________________
૧૮૩
ગુજરાતી પ્રશ્નોત્તર છે તેનાથી સતઃ પદાનિ સત્પદો તે ગતિઆદિ દ્વારોથી કહેવાય છે. તેમનાથી અથવા તેમનામાં મતિઆદિની પ્રરૂપણતા તે સત્પદપ્રરૂપણતા.
આ ગતિ આદિદ્વારોમાં મતિજ્ઞાનના પૂર્વ પ્રતિપન્ન, પ્રતિપદ્યમાનક, તદુભય અને ઉભયાભાવ એમ, ચારની વિચારણા કરાય છે.
(૧) ઉભયાભાવઃ તેમાં જે સ્થાનોમાં મતિજ્ઞાનીઓ પ્રતિપદ્યમાન કે પૂર્વપ્રતિપન્ન નથી પરંતુ ઉભયાભાવ છે તેમને બતાવે છે.
આખો એકેન્દ્રિયભેદ મતિજ્ઞાનશૂન્ય છે. ત્યાં મતિજ્ઞાનના પ્રતિપદ્યમાન કે પૂર્વપ્રતિપન્ન સંભવ નથી. ૩મયમાવો વિપણું સમ્મત્તલદ્વીપ એ વચનથી.
ઇન્દ્રિય દ્વારે-એકેન્દ્રિય, કાયદ્વારે-પૃથ્વી-અરૂ-તેજ-વાયુ-વનસ્પતિ, સૂક્ષ્મદ્વારે-સૂમ તથા સમ્યગ્ર-મિથ્યાષ્ટિ પણ મતિજ્ઞાન શૂન્ય છે. સમા-fમદિઠ્ઠી બંત ! લિંક નાળી, મન્નાળી ? ગોયમા ! ને નાળી, મન્નાણી એ વચનથી.
અને કોઈપણ દ્વારમાં સર્વજ્ઞ હોય તે પણ મતિજ્ઞાન શૂન્ય જ છે. જેમકે-ગતિદ્વારમાં સિદ્ધિગતિમાં સિદ્ધ, ઇન્દ્રિયદ્વાર-અતીન્દ્રિય, કાય-અકાય, યોગ-અયોગ, વેશ્યા-અલેશ્ય, જ્ઞાન-કેવલજ્ઞાની, દર્શનદ્વાર-કેવલદર્શની, સંયમ-પરીત્ત-પર્યાપ્ત-સૂક્ષ્મસંસી અને ભવ્યદ્વારોમાં યથાસંખ્ય-નો સંયત-નોપરીત્ત-નો પર્યાપ્ત, નોસૂક્ષ્મ, નોસંજ્ઞિ, નોભવ્ય, આ બધાય સર્વજ્ઞ હોવાથી મતિજ્ઞાનશૂન્ય છે. મતિજ્ઞાનમાત્ર છદ્મસ્થને જ સંભવે છે. તથા પરીત્ત-ભવ્યચરમદ્વારમાં અપરીત્ત-અભવ્ય-અચરમો પણ મિથ્યાદષ્ટિ હોવાથી મતિજ્ઞાન શુન્ય છે.
(૨) પૂર્વપ્રતિપન્ન-પ્રતિપધમાન વિક્લેન્દ્રિયો, ભાવલેશ્યાને અંગીકાર કરી અવિશુદ્ધલેશ્યા કૃષ્ણ-નીલ-કાપોતવાળા મનઃ પર્યાયજ્ઞાનીઓ, અણાહારીઓ, અસંજ્ઞિ અનાકાર ઉપયોગવાળા, આ બધા જો હોય તો મતિજ્ઞાનના પૂર્વપ્રતિપન્ન જ હોય પ્રતિપદ્યમાનક ન હોય. તે આ રીતે-ઇન્દ્રિયદ્વાર-કેટલાક વિક્લેન્દ્રિય જે સાસ્વાદન સમ્યક્તસાથે પૂર્વભવથી આવે છે તેમનું પૂર્વપ્રતિપત્તિ મતિજ્ઞાન હોય એવું કદાચ માનીએ એના પ્રતિપદ્યમાન તો સર્વ વિક્લેન્દ્રિયો ન જ હોય કેમકે તેમાં તેવી વિશુદ્ધિ હોતી નથી. લેચ્છા-અવિશુદ્ધલેશ્યા પણ કેટલાક પૂર્વપ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાન ન હોય કેમકે તેની પ્રતિપત્તિ વિશુદ્ધલેશ્યાવાળાને જ છે. જ્ઞાનદ્વાર-સર્વે મન:પર્યયજ્ઞાની પૂર્વપ્રતિપન્ન હોય જ પ્રતિપદ્યમાન ન હોય, સમ્યક્તસહચરિત પ્રાપ્ત થયેલા મતિજ્ઞાન પછી અપ્રમત્ત સંયતાવસ્થામાં જ મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. સમ્યક્તસહચરિત ચારિત્રના લાભમાં તો મતિ સહચરિત મન:પર્યય ઉત્પન્ન જ ન થાય. એટલે, અન્યથા