________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૮૫ કષાયદ્વાર :- અનંતાનુબંધી ૪ માંસસ્વાદન અંગીકાર કરી પૂર્વપ્રતિપન્ન હોય પ્રતિપાદ્યમાનક ન હોય શેષ ૧૨ માં પંચેન્દ્રિયની જેમ સમજવું.
લેશ્યાવાર - ભાવલેશ્યાશ્રયીને કૃષ્ણાદિ ત્રણ અપ્રસસ્ત વેશ્યાઓમાં પૂર્વ પ્રતિપન્ન સંભવે અન્યમાં ન સંભવે પ્રશસ્ત ત્રણ તેજ, પદ્મ, શુક્લ લેગ્યામાં પંચેન્દ્રિય જેમ જાણવું.
સમ્યક્તાર :- (૧) વ્યવહારનય :- મિથ્યાષ્ટિ અજ્ઞાની સમ્યક્ત-જ્ઞાનનો પ્રતિપદ્યમાન હોય સમ્યક્ત-જ્ઞાનસહિત હોય એ પ્રતિપદ્યમાન ન હોય, (૨) નિશ્ચયનય - સમ્યદષ્ટિ અને જ્ઞાની સમ્યક્ત-જ્ઞાન પ્રતિપદ્યમાન, મિથ્યાષ્ટિ કે અજ્ઞાની ન હોય.
વ્યવહારવાદી નિશ્ચયનું દુષણ બતાવે છે. પ્રશ્ન-૩૯૭– વ્યવહારનય - સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની સમ્યત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરે છે એવું જો તમે માનો છો તો થયેલું એવું સમ્યક્ત અને જ્ઞાન પણ એ ફરીથી પ્રાપ્ત કરે છે. એવું સામર્થ્યથી જણાય. પણ થયેલું ફરી થતું નથી કેમકે ભાવથી તે વિદ્યમાન છે પૂર્વે બનેલી ઘટ ફરીથી કરાતો નથી તેમ સમ્યગ્દર્શન અને જ્ઞાન પણ સમ્યગ્દષ્ટિને હોવાથી ફરી નથી થતા.
આ વ્યવહારનયનો મત છે તે અસત્કાર્યવાદિ છે અને પ્રમાણ કરે છે. ય વિમા તન્ન વેવિ ક્ષિયે યથા પૂર્વનિષ્પન્ન થટ: સમ્યગ્દષ્ટિને સમ્યક્ત અને જ્ઞાન વિદ્યમાન હોવાથી તેનું કરણ સંગત નથી. હવે જો કરેલું પણ કરાય તો નિત્ય પણ કરે, એમતો ક્રિયાનો અંત જ નહિ આવે. એટલે ક્યારેય કાર્યની સમાપ્તિ નહિ થાય. એટલે પ્રસ્તુત મતિની પણ પ્રતિપત્તિની અનવસ્થા થશે. એમાં બીજા પણ કેટલાક દોષો આવે છે. (૧) ઘટાદિ કાર્ય ઉત્પાદ્ય થતાં ચક્રભ્રમણાદિ ક્રિયા નિષ્ફળ થાય, કેમકે તે કાર્યની પૂર્વમા જ છે (૨) સત્કાર્યવાદિને પ્રત્યક્ષ વિરોધ છે. કારણ કે પૂર્વે માટીનાપિંડની અવસ્થામાં અવિદ્યમાન અને પછી કુંભારાદિ વ્યાપાર થતા ઘટાદિ કાર્ય થતું જણાય છે. એટલે ઉત્પન્ન થાય છે એવું કઈ રીતે કહેવાય છે જે સમયમાં શરૂ થાય છે તેમાં જ બને છે એટલે તે નિષ્પન્ન જ બનાવાય છે કારણ કે ક્રિયાકાળ-નિષ્ઠાકાળ અભેદ છે?
ઉત્તર-૩૯૭ – એમ નથી, કારણ કે ઉત્પન્ન થતા ઘટાદિનો ક્રિયાકાળ દીર્ઘઅસંખ્યસમયનો લાગતો દેખાય છે. તેથી જે સમયે ઘટાદિ શરૂકરાય છે તે જ સમયે બનતા નથી. માટીલાવવી તેનો પિંડ બનાવવો-ચક્ર આરોપણ-શિવકાદિ બનાવવું વગેરે લાંબા સમયે જ તેની ઉત્પત્તિ થાય છે.
પ્રશ્ન-૩૯૮ – દીર્ઘક્રિયાકાળ ભલે થાય પણ કાર્ય તો આરંભ સમયે પણ ઉપલબ્ધ થાય છે ને ?