________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૮૧ ઇહા-અપાયથી સર્વપ્રકૃષ્ટ ધારણામાં છે. આ રીતે અવગ્રહણાદિમાત્ર સર્વનું સામાન્ય છતાં અર્થવિશેષ ગ્રાહ્યને આશ્રયીને અવગ્રહાદિ ભિન્ન જ છે. તે એમનો અર્થવિશેષ ગ્રાહ્ય પહેલા વિસ્તારથી બતાવેલો જ છે. આ વ્યાખ્યા વૃદ્ધસંમત જણાય છે. યુક્તિથી તો પૂર્વની વ્યાખ્યા પણ ઘટે છે.
પ્રશ્ન-૩૯૧ - અવગ્રહાદિ વચનથી સર્વ આભિનિબોધિક જ્ઞાન કઈ રીતે ગ્રહણ
કરાય ?
ઉત્તર-૩૯૧ - અવગ્રહણ અવગ્રહ એવી વ્યુત્પત્તિને આશ્રયીને સર્વ આભિનિબોધિક જ્ઞાન અવગ્રહ થાય છે, જેમ અવગ્રહ કોઈક અર્થને ગ્રહણ કરે છે, તેમ છતાં પણ કોઈક અર્થને ગ્રહણ કરે છે. એમ અપાય અને ધારણા પણ કોઈક અર્થને ગ્રહણ કરે છે આ રીતે સર્વ આભિનિબોધિક જ્ઞાન સામાન્યથી અવગ્રહ. દ વેષ્ટાયાં, રૂદન હા એ વ્યુત્પત્તિથી ઈહા પણ મતિની ચેષ્ટા છે. તેથી સર્વ આભિનિબોધિક અવિશિષ્ટ મતિવ્યાપાર ઈહા છે, અવગ્રહઅપાય-ધારણા પણ સામાન્યથી મતિચેષ્ટારૂપ છે. અવગમન-અપાય એ વ્યુત્પત્તિથી સર્વ આભિનિબોધિક અર્થનો અપાય, અવગ્રહ-હા-ધારણામાં પણ સામાન્યથી અર્થાવગમન હોવાથી તથા ધરણ ધારણા આ વ્યુત્પત્તિથી તે સર્વ આભિનિબોધિક અર્થઘરણરૂપ હોવાથી ધારણા અવગ્રહાદિ ત્રણેમાં પણ અવિશિષ્ટ અર્થ ધરણ વિદ્યમાન છે. અને અવગ્રહાદિની સંકરપ્રાપ્તિ પહેલાં વસ્ત્રમત્ય ગા.૩૯૯ થી પરિહાર કરેલી જ છે.
આભિનિબોધિકજ્ઞાન-મતિજ્ઞાનનું વિષચનિરૂપણ-૪ પ્રકારે પ્રશ્ન-૩૯૨ – પહેલાં અવગ્રહાદિ ભેદથી એનું ભેદકથન કરેલું જ છે અહીં ફરીથી ભેદ ઉપન્યાસ શા માટે ?
ઉત્તર-૩૯૨ – સાચી વાત છે. અહીં જોય જ દ્રવ્યાદિ ભેદથી ૪ પ્રકારે છે. જ્ઞાનનો તો તેનાભેદથી જ અહીં ભેદ કહેવાય છે. સૂત્રમાં તે રીતે જ કહેલું છે નંતિસૂત્ર-“તં સમસમો चउब्विहं पण्णत्तं, तं जहा दव्वओ, खेत्तओ, कालओ, भावओ । तथ्य दव्वओ णं आभिणिबोहियनाणी आदेसेण सव्वदव्वाइं जाणइ न पासइ ।" પ્રશ્ન-૩૯૩ - શેયભેદથી પણ તે ૪ પ્રકારનું કઈ રીતે?
ઉત્તર-૩૯૩ – કારણ કે તે આભિનિબોધિક જ્ઞાનથી દ્રવ્યાદિ સર્વ જાણે છે. ચાર પ્રકારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવભેદથી તે આભિનિબોધિક જ્ઞાનમાં ઉપયુક્ત થયેલો આદેશથી જાણે છે.