________________
૧૯૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
સૂક્ષ્મદ્વાર :- ઉભયાભાવવાળા, બાદર-પર્યાપ્તવત્ જાણવા. સંશદ્વાર - દીર્ઘકાલિક ઉપદેશથી સંસી, તે બાદરવત જાણવા અસંશ-અપર્યાપ્તવત્
જાણવા.
ભવદ્વાર - ભવસિદ્ધિઓ સંજ્ઞીવત-અભવ્યો-ઉભયાભાવી જાણવા.
ચરમદ્વાર :- ચરમ શરીરી તદ્ભવ મોક્ષગામી જીવો ભવ્યની જેમ જાણવા તથા અચરમ શરીરી જીવો અભવ્યની જેમ જાણવા.
(૨) દ્રવ્યપ્રમાણ દ્વારા
પ્રશ્ન-૪૦૯ – આ લોકમાં મતિજ્ઞાનના પરિણામને પામેલા જીવદ્રવ્યોનું પ્રમાણ એક વિવક્ષિત સમયે કેટલું હોય?
ઉત્તર-૪૦૯ - જો પ્રતિપદ્યમાનકોનું પ્રમાણ પૂછો તો તેવા તે વિવક્ષિત સમયે પ્રાપ્ત થાય કે ન થાય પ્રતિપદ્યમાન પ્રાપ્તિ પક્ષમાં જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી સર્વલોકમાં ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાત ભાગ જેટલા મળે. પૂર્વપ્રતિપત્રનું પ્રમાણ-જઘન્ય-ઉત્કૃષ્ટથી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાત ભાગ જેટલા મળે ફક્ત જઘન્યપદથી ઉત્કૃષ્ટ વિશેષાધિક છે.
(૩) ક્ષેત્ર દ્વાર
વિવિધ જીવોની અપેક્ષાએ સર્વે મતિજ્ઞાની મળીને લોકના અસંખ્યાત ભાગ જ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન-૪૧૦ – એક જીવનું કેટલું ક્ષેત્ર હોય?
ઉત્તર-૪૧૦ – ૭/૧૪ = ૧/૨ ભાગ = ૭ રાજ, ઉપર ઇલિકાગતિથી, વિગ્રહમાં ગયેલા નિરંતર અપાંતરાલ ભાગને સ્પર્શીનું અનુત્તરવિમાનોમાં જાય ત્યારે અથવા ત્યાંથી આવતાં ઉપર કહ્યા પ્રમાણે સાત રાજ હોય કે ત્યાંથી આવવામાં નીચે ૬ઠ્ઠી નરકમૃથ્વીનાં ગમન-આગમનમાં ૫ રાજ પ્રાપ્ત થાય છે. જ્યારે મતિજ્ઞાની મરીને ઇલિકાગતિથી અનુત્તરમાં ઉત્પન્ન થાય કે ત્યાંથી ચ્યવીને મનુષ્ય થાય ત્યારે એનો જીવપ્રદેશ દંડ સાતરાજપ્રમાણ ક્ષેત્રમાં હોય છે, નીચે ૬ઠ્ઠી નરકમાં જતા-આવતાં ૫ રાજ પ્રમાણ ક્ષેત્રમાં એ દંડ હોય, કારણ કે જેને સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલું છે એવો સમ્યક્ત્વની વિરાધના કરનારો જીવ છઠ્ઠી નરક પૃથ્વી સુધી જાય છે એવો સિદ્ધાંતનો મત છે પરંતુ, કાર્મગ્રંથિક મતથી તો વૈમાનિક દેવોમાંથી અન્યત્ર તિર્યંચ કે મનુષ્ય તે જ ક્ષયોપશમ સમ્યક્તના વમનથી ઉત્પન્ન થાય છે.