર્ણ એ શ્રુત છે એટલે તે અક્ષર-અનક્ષરશ્રુત કહેવાય છે.
વર્ણની વ્યાખ્યા :- વર્ણવાય છે અર્થ જેનાથી તે વર્ણ અકાર-કકારાદિ
જેમ ભીતાદિ ઉ૫૨ દોરેલું ચિત્ર કૃષ્ણ-નીલાદિ વર્ણથી પ્રકાશે છે અથવા દ્રવ્ય-ગાય આદિને વર્ણ-ક્ષેતાદિગુણથી બતાવાય છે. જેનાથી દ્રવ્ય બતાવાય-કહેવાય તે વર્ણ-અક્ષર કહેવાય છે તે (૧) સ્વર (૨) વ્યંજન ભેદથી ૨ પ્રકારનો છે.
સ્વર-વ્યંજનની વિસ્તૃત વ્યાખ્યા
(૧) સ્વર :- વ્યંજનોના સ્વરણથી સંશબ્દનથી સ્વરો અકારાદિ કહેવાય છે અથવા અક્ષર-ચૈતન્યના સ્વરણથી અકારાદિ સ્વરો કહેવાય છે. કેમકે, શબ્દના ઉચ્ચારણ વિના અંતર્વિજ્ઞાન જાણી શકાય નહિ. અને શબ્દો તો સ્વરયુક્ત જ હોય એટલે અક્ષરનું અનુસરણ કરતા હોવાથી સકારાદિ સ્વરો કહેવાય છે.
(૨) વ્યંજન :- અર્થના પ્રકટન-વ્યંજનથી વ્યંજન વગેરે અક્ષર શબ્દ પહેલાં જ્ઞાન વાચી બતાવ્યો અત્યારે વર્ણવાચી બતાવે છે. નિરુક્ત વિધિથી રકાર થકાર લોપથી અર્થોને ક્ષરેસંશબ્દ કરે તે અક્ષર કહેવાય અથવા ક્ષીયત કૃતિ ક્ષર ન ક્ષરે અક્ષરમ્ । જુદા જુદા વર્ગોના સંયોગે અનંત અર્થોને પ્રતિપાદન કરે અને સ્વયં ક્ષય ન થાય તેથી તે અક્ષર કહેવાય છે.
ફક્ત વ્યંજનરહિત એવા પણ મૈં કારાદિ સ્વરો જાતે જ વિષ્ણુપ્રમુખ વસ્તુને સ્વરણ કરે છે આ સ્વરો જોડાતા છતાં વ્યંજનોને ઉચ્ચારણ યોગ્ય કરે છે. એટલે તે સ્વર થાય છે. ક્યાંય પણ સ્વરો વિના વ્યંજનનું અર્થપ્રતિપાદન દેખાતું નથી, અને પરગમનમાં એકઠા થયેલા વ્યંજનો સ્વરો વિના ઉચ્ચારી શકતા નથી. એટલે વ્યંજનનાં ઉચ્ચારણ કરવાથી એ સ્વરો કહેવાય છે.
વ્યજયતે-પ્રકટ કરાય છે પ્રદીપ દ્વારા ઘટાદિ અર્થ જેનાથી તે વ્યંજન, વ્યંજન સહાય વગરના કેવલ સ્વરો પ્રાયઃ ક્યારેય બાહ્ય અર્થને પ્રકટ કરતા નથી. કારણ કે વ્યંજન વિનાનું વાક્ય વિવક્ષિત અર્થના પ્રતિપાદન માટે સમર્થ નથી. કેમકે સમ્યર્શન-જ્ઞાન ારિત્રાળિ આ વાક્યમાં વ્યંજનો હટાવતાં આ સ્વરો રહે છે. ૧-૪-૬-૪-૬-મ-૬-મા-રૂ-બ-રૂ આ સ્વરો વિવક્ષિત અર્થને જણાવવા સમર્થ નથી. અકાર કારાદિ કેવલ પણ વિષ્ણુ-કામદેવાદિ અર્થ બતાવે છે એટલે પ્રાયઃગ્રહણ છે. એટલે કે વ્યંજન વિનાના એકલા સ્વરો પ્રાયઃ કરીને બાહ્ય અર્થને ક્યારેય પ્રકટ કરી શકતા નથી.