________________
૧૯૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સમયોમાં મતિજ્ઞાન નિષેધ કરે તો બરાબર નથી કેમકે, છેલ્લા સમયે તો જ્ઞાન સિદ્ધ છે એટલે સિદ્ધ કાર્યને ફરી સાધવાથી તો સિદ્ધ સાધ્યતા દોષ આવે.
પ્રશ્ન-૪૦૭ – તો ચરમક્રિયા સમયે પણ તે જ્ઞાનપ્રાપ્તિને નિવારાય?
ઉત્તર-૪૦૭ – એ ઘટતું નથી, ત્યાં તે પ્રસાધિત છે તે ધર્મશ્રવણાદિ ક્રિયાના ચરમસમયે સમ્યક્ત અને જ્ઞાન પ્રતિપદ્યમાન પ્રતિપન્ન જ એટલે સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની સમ્યક્ત અને જ્ઞાન એક સાથે પ્રતિપાદ કરે છે-પ્રાપ્ત કરે છે.-નિશ્ચયનય.
વ્યવહાર નય:- તે ચરમ સમયે સમ્યક્ત-જ્ઞાનનો એ હજુ પણ પ્રતિપાદ્યમાનક છે અને પ્રતિપદ્યમાન જ છે. એથી મિથ્યાદષ્ટિ અને અજ્ઞાની સમ્યક્ત અને જ્ઞાન સ્વીકારે છે, પછી ક્રિયાસમાપ્તિસમયે તો સમ્યક્ત-જ્ઞાન એકસાથે પ્રાપ્ત કરે છે. પ્રસ્તુતમાં સમ્યક્ત દ્વારમાંએમના મતે સમ્યગ્દષ્ટિ આભિનિબોધિકનો પૂર્વપ્રતિપન્ન જ હોય છે પ્રતિપદ્યમાનક ન હોય કારણ, સમ્યક્ત-જ્ઞાન એક સાથે પ્રાપ્ત થાય છે, તે સમયે ક્રિયા ન હોય, તેના અભાવે પામવાપણું ન ઘટે. નિશ્ચય મતે-સમ્યગ્દષ્ટિ મહિનો પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન પ્રાપ્ત થાય છે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક સાથે હોય તેવું તેને માન્ય છે.
જ્ઞાનદ્વાર - મતિ આદિ ૫ પ્રકારના જ્ઞાન છે, વ્યવહારનય મતે – મતિ આદિ ૪ જ્ઞાનવાળા મતિના પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાનક ન હોય, જ્ઞાનીઓને મતિજ્ઞાનની પ્રાપ્તિ ન હોય આ તમે પહેલા કહેલું છે. કેવલીને ઉભયાભાવ હોય છે, તેઓ ક્ષાયોપથમિક જ્ઞાનાતીત હોવાથી એમનામાં મતિજ્ઞાનની પ્રાપ્તિ કે પ્રાપ્ત કરનારા તેઓ ન હોય. મતિઅજ્ઞાન-શ્રુતજ્ઞાન-વિર્ભાગજ્ઞાનવાળા પ્રતિપદ્યમાનકા ક્યારેક હોય છે, પ્રતિપન્ના ન હોય. જે યુક્તિ બતાવેલી છે, નિશ્ચયમતથી – મતિ-શ્રુત-અવધિવાળા નિયમા પૂર્વ પ્રતિપન્ન હોય છે પ્રતિપદ્યમાનકો ભજનાથી હોય છે. જ્ઞાનીને જ્ઞાનની પ્રતિપત્તિ સમર્થિત છે. મન:પર્યાયજ્ઞાનીઓ પૂર્વપ્રતિપન્ન જ હોય છે પ્રતિપદ્યમાન ન હોય, પૂર્વસમ્યક્તલાભ સમયે પ્રતિપન્નમતિજ્ઞાનવાળાને જ પછીની અવસ્થામાં મન:પર્યાય જ્ઞાન થાય, કેવલીને ઉભયાભાવ તથા મતિઆદિ અજ્ઞાનવાળાને પણ ઉભયાભાવ જ છે. કારણ કે જ્ઞાનીને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
દર્શનદ્વાર - દર્શન ચક્ષુઆદિ ૪ પ્રકારે છે. (૧) ચક્ષુ (૨) અચક્ષુ (૩) અવધિ (૪) કેવલદર્શન. પ્રથમ ત્રણમાં લબ્ધિ માનીને પૂર્વપ્રતિપન્ન નિયમ હોય પ્રાપ્ત કરનારાઓ ભજનાથી જાણવા. તેના ઉપયોગને આશ્રયીને મતિજ્ઞાનના પૂર્વપ્રતિપન્ન જ છે, પ્રતિપદ્યમાનકા નથી. મતિજ્ઞાન લબ્ધિ છે અને લબ્ધિની ઉત્પત્તિનો દર્શનોપયોગમાં નિષેધ છે સંધ્યાનો વિ સદ્ધીમો સારોવડર ડેવવન્નતિ એ વચનથી, કેવલદર્શનને ઉભયાભાવ હોય છે.