________________
ગુજરાતી પ્રશ્નોત્તર
સંયતદ્વાર :- સંયતાદિ મતિના પૂર્વપ્રતિપક્ષ નિયમા હોય પ્રતિપઘમાનો પણ ભજનાથી પ્રાપ્ત થાય છે.
૧૯૧
પ્રશ્ન-૪૦૮
-
• સમ્યક્ત્વલાભની અવસ્થામાં જ મતિજ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી સંયત પ્રાપ્ત કરતો કઈ રીતે હોય ?
ઉત્તર-૪૦૮
સત્ય છે. પરંતુ જે કોઈ અતિવિશુદ્ધિવશ સમ્યક્ત્વ અને ચારિત્ર એકસાથે પ્રાપ્ત કરે છે તે તેવી અવસ્થામાં સંયમ પામતાં મતિજ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી સંયત મતિનો પ્રતિપદ્યમાનક થાય છે.
-
આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે - “નસ્થિ પરિત્ત સમ્મત્તવિધૂળ હંસળ તુ મખિi" ભજના – ‘સમ્મત્ત-રિત્તારૂં ગુાવ, પુર્જા ૨ સમ્મત્ત' સમ્યક્ત્વ વિના ચારિત્ર નથી, પરંતુ દર્શનની ભજના હોય છે. સમ્યક્ત્વ તથા ચારિત્ર સાથે પ્રાપ્ત થાય અથવા સમ્યક્ત્વ પહેલાં પણ પ્રાપ્ત થાય એટલે ભજના કહેવાય છે.
ઉપયોગદ્વાર ઃ- ઉપયોગ ૨ પ્રકારે, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન-સાકારોઉપયોગ, ૪ દર્શનઅનાકાર ઉપયોગ, સાકારોપયોગમાં મતિજ્ઞાન પામેલા નિયમા છે. પામનારામાં ભજના હોય છે, અનાકારોપયોગમાં તો પામેલા જ છે પામતા એવા નથી. કારણ કે, તેમાં લબ્ધિથી ઉત્પત્તિનો નિષેધ છે.
આહારકદ્વાર :- આહારકો સાકારોપયોગવત્ જાણવા, અનાહારકો અપાંતરગતિમાં પૂર્વે મતિ પામેલા સંભવે છે પ્રતિપદ્યમાનકો તો નથી જ હોતા.
ભાષાદ્વાર :- ભાષાલબ્ધિ હોય ત્યારે બોલનાર કે ન બોલનાર કોઈ મતિજ્ઞાન પ્રાપ્ત કરે છે, કોઈ પૂર્વમાં પ્રાપ્ત કરેલા પણ હોય છે ભાષાલબ્ધિવાળો મનુષ્યાદિ જાતિ અપેક્ષાએ પૂર્વપ્રતિપક્ષ નિયમા હોય, પ્રતિપદ્યમાનક પણ ભજનાથી હોય છે ભાષાલબ્ધિવિનાનો હોય એમાં ઉભયાભાવ છે. તે પૂર્વે મતિજ્ઞાન પ્રાપ્ત કરેલો પણ હોતો નથી અને નવું પ્રાપ્ત કરતો પણ હોતો નથી. તે માત્ર એકેન્દ્રિય જ હોય છે. તેને પૂર્વેકહ્યા મુજબ ઉભયાભાવ જ છે.
પરિત્તદ્વાર :- પરીત્તા-પ્રત્યેકશ૨ી૨ીઓ અથવા પરીત્ત કરેલા સંસારવાળા-થોડા ભવવાળા એ બંને નિયમા પૂર્વે મતિજ્ઞાન પ્રાપ્ત કરેલા જ હોય. પ્રતિપદ્યમાનક ભજનાથી હોય અપરીત્તા સાધારણજીવો હોય છે. અથવા અર્ધપુદ્ગલપરાવર્તથી ઉપરવર્તિ સંસારવાળા હોય
છે. એ બંને મિથ્યાદષ્ટિ હોઈ તેમનામાં ઉભયાભાવ યાને પ્રતિપક્ષ કે પ્રતિપદ્યમાન ન હોય.
પર્યાપ્તદ્વાર :- છ પર્યાતિથી પર્યાપ્ત-પીત્તવત્, અપર્યાપ્ત-પ્રતિપન્ન જ હોય પ્રતિપદ્યમાન
ન હોય.