________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અવધિજ્ઞાનીની જેમ મનઃપર્યાયજ્ઞાની પણ નિશ્ચયનય મતે પ્રતિપદ્યમાનક થાય. આહારકદ્વારઅનાહારી કેટલાક દેવાદિ પૂર્વભવથી ગ્રહણ કરેલ સમ્યક્ત્વ મનુષ્યાદિમાં ઉત્પન્ન થતા મતિના પૂર્વપ્રતિપન્ન હોય છે પ્રતિપદ્યમાન ન હોય. કારણ કે તેમાં તેવી વિશુદ્ધિનો અભાવ હોય છે. સંજ્ઞાદ્વાર-અસંશી વિકલેન્દ્રિયની જેમ વિચરવા. ઉપયોગદ્વાર-અનાકારોપયોગવાળા કેટલાક પૂર્વપ્રતિપન્ન હોય છે, પ્રતિપદ્યમાન ન હોય મતિજ્ઞાન લબ્ધિ હોવાથી અને તેની ઉત્પત્તિનો અનાકાર ઉપયોગમાં પ્રતિષેધ છે. બીજા વધેલા – ગતિદ્વાર-નરકાદિ, ઇન્દ્રિયદ્વારપંચેન્દ્રિય, કાયદ્વા૨-ત્રસકાય આ બધા જાતિને અપેક્ષીને નિયમા પૂર્વ પ્રતિપન્ન છે પ્રતિપદ્યમાનની ભજના ક્યારેક હોય ક્યારેક ન હોય.
૧૮૪
અતિવ્યાપ્તિના નિષેધ માટે-કષાયદ્વાર-અકષાયા, વેદદ્વાર-અવેદકા ભજનાથી પૂર્વપ્રતિપન્ન જ હોય છે. છદ્મસ્થો મતિના પૂર્વપ્રતિપક્ષ હોય છે કેવલી નહિ. આ બધા પ્રતિપદ્યમાનક તો ન જ હોય કારણ કે, પૂર્વપ્રતિપન્ન મતિજ્ઞાનવાળાને જ ક્ષયોપશમશ્રેણી છે.
આ રીતે ગતિઆદિ દ્વારોમાં સંક્ષેપથી મતિજ્ઞાનની સત્પદપ્રરૂપણા કરી હવે, શિષ્યના અનુગ્રહ માટે કાંઈક વિસ્તારથી કરાય છે.
ગતિદ્વાર :- નારક-તિર્યંચ-મનુષ્ય-દેવ ચારેગતિમાં મતિજ્ઞાનના પૂર્વપ્રતિપત્ર નિયમા છે, પ્રતિપદ્યમાનમાં ભજના છે-વિવક્ષિત કાળે ક્યારેક હોય ક્યારેક ન હોય. મતિપ્રતિપત્તિ પ્રથમ સમયે પ્રતિપઘમાનક કહેવાય, બીજાદિ સમયોમાં પૂર્વપ્રતિપન્ન એટલો એ બંનેમાં વિશેષ છે.
ઇન્દ્રિયદ્વાર સૈદ્ધાંતિક મતે એકેન્દ્રિયમાં ઉભયાભાવ છે તથા કાર્યગ્રન્થિક મતેલબ્ધિપર્યાપ્ત બાદરપૃથ્વી અપ્-વનસ્પતિ કરણ અપ્રાપ્ત પૂર્વપ્રતિપન્ન માનતા નથી. સાસ્વાદનની તેમાં ઉત્પત્તિ હોવાથી વિક્લેન્દ્રિય તો ઉભયમતે કરણાપર્યામા પૂર્વભવાયાત સાસ્વાદનને જ માનીએ તો પૂર્વપ્રતિપત્ર મળે, પ્રતિપદ્યમાન ન હોય. પંચેન્દ્રિયો તો સામાન્યથી પૂર્વપ્રતિપક્ષ નિયમા છે પ્રતિપદ્યમાનકો ભજનાથી જાણવા.
કાયદ્વાર
પૃથ્વીઆદિ ભેદથી ૬ પ્રકારે, પ્રથમ પાંચમા ઉભયાભાવ, ત્રસકાયપંચેન્દ્રિય જેમ જાણવું.
યોગદ્વાર – મન-વચન-કાય ત્રણ પ્રકારે, ત્રણે પ્રકારવાળા પંચેન્દ્રિયની જેમ, વાગ્લાય, વિક્લેન્દ્રિયની જેમ કૈવલકાય-એકેન્દ્રિયની જેમ.
વેદદ્વાર - સ્ત્રી-પુરુષ-નવું ત્રણ પ્રકારે, ત્રણેવાળા પંચેન્દ્રિયની જેમ.
-
-