________________
૧૮૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૩૯૮ – જો ક્રિયાના પ્રથમ સમયે જ કાર્ય થાય તો ત્યાં જ ઉપલબ્ધ થાય પણ આરંભ સમયે જ તે દેખાતું નથી કે શિવકાદિ કાળમાં ય દેખાતું નથી.
પ્રશ્ન-૩૯૯ – તો ક્યાં દેખાય છે?
ઉત્તર-૩૯૯- તે ઘટાદિ કાર્ય દીક્રિયાકાળના અંતે દેખાય છે. તેથી ક્રિયાકાળ સુધી જ તે સત્ ઘટે છે તેના પહેલાં નહિ તેમાં તે ઉપલભ્યમાન નથી. એટલે ગુરુપાસે સિદ્ધાંતશ્રવણચિંતન ઈહનાદિકાળે મતિજ્ઞાન ઘટતું નથી. પણ, શ્રવણાદિ ક્રિયાકાળના અંતે જ ઘટે છે. એટલે ક્રિયાકાળે કાર્ય નથી પણ નિષ્ઠાકાળે જ છે. તેથી પ્રતિપદ્યમાન કાર્ય પ્રતિપન્ન નથી. ક્રિયાકાળે જ તે પ્રતિપદ્યમાન હોવાથી અને નિષ્ઠાકાળે જ પ્રતિપન્ન હોવાથી અને તે બંનેનો અત્યંત ભેદ હોવાથી, તેથી મિથ્યાષ્ટિ અને અજ્ઞાની સમ્યત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરે છે સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની નહિ... રૂતિ વ્યવહારનય: //
નિશ્ચયનય :- નાત નાતે તપવત્ એવું અસત્કાર્યવાદી તમે કહો છો તેમ સત્કાર્યવાદી અમે કહીએ છીએ નાનાd ગાયતે, ગમાવત્વાત, વિપુષ્પવ, વિપર્યયમાં બાધ કહે છે જો સનાત પણ થાય તો ખરવિષાણ પણ થાય, અભાવાવિશેષથી. તમે નિત્યકરણાદિ જે અમને દોષો આપ્યા છે તે કાર્ય ન હોતે છતે અસત્કાર્યવાદિને પણ સમાન છે. જેમકે-જો અસત કરી શકાય તો નિત્ય જ કરો, અસત્તાવિશેષાતુ, એમ એકેય કાર્યની નિષ્પત્તિ ઘટે નહિ, ખરવિષાણકલ્પ અસત્ કાર્ય ઉત્પન્ન થવામાં ક્રિયાની નિષ્ફળતા જ છે.
પ્રશ્ન-૪૦૦ – શું અસત્ કાર્યમાં આ દોષો સમાન છે?
ઉત્તર-૪૦૦ – ના, કષ્ટતર અથવા દુષ્પરિહારતર છે. કારણ કે સત્ એવા કાર્યનું કોઈપણ પર્યાય વિશેષથી કરણ સંભવતાં છતાં લોકમાં પણ સત્ આકાશાદીના પર્યાયવિશેષને ધારણ કરવાની અપેક્ષાએ જ વિદ્યમાન એવા આકાશાદિનું કરણ પ્રસિદ્ધ છે. ત્યાં કહેનારા મળે છે જેમકે - આકાશ કર, પુઠકર, પગકર વગેરે માટે જ કરવાનું કહેવાય છે. ખરવિષાણકલ્પ અસત્ કાર્યમાં તો કોઈપણ રીતે કરણ સંભવતું નથી. તેથી આ દોષો ત્યાં કષ્ટતર છે. અને જે કહ્યું પૂર્વે નહિ થયેલું થતું જણાય છે ત્યાં ઉત્પત્તિની પૂર્વમાં જે સર્વથા અવિદ્યમાન છે તે કાર્ય ઉત્પન્ન થાય છે. એવું તમે માનો તો પૂર્વે ન થયેલું એવું ગધેડાનું શિંગડુ પણ તેને કેમ દેખાતું નથી ? કેમકે પૂર્વમાં અવિદ્યમાનપણું તો ખરવિષાણ અને ઘટ બંનેમાં સમાન છે.
સમયે સમયે ઉત્પન્ન થતાં પરસ્પર વિલક્ષણ અસંખ્ય કાર્યો મૃત્મનન-સંહરણ-પિટકગધેડાની પીઠ પર ચડાવવી-ઉતારવી, પાણી નાંખવું, પરિમર્દન-પિંડવિધાન-ભ્રમણ-ચક્રરોપણ