________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
છેદન થાય એવું બોલવું શોભાસ્પદ નથી. બીજું ક્રિયાકાળે કાર્ય થતું નથી પછી થાય છે, એનાથી એ થાય છે કે, હતક ક્રિયા જ સર્વઅનર્થનું મૂળ છે. કારણ કે તે ઉત્પન્ન થતા કાર્ય માટે વિઘ્નરૂપ છે, જ્યાં સુધી એ પ્રવર્તે છે ત્યાં સુધી બિચારું કાર્ય ઉત્પન્ન જ થતું નથી. એથી ઉલટી એ તેમાં વિઘ્નાભૂતા જ છે, તેથી વ્યવહારવાદી એવા તમારા મતથી બુદ્ધિમાન લોકો વિપરિતપણે જ કાર્યનો આરંભ કરે છે. અને ક્રિયા જ કાર્ય કરે છે તેના વિરામે કાર્ય નિષ્પન્ન થાય છે એમ જો કહો તો તેના કાર્યનો વિરોધ કેવો ? કે જેથી ક્રિયા કરાતા છતા તેનો કાળ પૂરો કરીને પછી કાર્ય નિષ્પન્ન થાય છે. તે કાળે નહિ ? વળી, ક્રિયા પૂરી થતા થતું કાર્ય તેના આરંભ પહેલાં કેમ નથી થતું. ક્રિયાનો અનારંભ અને અંત અર્થથી તો સમાન જ છે ને ? હવે ક્રિયા વિના કાર્ય થાય છે એવો બીજો પક્ષ હોય તો હિમાચલ-મેરૂ-સમુદ્રાદિ જેમ ઘટાદિ પણ ક્રિયા વગર જ કરાયેલાં પ્રાપ્ત થાય, અને તેમની જેમ ઘટાદિથી પણ કારણભૂત ક્રિયા વિના જ પ્રવૃત્તિ થાય. મોક્ષાદિ તરફ સાધુ આદિનું તપ-સ્વાધ્યાદિક્રિયા વિધાન અનર્થક જ થાય. કારણ કે ક્રિયા વિના જ સર્વ કાર્યોની ઉત્પત્તિ થાય છે. એટલે મુંગા રહીને નિષ્પદ-નિરાકુલ આ ત્રણે ભુવન શાંત રહે. ક્રિયાના આરંભ વિના પણ આલોક-પરલોક સમસ્ત સમીહિત સિદ્ધ થઈ જાય છે. એવું થતું નથી તેથી ક્રિયા જ કાર્યની કર્તા છે, અને ક્રિયા કાળે જ કાર્ય થાય છે ક્રિયા પૂરી થતા કાર્ય થતું નથી એટલે વિમાળમેવ તું એ સ્થિત થયું-વ્યવહાર નય.
૧૮૮
પ્રશ્ન-૪૦૩ – જો ક્રિયા સમયે પણ કાર્ય થાય તો તે ત્યાં કેમ દેખાતું નથી ? કદાચ માનો કે દેખાય જ છે, તો અમે પણ કેમ તેને જોતા નથી ?વ્યવહારવાદી
ઉત્તર-૪૦૩ – વસ્તુ જે સમયે શરૂ થાય છે તે ત્યાં થાય છે અને દેખાય છે, હે સ્થૂળ બુદ્ધિવાળા ! તારી નજર ખાલી ઘડામાં લગાવે છે એટલે તેને દેખાતું નથી પ્રતિસમયે ઉત્પન્ન કાર્યકોટિઓનો કાળ-માટીનો પિંડ બનાવવો-ચક્રભ્રમણ વગેરે બધોય માત્ર એક ઘટમાં જ તું જોડે છે આ બધી કાર્યકોટીઓમાં તું નિરપેક્ષ છે, કારણ કે તું માત્ર ઘટગત અભિલાષાવાળો છે. ઘટ આ માટી-દંડ-ચક્ર-ચીવરાદિસામગ્રીમાં ઉત્પન્ન થશે-૨ એવો જ તેને ફક્ત અભિલાષ છે, અને પ્રતિસમય અપર-અપર શિવકાદિ કાર્યો ઉત્પન્ન થાય છે અને દેખાય છે. તે તેમ ઉત્પન્ન થતાં તું જાણતો નથી, આ બધી સામગ્રી ઘટોત્પત્તિ નિમિત્તભૂત જ છે. એક માત્ર ઘટના અભિલાષવાળો હોવાથી તેનાથી નિરપેક્ષ જ સ્થળબુદ્ધિથી તે બધો કાળ ઘટમાં લગાવે છે તેથી પૂર્વની ક્રિયાક્ષણોમાં ઉત્પન્ન ન થવાથી ઘટને જોયા વિના જ બોલે છે-ક્રિયાકાળે ઘટરૂપ કાર્ય હું જોતો નથી એટલું ય જાણતો નથી કે ચ૨મક્રિયાક્ષણે જ ઘટ શરૂ થાય છે. અને પૂર્વની ક્રિયા કાળે તો શિવકાદિ જ આરંભ થાય છે અન્ય કાર્યના આરંભે અન્ય કાર્ય ન જ દેખાય.