________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૯૩
પણ સમ્યક્ત્વ ગ્રહણ કરીને તો ત્યાં ઉત્પન્ન ન થાય. સાતમી નરકમાં બંને મતે વમેલો જ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન-૪૧૧ - ભલે એમ થાય પરંતુ જે સાતમી નરકથી સમ્યક્ત્વ લઈને અહીં આવે છે, તેને નીચે ૭/૧૪ ભાગ કેમ ન પ્રાપ્ત થાય ?
ઉત્તર-૪૧૧ સાતમી નરકમાંથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને આવેલાનો પણ આગમમાં નિષેધ છે. એટલે તેમાંથી ઉદ્ધરીને બધા તિર્યંચમાં જ આવે છે. મનુષ્યમાં આવતા નથી. સત્તમમહિનેરયા તેક વાઝ-અાંતરુબટ્ટા નય પાવે માળુસ્સું એ વચનથી દેવ-નારકો સમ્યક્ત્વ સહિત મનુષ્યોમાં જ આવે છે, એટલે તિર્યંચમાં જનારા સાતમીન૨કવાળા મિથ્યાત્વ સહિત જ આવે છે. એટલે ત્યાં ૭ રાજ પ્રમાણ ભાગ પ્રાપ્ત ન થાય.
(૪) સ્પર્શના દ્વાર
સ્પર્શના દ્વારને વિચારતાં સૌપ્રથમ સ્પર્શના અને ક્ષેત્રનો તફાવત બતાવે છે. જે પ્રદેશમાં અવગાહીને રહેલ છે તે ક્ષેત્ર કહેવાય અને જ્યાં અવગાહનાથી બહાર પણ વધુ ક્ષેત્રને સ્પર્શે છે તે સ્પર્શના. એ ક્ષેત્ર-સ્પર્શનાનો વિશેષ છે. જેમ, આગમમાં પરમાણુ જે એક પ્રદેશમાં અવગાઢ છે તે એક પ્રદેશ ક્ષેત્ર કહ્યુ છે. તેની સ્પર્શના ૭ પ્રદેશ કહી છે; જે એકપ્રદેશમાં અવગાઢ છે તે અને બીજા ૬ દિશા સંબંધિ ૬ આકાશપ્રદેશોને પરમાણુ સ્પર્શે છે; એટલે તેની સ્પર્શના સાત પ્રદેશની થઈ. અથવા જ્યાં અવગાહીને રહે તે ક્ષેત્ર કહેવાય અને વિગ્રહગતિમાં જે ક્ષેત્રને સ્પર્શે તે સ્પર્શના, અથવા દેહપ્રમાણ ક્ષેત્ર અને સંચરણ કરતાં જે ક્ષેત્ર સ્પર્શાય તે સ્પર્શના કહેવાય છે.
અલગ-અલગ જીવને આશ્રયીને ક્ષેત્ર-સ્પર્શના ઃ
એક જીવની ક્ષેત્ર-સ્પર્શના કરતાં ઘણા મતિજ્ઞાની જીવોની ક્ષેત્ર-સ્પર્શના અસંખ્યગુણી છે. તેમની સંખ્યા અસંખ્ય હોવાથી.
(૫) કાળદ્વાર
કાળ-૨ પ્રકારે હોય છે ઉપયોગથી અને લબ્ધિથી,
ઉપયોગકાળ :- એક જીવને કાળનો ઉપયોગ જધન્યઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ હોય છે એના પછી ઉપયોગ બદલાઈ જાય છે. સર્વલોકવર્તી મતિજ્ઞાની જીવોનું પણ આ જ ઉપયોગકાલમાન છે. પણ, આ અંતર્મુહૂર્ત એનાથી મોટું જાણવું.
ભાગ-૧/૧૪