________________
૧૯૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ લબ્ધિકાળ :- મતિજ્ઞાન લબ્ધિ પણ તદાવરણક્ષયોપશમરૂપ પ્રાપ્તસમ્યક્તવાળા એક જીવની જઘન્યથી અંતર્મુહૂર્ત જ છે. પછી મિથ્યાત્વમાં જાય કે કેવલપ્રાપ્તિ થાય. એક જીવને આશ્રયીને જ્ઞાન લબ્ધિકાળ ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમથી અધિક છે.
પ્રશ્ન-૪૧૨ – એટલો કાળ કઈ રીતે થાય? અને નાના જીવોનો લબ્ધિકાળ કેટલો છે?
ઉત્તર-૪૧૨ – મતિજ્ઞાની કોઈ સાધુ દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમપાળી વિજ્યાદિ ૪ માંથી કોઈ એક અનુત્તરમાં ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ દેવાયુ અનુભવી ફરી અપ્રતિપતિત મત્યાદિજ્ઞાનવાળો જ મનુષ્યમાં ઉત્પન્ન થયેલો દેશોન પૂર્વક્રોડ વર્ષ સંયમપાળી તે જ વિજ્યાદિ ૪માં ઉત્કૃષ્ટાયુ પ્રાપ્ત કરી અપ્રતિપતિત મત્યાદિજ્ઞાનવાળો જ મનુષ્ય થઈ પૂર્વકોટી
જીવીને સિદ્ધ થાય એમ વિજ્યાદિમાં ૨ વાર ગયેલા, અથવા અમ્યુતમાં ૨૨ સાગરોપમ સ્થિતિવાળા દેવમાં ત્રણવાર ગયેલા ને તે ૬૬ સાગરોપમ સાધિક થાય છે, અધિક નરભવ સંબંધિ દેશોનપૂર્વકોટિ ૩ કે ૪ જાણવી નાનાજીવોની અપેક્ષાએ તો સર્વકાળ મતિજ્ઞાનની સ્થિતિ છે.
(૬) અંતરદ્વાર
કોઈ જીવ સમ્યક્ત સહિત મતિજ્ઞાન પ્રાપ્ત કરી અંતર્મુહૂર્ત મિથ્યાત્વમાં રહી જો ફરી સમ્યક્ત સહિત મતિજ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યારે, મતિજ્ઞાનનું પ્રામિવિરહકાળરૂપ જઘન્ય અંતર-અંતર્મુહૂર્ત થાય છે. આશાતનાદિ દોષ બહુલ જીવનું સમ્યક્તથી પડેલાનું દેશોનાર્ધ પુદ્ગલ પરાવર્તરૂપ ઉત્કૃષ્ટ અંતર થાય છે. એટલા કાળે ફરીથી સમ્યક્ત-મતિજ્ઞાન પ્રાપ્ત થાય છે.
નરકાદિગતિ ચતુષ્ટયથી યુક્ત આ ત્રિભુવન મતિજ્ઞાનીઓથી સર્વદા અશૂન્ય છે. તેથી નાનાજીવોને આશ્રયીને મતિજ્ઞાનનો અંતરકાળ નથી. કેમકે દરેક સમયે કોઈને કોઈ જીવા મતિજ્ઞાનવાળો જ હોય છે જ.
(૦) ભાગદ્વાર
શેષ જ્ઞાનીઓના અનંતમાં ભાગે મતિજ્ઞાન છે. કેમકે શેષજ્ઞાનીઓ કેવલી સહિત હોવાથી અનંતા છે મતિજ્ઞાની તો આખા લોકમાં ય અસંખ્યતા જ છે.
(૮) ભારદ્વાર
મતિજ્ઞાનાવરણ કર્મના ઉદયે-ક્ષણે અને અનુદીર્ણ-ઉપશાંતે મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે તે ક્ષાયોપથમિક ભાવમાં જ વર્તે છે.