________________
૧૯૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્ય
અભિધાન પણ અનંત જાણવા. કેમકે પરમાણુથી માંડીને ક્રમશ:પ્રદેશ વૃદ્ધિથી પુદ્ગલાસ્તિકાયમાં સર્વદા અનંત ભિન્નરૂપ દ્રવ્યો પ્રાપ્ત થાય છે. જેમકે પરમાણુ-યણુકચણક-ચતુરણુક યાવત્ અનંત પ્રદેશિક, આ દરેક રૂપ અને અભિધાનવાળા છે. જેમકેપરમાણ-નિરંશ નિર્ભેદ-નિરવય-નિષ્પદેશ-અપ્રદેશ વગેરે તે રીતે કયણુક-દ્ધિપ્રદેશિક-દ્વિભેદદ્વયવયવ વગેરે સર્વદ્રવ્ય-સર્વપર્યાયોમાં જોડવું-ઘટાવવું.
પ્રશ્ન-૪૧૪ – અભિધેય અનંત વિસમાનરૂપવાળું અને ભિન્ન અભિધાનવાળું છે તેથી શું?
ઉત્તર-૪૧૪ – તેથી અક્ષરસંયોગરૂપ અભિધાનો જે સંખ્યારૂપ પ્રમાણ છે તો પણ અભિધેયમાં રહેલા અનંત પર્યાયરાશિતુલ્ય તેનું પ્રમાણ છે. જેટલા પરિણામ અભિધેય છે તેટલા પરિણામ અભિધાન પણ હોય છે. જે રૂપે ઘટાદિશબ્દમાં આકારાદિ સંયુક્ત છે, તે જ રૂપે પટાદિશબ્દમાં નથી, એમ કરવાથી તો ઘટ-ઘટના સ્વરૂપની જેમ એકરૂપશબ્દથી અભિધેય હોવાથી અભિધેયના એકત્વનો પ્રસંગ આવે. એટલે અભિધેય અનંત હોવાથી અભિધાન પણ અનંત છે અને સૂત્રમાં પણ કહ્યું છે ને કે – માંતામાં મતપન્નવાં આ રીતે શ્રુતજ્ઞાનપ્રકૃતિઓ અનંત હોવાથી તેનું વર્ણન કરવાનું સામર્થ્ય નથી. એટલે શ્રુતજ્ઞાન સંબંધિ ૧૪ પ્રકારનો નિક્ષેપ કહીશ.
પ્રશ્ન-૪૧૫ – પ્રકૃતિ એટલે શું?
ઉત્તર-૪૧૫ – અંગ પ્રવિષ્ટાદિ શ્રુતજ્ઞાનનો અંશ-ભેદ અથવા બાહ્ય-અભ્યતર ભેદ ભિન્ન જે હેતુ તે શ્રુતજ્ઞાનની પ્રકૃતિ કહેવાય. બાહ્ય હેતુ-પત્રમાં લખેલા અક્ષરાદિ, આંતરહેતુક્ષયોપશમની વિચિત્રતા અથવા તે શ્રુતનો સ્વભાવ એકેન્દ્રિયથી ૧૪ પૂર્વધર સુધીના જીવોની તરતમતાથી ભિન્ન-ભિન્ન રૂપે થતું જ્ઞાન તે પ્રકૃતિ કહેવાય છે. આ અંશો-હેતુઓ અને સ્વભાવો બધાય અનંતા છે. આથી આયુષ્ય પરિમિત હોવાથી અને વાણી ક્રમવર્તી હોવાથી બોલવા શક્ય નથી. જેટલા વચનમાર્ગો-સંકેતો કે મતિજ્ઞાન વિશેષો શ્રતગ્રંથાનુસાર પ્રાપ્ત થાય છે. તે બધાય શ્રુતજ્ઞાન છે. ગાથા ૧૪૨ માં મતિ-શ્રુતભેદ વિચારમાં એ પહેલા જણાવેલા છે. અને તે શ્રુતાનુસારી વચનમાર્ગરૂપ મતિ વિશેષો અનંતા છે.
પ્રશ્ન-૪૧૬ – જો મતિવિશેષ હોય તો શ્રુતજ્ઞાન કઈ રીતે?
ઉત્તર-૪૧૬ - શ્રુતાનુસારિ વિશિષ્ટ મતિવિશેષ એ શ્રુત જ છે. એ બધું આગળ વિસ્તારથી કહેલું જ છે.
પ્રશ્ન-૪૧૭ – જો મૃતભેદો અનંત હોય તો પણ તે કહીતો શકાય ને?